ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TOP - 10 એશિયાના અમીરોની યાદીમાંથી મુકેશ અંબાણી બહાર, અદાણી 2 કદમ પાછળ

આ વર્ષે કમાણીના મામલામાં વિશ્વના ટોચના અમીરોને પાછળ છોડનાર ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગૌતમ અદાણીની કંપનીના શેરમાં સતત લાગી રહેલ લોઅર સર્કિટને કારણે તેની સંપત્તિમાં ઘટાડો થયો છે.  અસર એ થઈ કે ટોપ-10 અબજોપતિઓની યાદીમાં લાંબા સમય સુધી પાંચમા સ્થાને રહ્યા બાદ અદાણી હવે સાતમા સ્થાને પહોંચી ગયા છે. આ સિવાય તેમની બે કંપનીઓનું મા
07:47 AM May 13, 2022 IST | Vipul Pandya
આ વર્ષે કમાણીના મામલામાં વિશ્વના ટોચના અમીરોને પાછળ છોડનાર ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગૌતમ અદાણીની કંપનીના શેરમાં સતત લાગી રહેલ લોઅર સર્કિટને કારણે તેની સંપત્તિમાં ઘટાડો થયો છે.  અસર એ થઈ કે ટોપ-10 અબજોપતિઓની યાદીમાં લાંબા સમય સુધી પાંચમા સ્થાને રહ્યા બાદ અદાણી હવે સાતમા સ્થાને પહોંચી ગયા છે. આ સિવાય તેમની બે કંપનીઓનું માર્કેટ કેપ પણ ખરાબ રીતે તૂટી ગયું છે.
એશિયાના સૌથી ધનાઢ્ય અને લાંબા સમયથી ટોપ-10 અમીરોની યાદીમાં પાંચમા સ્થાને વર્ચસ્વ ધરાવતા ગૌતમ અદાણી બુધવારે છઠ્ઠા સ્થાને સરકી ગયા હતા. શુક્રવારે તેમની નેટવર્થમાં થયેલા મોટા ઘટાડાથી તેઓ હવે તે યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયા છે. બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થ $5.84 બિલિયન ઘટીને $102 બિલિયન થઈ ગઈ છે. તેના સ્થાને લેરી પેજ હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
શેરબજારમાં થઇ રહેલ સતત ઘટાડાના પગલે ગૌતમ અદાણી ગ્રૂપની ખાદ્ય તેલ કંપની અદાણી વિલ્મર અને અદાણી પાવરનું માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડની નીચે આવી ગયું છે. BSE ડેટા અનુસાર અદાણી પાવરનું માર્કેટ કેપિટલાઇઝેશન 12 મે, ગુરુવારે ઘટીને રૂ. 93,550 કરોડ થયું હતું, જ્યારે અદાણી વિલ્મરનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 75,615 કરોડ થયું હતું.  એપ્રિલ મહિનામાં જ આ બંને કંપનીઓ 1 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે કંપનીઓના ક્લબમાં પ્રવેશી હતી. ગૌતમ અદાણી ગ્રૂપની કંપની અદાણી વિલ્મર અને અદાણી પાવરના શેરમાં લોઅર સર્કિટને કારણે કંપનીના મૂલ્ય પર વિપરીત અસર થઈ છે. 
અદાણી વિલ્મરનો શેર 8 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં રૂ. 227 પર લિસ્ટ થયો હતો જે તેના રૂ. 230ના IPO પ્રાઇસ બેન્ડ કરતાં નજીવો ઓછો હતો. એપ્રિલમાં ફરી આ શેરમાં ઉછાળો આવ્યો હતો. તે રૂ. 878ની સપાટીએ સ્પર્શ્યો હતો. ત્યારબાદ તેમાં ફરી ઘટાડો થયો હતો 

મુકેશ અંબાણી ટોપ -10 માંથી બહાર
ગૌતમ અદાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી લાંબા સમયથી ટોપ-10ની યાદીમાં હતા.  પરંતુ શુક્રવારે મુકેશ અંબાણી હવે આ યાદીમાંથી બહાર થઈ ગયા છે. તેમની સંપત્તિમાં $1.87 બિલિયનનો ઘટાડો થયો છે અને આ ઘટાડાને કારણે અંબાણીની કુલ સંપત્તિ ઘટીને $87.7 બિલિયન થઈ ગઈ છે. અન્ય અમીરોની વાત કરીએ તો એલોન મસ્ક $215 બિલિયનની નેટવર્થ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે જેફ બેઝોસ $131 બિલિયન સાથે બીજા અને બર્નાર્ડ આર્નોલ્ટ $122 બિલિયન સાથે ત્રીજા સ્થાને છે. બિલ ગેટ્સ પણ ઘણા સમયથી ટોપ-10ની યાદીમાં ચોથા નંબર પર છે. તેમની કુલ સંપત્તિ $117 બિલિયન છે. જ્યારે વોરેન બફેટ $112 બિલિયન સાથે પાંચમા સ્થાને છે. આ સિવાય લેરી પેજ $102 બિલિયનની નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને છે. સગ્રેઇ  બ્રિન $98.3 બિલિયન સાથે આઠમા સ્થાને, સ્ટીવ વાલમર $90.5 બિલિયન સાથે નવમા અને લેરી એલિસન $88 આરબ ડોલી નેટવર્થ સાથે દસમાં સ્થાને પહોંચી ગયા છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગની વાત કરવામાં આવે તો હવે તેઓ 13માં સ્થાને પહોંચી ગયા છે.
Tags :
adaniBillionairesIndexGautamAdaniGujaratFirstINDEXMukeshAmbani
Next Article