Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વના ટોપ-10 અબજોબતિઓમાં મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય, જુઓ કેટલી સંપત્તિ છે..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તે વિશ્વના ટોપ-10 અબજપતિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે તે એકમાત્ર ભારતીય અબજોપતિ છે જેણે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2022 જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટ મુજબ  તે વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદીમાં 9મા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 103 અબજ ડોલર છà«
વિશ્વના ટોપ 10 અબજોબતિઓમાં
મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય  જુઓ કેટલી સંપત્તિ છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ
અંબાણીએ વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તે વિશ્વના ટોપ-
10 અબજપતિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે.
ખાસ વાત એ છે કે તે એકમાત્ર ભારતીય અબજોપતિ છે જેણે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન
ગ્લોબલ રિચ લિસ્ટ-
2022 જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટ
મુજબ
 તે વિશ્વના ટોપ-10
અબજોપતિઓની યાદીમાં
9મા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 103 અબજ ડોલર છે. તેણે ન માત્ર સૌથી અમીર
ભારતીય બનવાનો ખિતાબ મેળવ્યો છે પરંતુ તેની સંપત્તિમાં પણ એશિયામાં
24 ટકાનો વધારો થયો છે. આરઆઈએલના સીએમડીએ
સૌથી અમીર ટેલિકોમ ઉદ્યોગપતિનો ખિતાબ પણ જીત્યો છે.

Advertisement


20 વર્ષમાં સંપત્તિમાં 10 ગણો વધારો થયો

Advertisement

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2022 જણાવે છે કે RILના CMD મુકેશ અંબાણીએ તેમના વારસાને ખૂબ જ સારી રીતે સંભાળ્યો છે અને તેને
આગળ વધાર્યો છે. આના આધારે તેણે
20
વર્ષમાં પોતાની સંપત્તિમાં
10
ગણો વધારો કર્યો છે. તેમની કુલ સંપત્તિ હવે
$103 બિલિયન છે,
જે 2002માં $10 બિલિયન હતી.


Advertisement

આ છે વિશ્વના ટોપ-10 અબજોપતિ

નામ                             કંપની                      નેટવર્થ

એલોન મસ્ક                   ટેસ્લા                   $205 બિલિયન

જેફ બેઝોસ                    એમેઝોન               $188 બિલિયન

બર્નાર્ડ આર્નોલ્ટ                LVMH               $153 બિલિયન

બિલ ગેટ્સ                     માઇક્રોસોફ્ટ          
$124 બિલિયન

વોરેન બફેટ                     બર્કશાયર હેથવે      $119 બિલિયન

સેર્ગેઈ બ્રિન                      આલ્ફાબેટ            $116 બિલિયન

લેરી પેજ                         આલ્ફાબેટ            $116 બિલિયન

સ્ટીવ બાલ્મર                   માઇક્રોસોફ્ટ          $107 બિલિયન

મુકેશ અંબાણી                  રિલાયન્સ             $103 બિલિયન

બર્ટ્રાન્ડ પાઉચ અને ફેમિલી    હર્મ્સ                   $ 102 બિલિયન

Tags :
Advertisement

.