Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુકેશ અંબાણીએ કારોબારમાં સંતાનોને સોંપી મોટી જવાબદારીઓ, નિવૃત્તિ વિશે કરી આ વાત

આજે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની (Reliance Industries Limited) 45મી વાર્ષિક સાધારણ સભા (AGM) મળી હતી. જેના પર સમગ્ર દુનિયાના વ્યવસાય જગતની નજર હતી. કારણ કે આ સભામાં મુકેશ અંબાણી રિલાયન્સના ઉત્તરાધિકારીને લઈને એલાન કરશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ (Mukesh Ambani) પોતાના બાળકોની ભૂમિકાને લઈને ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ લગાવતા સોમવારે તેમની દિકà
મુકેશ અંબાણીએ કારોબારમાં સંતાનોને સોંપી મોટી જવાબદારીઓ  નિવૃત્તિ વિશે કરી આ વાત
આજે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની (Reliance Industries Limited) 45મી વાર્ષિક સાધારણ સભા (AGM) મળી હતી. જેના પર સમગ્ર દુનિયાના વ્યવસાય જગતની નજર હતી. કારણ કે આ સભામાં મુકેશ અંબાણી રિલાયન્સના ઉત્તરાધિકારીને લઈને એલાન કરશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ (Mukesh Ambani) પોતાના બાળકોની ભૂમિકાને લઈને ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ લગાવતા સોમવારે તેમની દિકરી ઈશા અંબાણીને (Isha Ambani) તેમના ગૃપના રિટેઈલ વેપારની હેડ તરીકેની જાહેરાત કરી. આ સાથે જ તેમણે તેમના નાના પુત્ર અનંત અંબાણીને (Anant Ambani) ઉર્જાના કારોબારની કમાન સોંપવાની જાહેરાત કરી પોતાના ઉત્તરાધિકાર યોજના સ્પષ્ટ કરી દીધી. અંબાણી તેમના મોટા પુત્ર આકાશ અંબાણીને (Akash Ambani) ટેલિકોમ યૂનિટના રિલાયન્સ જીઓના પ્રમુખ તરીકે પહેલાં જ જાહેર કરી ચુક્યા છે. 
મુકેશ અંબાણીએ (Mukesh Ambani) ઉત્તરાધિકારીઓના નામ નક્કી કર્યાંની સાથે જ તે સ્પષ્ટ કરી દીધું કે તેઓ હજુ નિવૃત્ત નથી થઈ રહ્યાં. તેઓએ કહ્યું કે, પહેલાની જેમ જ સક્રિય રહી નેતૃત્વ કરીશ. આ જાહેરાતથી તે સુનિશ્ચિત થઈ શકશે કે રિલાયન્સ યૂનિટ એક કનેક્ટેડ અને સુરક્ષિત સંસ્થાન તરીકે ઉભરી રહ્યું છે. ભલે હાલના કારોબારનો વિસ્તાર થાય અને નવો કારોબાર તેનો ભાગ બની જાય.
મુકેશ અંબાણીને ત્રણ સંતાન ઈશા અને આકાશ જોડિયા ભાઈ બહેન છે. ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે થયા છે. ત્રણેય સંતાનોમાંથી એક આકાશ અંબાણીને જ કોઈ કંપનીના કાર્યકારી વડા બનાવાયા છે. ઈશા અને અનંત બંન્ને ગ્રૂપની કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે.
અંબાણીએ તેની આગામી પેઢીનો પરિચય આપતા કહ્યું કે, આ ત્રણેયને અમારા ગૃપના સંસ્થાપક (ધીરૂભાઈ અંબાણી)ની (Dhirubhai Ambani) વિચારધારા વારસામાં મળી છે. તેઓ સમકક્ષ વ્યવસાયિકો અને લિડર્સની એક યુવા ટીમ વચ્ચે પ્રથમ છે. આ દરેકને મારા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહિત તમામ સિનિયરોનું માર્ગદર્શન મળી રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.