Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુકેશ અંબાણીએ મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવના ચરણોમાં ઝૂકાવ્યું શીશ

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શિવરાત્રીના તહેવારમાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મુકેશ અંબાણીના આગમનને પગલે મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી.મુકેશ અંબાણીની સાથે સાથે  આકાશ અંબાણી પણ સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.મુકેશ અંબાણી તેમજ આકાશ અંબાણીએ  સોમનઆથ મહાદેવના  દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.મહા શિવરાત્રીના પર્વે  સોમનાથ ખાતે ઉમટ્યા
મુકેશ અંબાણીએ મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવના ચરણોમાં ઝૂકાવ્યું શીશ
દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શિવરાત્રીના તહેવારમાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મુકેશ અંબાણીના આગમનને પગલે મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી.મુકેશ અંબાણીની સાથે સાથે  આકાશ અંબાણી પણ સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.મુકેશ અંબાણી તેમજ આકાશ અંબાણીએ  સોમનઆથ મહાદેવના  દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
મહા શિવરાત્રીના પર્વે  સોમનાથ ખાતે ઉમટ્યા ભાવિકો
મહા શિવરાત્રીના તહેવારમાં  દર્શન કરવા માટે દૂર દૂરથી  ભાવિક ભકતો ઉમટી પડ્યા હતા.  આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની  ખાસ વ્યવસ્થા ઉભી  કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકોની સાથે સાથે આજે  રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
સોમનાથ ખાતે આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
શિવરાત્રીના તહેવારને અનુલક્ષીને  તારીખ 18 ફ્રેબુઆરીના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સોમનાથ મંદિર પરિસર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આયોજન  કરવામાં  આવ્યું  હતું
ભજન અને ગરબા તથા ડાયરાની રમઝટ જામશે
આ કાર્યક્રમમાં જુદા-જુદા કલાકારો ભજન, ગરબા, લોકસંગીત, વિવિધ લોકનૃત્યો દ્વારા 225થી વધારે કલાકારો ભગવાન શિવજીની આરાધના કરશે. જેમાં પ્રસિદ્ધ કલાકાર  બ્રીજરાજદાન ગઢવી,  હેમંત જોષી ભક્તો સમક્ષ શિવભક્તીની પ્રસ્તુતી કરશે. આ કાર્યક્રમ લોકો ધરેબેઠા રાત્રે 8-૦૦ કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડીયા ડિઝીટલ પ્લેટફોર્મ પરથી નિકાળી શકશે.
શ્રીસોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇની દેખરેખમાં શ્રીસોમનાથ ટ્રસ્ટના અધિકારી તથા કર્મચારીઓ તેમજ સ્થાનીક જીલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર નગર સેવા સદનના સહયોગથી ઉત્સાહભેર મહા શિવરાત્રિ મહોત્સવમાં આવનાર યાત્રીઓની વ્યવસ્થા અને આયોજન ગોઠવવામાં આવ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.