Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુકેશ અંબાણીએ દુબઈમાં ખરીદ્યું આલીશાન ઘર, 7 સ્ટાર હોટલથી ઓછું નથી આ વિલા, Video

દુનિયાના સૌથી ધનિક લોકોમાં આવતા મુકેશ અંબાણી હરહંમેશ ચર્ચામાં બની રહેતા હોય છે. આજે તેઓ દુબઈમાં એક વીલાને લઇને ચર્ચામાં આવ્યા છે. જીહા, વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એક મોટો સોદો કર્યો છે. મુકેશ અંબાણીએ દુબઈમાં આલીશાન ઘર (સૌથી મોંઘું વિલા) ખરીદ્યું છે. વિલાની કિંમત ચોંકાવી દેશેજો આ ડીલ સાથે જોડાયેલા લોકોનું માનીએ તો દુબઈમાં આ અત્યાર સુધીનું સૌથà«
મુકેશ અંબાણીએ દુબઈમાં ખરીદ્યું આલીશાન ઘર  7 સ્ટાર હોટલથી ઓછું નથી આ વિલા  video
દુનિયાના સૌથી ધનિક લોકોમાં આવતા મુકેશ અંબાણી હરહંમેશ ચર્ચામાં બની રહેતા હોય છે. આજે તેઓ દુબઈમાં એક વીલાને લઇને ચર્ચામાં આવ્યા છે. જીહા, વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એક મોટો સોદો કર્યો છે. મુકેશ અંબાણીએ દુબઈમાં આલીશાન ઘર (સૌથી મોંઘું વિલા) ખરીદ્યું છે. 
વિલાની કિંમત ચોંકાવી દેશે
જો આ ડીલ સાથે જોડાયેલા લોકોનું માનીએ તો દુબઈમાં આ અત્યાર સુધીનું સૌથી મોંઘુ ઘર છે. બીચ પર બનેલા આ વૈભવી હવેલીના કદના વિલાની કિંમત લગભગ $80 મિલિયન હોવાનું કહેવાય છે. આ ખૂબ જ વૈભવી વિલા બીચના ઉત્તરીય ભાગમાં સ્થિત છે. તેમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધાઓ છે. આ વિલા કોઈ લક્ઝુરિયસ 7 સ્ટાર હોટલથી ઓછું નથી. દુબઈમાં આ વિલાની કિંમત $80 મિલિયન (6,39,67,44,880) જણાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અંબાણી અત્યાર સુધી આ શહેરમાં રહેણાંક મિલકતના સૌથી મોટા ખરીદદાર છે. 
અંબાણીનું આ વિલા દરિયા કિનારે આવેલું છે
એક રિપોર્ટ અનુસાર, આ પ્રોપર્ટી આ વર્ષની શરૂઆતમાં દુબઈના પામ જુમેરાહ બીચ પર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવી હતી. અંબાણીનું આ વિલા દરિયા કિનારે આવેલું છે. આ વિલામાં 10 રૂમ, એક ખાનગી સ્પા, એક ઇન્ડોર અને આઉટડોર પૂલ છે. અહીં મહેમાનોને રોકાવવા માટે પણ અલગ વ્યવસ્થા છે. આ સિવાય વિલામાં ઇન્ડોર અને આઉટડોર બંને સ્વિમિંગ પૂલ ઉપલબ્ધ છે. અહીં સ્પોર્ટ્સ માટે પણ ઘણી જગ્યા છે. જીમ સિવાય તેમાં એક પ્રાઈવેટ થિયેટર પણ છે.
અનંત અબજોની સંપત્તિના માલિક
મહત્વનું છે કે, મુકેશ અંબાણીના પુત્ર અનંત અબજોની સંપત્તિના માલિક છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, અનંત અંબાણીની $93.3 બિલિયન સંપત્તિના ત્રણ વારસદારોમાંના એક છે. અંબાણી વિશ્વના 11મા સૌથી અમીર વ્યક્તિ છે. અંબાણી હવે ધીમે ધીમે તેમના બિઝનેસની લગામ તેમના બાળકોને સોંપી રહ્યા છે.
ગોલ્ડન વિઝા ઓફર
જણાવી દઈએ કે, દુબઈ અતિ સમૃદ્ધ લોકો માટે મનપસંદ બજાર તરીકે ઉભરી રહ્યું છે. ત્યાંની સરકારે વધુ બે વિદેશીઓને લાંબા ગાળાના દુબઈ ગોલ્ડન વિઝા ઓફર કરીને દુબઈમાં ઘર ખરીદવાના નિયંત્રણો હળવા કરીને આકર્ષ્યા છે. હવે મુકેશ અંબાણીના નવા પડોશીઓ બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામ અને બોલિવૂડ મેગાસ્ટાર શાહરૂખ ખાન જેવા દિગ્ગજ હશે. 
મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી ન્યૂયોર્કમાં શોધી રહી છે પ્રોપર્ટી
મહત્વનું છે કે, ગયા વર્ષે, મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે યુકે સ્થિત સ્ટોક પાર્ક લિમિટેડને ખરીદવા માટે $79 મિલિયનનો ખર્ચ કર્યો હતો. આ પ્રોપર્ટી મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી માટે ખરીદવામાં આવી હતી. વળી, મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી પણ ન્યૂયોર્કમાં સારી પ્રોપર્ટી શોધી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.