Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મિસ્ટર પરફેક્ટનિસ્ટે પોતાના બર્થ ડે પર પોતાની રિલેશનશીપ વિશે ખૂલીને વાત કરી

આમિર ખાન હિન્દી સિનેમાનો એવો હીરો છે, જેની સાથે દરેક અભિનેતા કામ કરવા ઉત્સુક હોય છે. એટલું જ નહીં, દર્શકો આમિરની ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે, જે એક-બે વર્ષમાં એક ફિલ્મ કરે છે. આમિરના જન્મદિવસ પર #HappyBirthdayAamirKhan ટ્રેન્ડમાં છે. આજે આમિરનો તેનો 57મો બર્થડે ઉજવી રહ્યો છે. તેણે ગયા વર્ષે જ સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે પરંતુ ચાહકો સાથે જોડાયેલા રહેવાની કોઈ તક છોડતો નથી. આમિર ખાને પોતાના કરિ
01:10 PM Mar 14, 2022 IST | Vipul Pandya
આમિર ખાન હિન્દી સિનેમાનો એવો હીરો છે, જેની સાથે દરેક અભિનેતા કામ કરવા ઉત્સુક હોય છે. એટલું જ નહીં, દર્શકો આમિરની ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે, જે એક-બે વર્ષમાં એક ફિલ્મ કરે છે. આમિરના જન્મદિવસ પર #HappyBirthdayAamirKhan ટ્રેન્ડમાં છે. આજે આમિરનો તેનો 57મો બર્થડે ઉજવી રહ્યો છે. તેણે ગયા વર્ષે જ સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે પરંતુ ચાહકો સાથે જોડાયેલા રહેવાની કોઈ તક છોડતો નથી. આમિર ખાને પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'કયામત સે કયામત તક'થી કરી હતી. હાલમાં આમિર 'લાલ સિંહ ચઢ્ઢા'માં વ્યસ્ત છે.
પ્રથમ લગ્ન  કિરણના કારણે તૂટ્યા ન હતાં 
આમિર ખાને સ્પષ્ટતા કરી છે કે પ્રથમ પત્ની રીના દત્તા સાથેના લગ્ન તૂટવા પાછળ કિરણ રાવ ન હતી. તેવી જ રીતે બીજાં લગ્ન તૂટવાનું કારણ પણ અન્ય કોઇ મહિલા નથી. આ પહેલા એવું કહેવાતું કે આમિર ખાનના પ્રથમ લગ્ન તૂટવાનું કારણ કિરણ હતી. તેમજ કિરણ સાથેના બીજાં લગ્ન તૂટવાનું કારણ ફાતિમા સના શેખ છે. 
હવે આમિર તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં વ્યસ્ત 
જેમ જેમ આમિરની ઉંમર વધી રહી છે. પોતાના કામમાં તે હંમેશા મિસ્ટર પરફેક્ટનિસ્ટની છાપ ધરાવે છે. તેની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર 300 થી 400 કરોડની કમાણી કરે છે. લાલ સિંહ ચઢ્ઢા આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. પોતાના કરિયરમાં આમિરે દંગલ, પીકે, 3 ઈડિયટ્સ, તારે જમીન પર, ગજની જેવી સુપરહિટ ફિલ્મો કરી છે. 34 વર્ષની પોતાની એક્ટિંગ કરિયરમાં આમિર ખાને 47 ફિલ્મોમાં કામ કર્યું છે. આમિર ખાન ભારતની સાથે ચીનમાં પણ લોકપ્રિય છે. આમિર ખાનને ભારત પછી ચીનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આમિર ખાન ચીનનો સૌથી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અભિનેતા છે. તેમની ફિલ્મ દંગલે ચીનમાં લગભગ 1400 કરોડનું કલેક્શન કર્યું હતું અને સિક્રેટ સુપરસ્ટારે 800 કરોડથી વધુ કલેક્શન કર્યું હતું. આ સિવાય આમિરની 3 ઈડિયટ્સે પણ ચીનમાં ડંકો વગાડ્યો હતો અને બમ્પર કમાણી કરી હતી.

ફિલ્મ વગર પણ કરોડોની કમાણી
આમિર ખાન 1560 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. તે છેલ્લે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન માં જોવા મળ્યો હતો. એક કુશળ અભિનેતા હોવા ઉપરાંત, આમિર નિર્માતા અને દિગ્દર્શક પણ છે. તે ફિલ્મો અને એન્ડોર્સમેન્ટમાંથી કમાણી કરે છે. આમિર આ જાહેરાત માટે લગભગ 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર તેની એક ફિલ્મ માટે 85 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તેની પાસે અનેક લક્ઝરી ગાડીઓનું કલેક્શન છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન સિવાય આમિરની અગાઉની તમામ ફિલ્મો સુપર ડુપર હિટ રહી છે. લાલ સિંહ ચડ્ઢા સાથે આમિર ચાર વર્ષ પછી કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મ હોલીવુડની સુપરહિટ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રીમેક છે. 
દીકરા જુનૈદની કરિયર વિશે કરી વાત 
પોતાના કામ અને કરિયરમાં વ્યસ્ત હોવાને કારણે ક્યારેય પણ પોતાના પરિવાર અને બાળકોને સમય આપી શક્યો નથી. તેઓને માત્ર તેમની ભૂલનો અહેસાસ જ નથી થતો, પરંતુ તેઓ એવું પણ માને છે કે એ સમય ક્યારેય પાછો નહીં આવે. આ દરમિયાન આમિર ખાને તેના પુત્ર જુનૈદ ખાનના કરિયર વિશે કહ્યું કે 'મેં હંમેશા મારા બાળકોને કહ્યું છે કે તમે જે પણ શીખવા માંગો છો, હું તમને સપોર્ટ કરીશ, એક દિવસ જુનૈદ મારી પાસે આવ્યો, તેણે મને કહ્યુ કે તેને થિયેટર શિખવું છે. તો મેં તેને પુછ્યુ કે ફિલ્મોમાં કોઈ રસ નથી ? તો તેણે કહ્યું હા, પણ મને થિયેટરમાં વધુ રસ છે, તેથી હું તે શીખવા માંગુ છું. પછી બે વર્ષ તેણે થિયેટર શીખ્યો. આજે પણ જ્યાં પણ સ્ક્રીન ટેસ્ટ થઇ રહ્યો હોય, ફિલ્મ બની રહી હોય, કાસ્ટિંગ થઈ રહ્યું હોય જુનૈદ ત્યાં સ્ક્રીન ટેસ્ટ આપવા જાય છે.  મીરા નાયર 'અ સુટેબલ બોય' બનાવી રહી હતી જેમાં  જુનૈદે સ્ક્રીન ટેસ્ટ આપ્યો પરંતુ તે રિજેક્ચ થયો. તે ક્યારે નથી બોલતો કે હું આમિર ખાનનો દીકરો છું.  યશ રાજ ફિલ્મમાં તેને મોકો મળ્યો કારણકે  તેનો એક સ્ક્રીન ટેસ્ટ આદિ દ્વારા જોવામાં આવ્યો હતો.  ત્યાર બાદ આદિએ તેને સ્ક્રિપ્ટ ઓફર કરી. જ્યારે મને લાગશે કે જુનૈદ સારો એક્ટર સાબિત થઇ શકે છે, તો હું ચોક્કસપણે તેના માટે ફિલ્મ પ્રોડ્યુસ કરીશ. 
Tags :
AmirKhanamirkhanbirthdayfatimasanashikhGujaratFirstjunnedkhankiranrao
Next Article