Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચૂંટણી પંચ દ્વારા 'મિસ્ટર બેલેટ બોક્સ'નું એરબુકિંગ, સ્પેશિયલ પેન અને ઇંકથી કરાય છે મતદાન

દેશમાં આગામી સર્વોચ્ચ બંધારણીય પદ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને દર 5 વર્ષે રાષ્ટ્રપતિની ચુંટણી થાય છે. આ વર્ષે રાષ્ટ્રપતિપદની ચૂંટણીને લઇને દેશભરમાં ભારે ઉત્તેજના છે. ત્યારે આ ચૂંટણી વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો  ભારતીય રાષ્ટ્રપતિ બંધારણ અનુસાર સર્વોચ્ચ પદ છે. તથા તેઓ વહીવતી સત્તા, નાણાંકીય સત્તા, લશ્કરી સત્તા
09:41 AM Jul 13, 2022 IST | Vipul Pandya
દેશમાં આગામી સર્વોચ્ચ બંધારણીય પદ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ઉત્તેજના વધી ગઈ છે. ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને દર 5 વર્ષે રાષ્ટ્રપતિની ચુંટણી થાય છે. આ વર્ષે રાષ્ટ્રપતિપદની ચૂંટણીને લઇને દેશભરમાં ભારે ઉત્તેજના છે. ત્યારે આ ચૂંટણી વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો  
ભારતીય રાષ્ટ્રપતિ બંધારણ અનુસાર સર્વોચ્ચ પદ છે. તથા તેઓ વહીવતી સત્તા, નાણાંકીય સત્તા, લશ્કરી સત્તા, રાજધ્વારી સત્તા, ધારાકીય સત્તા, કટોકટીની સત્તા, ન્યાયીક સત્તા અને એ બધાથી ઉપર વિટો પાવરની સત્તા ધરાવે છે. આમ છતાં વ્યવહારમાં રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ અનુસાર વહીવટ ચલાવે છે. એનો અર્થ એ કે તમામ સત્તા રાષ્ટ્રપતિના નામે હોવા છતાં વહીવટ પ્રધાનમંડળ અને તેના વડા વડાપ્રધાન ચલાવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરી સહિત તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે.
દરેક મતપેટીને વિમાનમાં 'મિસ્ટર બેલેટ બોક્સ'ને ચોક્ક્સ સીટ
18 જુલાઈએ યોજાનારી આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચે બેલેટ બોક્સ, પેપર પેન અને અન્ય સીલબંધ સામગ્રીનું  પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. હાલમાં આ મતપેટીઓ મુસાફરો તરીકે ઉડી રહી છે અને તેમાંથી દરેક મતપેટીને વિમાનમાં ચોક્ક્સ સીટ ફાળવવામાં આવી છે. જે મોટાભાગની રાજ્યની રાજધાનીઓમાં  પહોંચાડવામાં આવી રહ્યી છે. જેનો ચૂંટણીના દિવસે દરમિયાન તેમનો ઉપયોગ કરવામાં આવશે. હકીકતમાં, સીલબંધ સામગ્રીનું નિરીક્ષણ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની દેખરેખ હેઠળ પૂર્ણ થયું હતું. ત્યારબાદ તેને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સહાયક રિટર્નિંગ ઓફિસરોને સોંપવામાં આવી હતી. ચૂંટણી પંચ મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના વરિષ્ઠ અધિકારી સહિત સહાયક રિટર્નિંગ અધિકારીઓ દ્વારા દિલ્હીમાં મુખ્યાલયમાંથી સામગ્રી એકત્ર કરવાનું ફરજિયાત કરે છે.

બેલેટ પેપર અને ખાસ પેન પણ સાથે 
મતપેટીઓ માટે 'મિસ્ટર બેલેટ બોક્સ'ના નામે અલગ ટિકિટ બુક કરવામાં આવે છે. મિસ્ટર બેલેટ બોક્સ એક અધિકારીની સીટની બાજુમાં 'બેઠેલું' છે. આ સીટ એરક્રાફ્ટની આગળની હરોળમાં બુક કરવામાં આવે છે. સાથે જ આ ચૂંટણી સામગ્રીમાં  મતદાન ચિહ્નિત કરવા માટે બેલેટ પેપર અને ખાસ પેન પણ સાથે રાખે છે. મતદાનની ગુપ્તતા જાળવવા માટે, ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરને આદેશ આપ્યો છે કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદારોને તેમના બેલેટ પેપરને ચિહ્નિત કરવા માટે ખાસ ડિઝાઇન કરેલી પેન જ આપવામાં આવે. મંગળવારે 14 મતપેટીઓ મોકલવામાં આવી હતી, જ્યારે બુધવારે આજે 16 મતપેટી મોકલવામાં આવશે. બુધવારે સંસદ ભવન અને દિલ્હી વિધાનસભા માટે બેલેટ બોક્સ મોકલવામાં આવે તેવી શક્યતા છે. મતદાન પૂરું થયા પછી, સીલબંધ મતપેટીઓ અને અન્ય ચૂંટણી સામગ્રીને રાજ્યસભાના મહાસચિવ, ફ્લાઈટમાં રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં પાછા લઈ જવામાં આવે છે. બેલેટ બોક્સ અને અન્ય દસ્તાવેજો વ્યક્તિગત રીતે વિમાનની કેબિનમાં લઈ જવામાં આવે છે અને સાથેના અધિકારીઓ દ્વારા હંમેશા તેની દેખરેખ રાખવામાં આવે છે.
રાજ્યસભાના સેક્રેટરી જનરલ, જેઓ 18 જુલાઈના મતદાન માટે રિટર્નિંગ ઓફિસર છે અને રાજ્યોમાં આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર છે, તેમના નિર્દેશમાં ECએ કહ્યું કે "મતદાનની ગુપ્તતા જાળવવા તેમજ મતદારની ઓળખ ન બહાર આવે તે માટે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોની ગણતરી વખતે, દરેક મતદારને ખાસ બેલેટ પેપરની સાથે પસંદગીઓ અંકિત કરવા માટે "ખાસ રીતે ડિઝાઇન કરેલી પેન" આપવામાં આવે છે. ચૂંટણીપંચ RO અને AROને વાયોલેટ શાહી સાથે જરૂરી સંખ્યામાં પેન પણ આપે છે. જેનાથી કરીને ખાતરી કરી શકાય કે પસંદગીઓ ફક્ત વાયોલેટ શાહીમાં અને તે પેનથી જ કરાયેલી છે. કોઈપણ અન્ય પેન, બોલ પોઈન્ટ પેન વગેરેથી ચિહ્નિત થયેલ કોઈપણ બેલેટ પેપર, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો, 1974 ના નિયમ 31 (1) (ડી) હેઠળ અસ્વીકાર કરાય છે, રાજ્યસભા અને રાજ્ય વિધાન પરિષદની ચૂંટણીઓમાં મતદારોને  એકસરખી પેન આપવામાં આવે છે. 

વિધાન સભાના સભ્યો  રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરી શકતા નથી
રાજ્યસભા અને લોકસભા અથવા રાજ્યોની વિધાનસભાના નામાંકિત સભ્યો ઇલેક્ટોરલ કૉલેજમાં સામેલ ગણવામાં આવતા નથી તેથી, તેઓ ચૂંટણીમાં ભાગ લઇ શકતા નથી. તેવી જ રીતે, વિધાન સભાના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરી શકતા નથી. જ્યારે સંસદ ભવન અને રાજ્યની વિધાનસભાઓમાં મતદાન થાય છે, ત્યારે મતોની ગણતરી રાષ્ટ્રીય રાજધાનીમાં થાય છે. 18મી જુલાઇના મતદાનની મતગણતરી 21મી જુલાઇના રોજ દીલ્હીમાં થશે.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ગુપ્ત મતદાન 
EC અનુસાર, બંધારણે સ્પષ્ટપણે એવી જોગવાઈ કરી છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થશે. મતદારોએ સાવચેતીપૂર્વક મતની ગુપ્તતા જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ મતદાનમાં ઓપન વોટિંગ કરવામાં આવતું નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનના મામલામાં રાજકીય પક્ષો તેમના સાંસદો અને ધારાસભ્યોને કોઈ વ્હીપ જારી કરી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ દ્વારા પ્રતિનિધિત્વની ટકાવારી સિસ્ટમ અનુસાર ગણતરી કરવામાં આવે છે.  બેલેટ પેપરમાં મતદારે ઉમેદવારોના નામની સામે પસંદગીઓને માત્ર ટિક કરવાની હોય છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સામાન્ય મુસાફરોની જેમ ઉડી રહ્યું છે 'મિસ્ટર બેલેટ બોક્સ'
આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન, એકવાર સામગ્રી ત્યાં પહોંચ્યા પછી, અધિકારીઓને દિલ્હી એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક પર ભારતના ચૂંટણી પંચ, નાગરિક ઉડ્ડયન, દિલ્હી પોલીસ અને CISFના અધિકારીઓ દ્વારા સમગ્ર ફ્લાઇટનું સંચાલન કરવામાં આવે છે. આ વખતે ચૂંટણી દરમિયાન મતદાન અને મતગણતરી પ્રણાલી પર દેખરેખ રાખવા માટે પંચે 37 નિરીક્ષકોની પણ નિમણૂક કરી છે અને 11 જુલાઈ 2022ના રોજ આ નિરીક્ષકોની સંક્ષિપ્ત બેઠક પણ યોજાઈ હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતપેટીઓ અલગ એર ટિકિટ દ્વારા મોકલવામાં આવે છે અને વ્યક્તિગત દેખરેખ હેઠળ AROની સીટ પાસે તેના માટે સામાન્ય મુસાફરોની જેમ એરટિકિટ બૂક કરવામાં આવે છે. ચૂંટણી પંચની ટીમો દ્વારા કાર્યવાહીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. જ્યારે મતપેટીઓ અને મતપત્રો રાજ્યની રાજધાનીઓમાં પહોંચે છે, ત્યારે તેમને પૂર્વ-નિરીક્ષણ અને યોગ્ય રીતે સીલબંધ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવે છે.
 
આ પણ વાંચો- ઉપરાષ્ટ્રપતિ પદ માટે નકવીનું નામ લગભગ નક્કી, અન્ય બે ત્રણ નામ પણ ચર્ચામાં

Tags :
electioncommissionofindiaGujaratFirstPrecedentialelectionSecurity
Next Article