ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે બાળકોને ભગવાન પરશુરામ વિશે ભણાવવામાં આવશે, મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ જયંતિ દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે 03 મે 2022 એટલે કે આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ છે. આજે સમગ્ર દેશમાં પરશુરાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે આજે આ પરશુરામ જયંતિના ખાસ પ્રસંગે મધ્યપ્રદેશની મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મોટ
10:34 AM May 03, 2022 IST | Vipul Pandya

ભગવાન વિષ્ણુના
છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ જયંતિ દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિના
દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે 03 મે 2022 એટલે કે આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ
છે. આજે સમગ્ર દેશમાં પરશુરાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર
શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે આજે આ પરશુરામ જયંતિના ખાસ પ્રસંગે
મધ્યપ્રદેશની મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે કહ્યું કે સંસ્કૃતનો અભ્યાસ કરતા તમામ
વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને પરશુરામ પાત્ર અભ્યાસક્રમમાં સામેલ
કરવામાં આવશે.

javascript:nicTemp();

સીએમ ચૌહાણે આજે
પરશુરામ જયંતિ નિમિત્તે સ્થાનિક ગુફા મંદિરમાં આયોજિત અક્ષયોત્સવમાં પરશુરામની
21 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું
હતું. આ કાર્યક્રમમાં જુનાપીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ સહિત
અન્ય સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે
ભગવાન પરશુરામનો જન્મ એવા સમયે થયો હતો જ્યારે સમાજમાં પાપ વધી રહ્યું હતું ત્યારે
ભગવાન પરશુરામે કુહાડી ઉંચી કરી દુષ્ટોનો નાશ કર્યો હતો. આજે જ્યારે કોઈ નિર્દોષ
બાળકીઓ સાથે દુષ્કર્મ કરે છે ત્યારે ભગવાન પરશુરામ પ્રેરણા આપે છે કે આવા બદમાશોને
સજા થવી જોઈએ.


મુખ્યમંત્રીએ
કહ્યું કે તેઓ કોર્સ કમિટીને સૂચના આપશે કે કોર્સમાં પરશુરામ ચરિત્રના પાઠ સામેલ
કરવામાં આવે. તેમણે કહ્યું કે સનાતન પરંપરાને ચૂકી ન શકાય
, પરંતુ રાજધર્મ જરૂરી છે, તેથી સમાજ કલ્યાણ માટે સંસ્કૃત વિદ્વાનો જરૂરી છે. સરકાર સતત
સંસ્કૃત શિક્ષકોની ભરતી કરી રહી છે. સંસ્કૃતનો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને
શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ સાથે ચૌહાણે કહ્યું કે જે મંદિરોના પૂજારીઓ પાસે જમીન
નથી
, તેમને પાંચ હજાર રૂપિયાનું માનદ વેતન
આપવામાં આવશે. જે મંદિરો પાસે વધુ જમીન છે
. તેમના માનદ વેતનની પણ વ્યવસ્થા કરશે. પૂજારીઓને જમીનની હરાજી કરવાનો અધિકાર હશે. અને તેના માટે સમિતિ બનાવવામાં આવશે. 

Tags :
GujaratFirstMadhyaPradeshParashuramslessonsShivrajSinghChauhan
Next Article