સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને બાંદ્રા કોર્ટે 14 દિવસ માટે મોકલ્યા જેલમાં
અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને બાંદ્રા કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. જામીનની સુનાવણી હવે 29 એપ્રિલે થશે. શનિવારે મુંબઈના ખાર વિસ્તારના અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાની મુંબઈ પોલીસે માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ ધરપકડ કરી હતી. રિમાન્ડની કાર્યવાહી દરમિયાન નવનીત રાણા અને રવિ રાણા તરફથી એડવોકેટ રિઝવ
09:43 AM Apr 24, 2022 IST
|
Vipul Pandya
અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને બાંદ્રા કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. જામીનની સુનાવણી હવે 29 એપ્રિલે થશે.
શનિવારે મુંબઈના ખાર વિસ્તારના અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાની મુંબઈ પોલીસે માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ ધરપકડ કરી હતી. રિમાન્ડની કાર્યવાહી દરમિયાન નવનીત રાણા અને રવિ રાણા તરફથી એડવોકેટ રિઝવાન મર્ચન્ટ હાજર થયા હતા. પોલીસે સાંસદ નવનીત રાણા અને રવિ રાણાની કલમ 153A હેઠળ ધર્મના આધારે બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે ધરપકડ કરી હતી.
મુંબઈ પોલીસે અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણા વિરુદ્ધ નોંધાયેલી FRIમાં કલમ 353 હેઠળ બીજો કેસ નોંધ્યો છે. જેમાં પતિ-પત્ની બંને પર સરકારી કર્મચારીને ફરજ બજાવતા રોકવા માટે ફોજદારી બળનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
શિવસેનાના ઘણા કાર્યકરો સામે FIR
મુંબઈ પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, શહેર પોલીસે શનિવારે મુંબઈમાં રાણાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ શિવસેનાના કેટલાક કાર્યકરો વિરુદ્ધ FIR પણ નોંધી છે.
ધારાસભ્ય રવિ રાણા અને સાંસદ નવનીત રાણા વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં કલમ 153(A), 34, IPC R/W 37(1) 135 બોમ્બે પોલીસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બંનેની ખારમાં તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી. નવનીત અને રવિ રાણાએ શનિવારે જ મુંબઈ પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, શિવસેનાના નેતાઓ અનિલ પરબ અને સંજય રાઉત સહિત તમામ 700 લોકો સામે પણ કલમ 120B, 143, 147, 148, 149, 452, 307, 153A, 294, 504, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Next Article