Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હીમાં માતાએ બે માસની બાળકીનું ગળું દબાવી હત્યા કરી, બાદમાં ઓવનમાં નાંખી

રાજધાની દિલ્હીમાં એક રુંવાડા ઉભા કરી દે તેવી અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક માતાએ જ રાક્ષસ બનીને પોતાની દીકરીને પાશવી રીતે મોતને ઘાટ ઉતારી છે. માતાએ પોતાની બે માસની દીકરીનું ગળું દબાવીને હત્યા કરી. માત્ર આટલું જ નહીં પરંતુ હત્યા બાદ તેણે માસૂમ દીકરીને ઓવનમાં નાંખી દીધી. આ ઘટના દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા ચિરાગ દિલ્લી ગામની છે. દીકરાની ઘેલછામાં હત્યાઘટનાની જાà
03:32 PM Mar 21, 2022 IST | Vipul Pandya
રાજધાની દિલ્હીમાં એક રુંવાડા ઉભા કરી દે તેવી અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક માતાએ જ રાક્ષસ બનીને પોતાની દીકરીને પાશવી રીતે મોતને ઘાટ ઉતારી છે. માતાએ પોતાની બે માસની દીકરીનું ગળું દબાવીને હત્યા કરી. માત્ર આટલું જ નહીં પરંતુ હત્યા બાદ તેણે માસૂમ દીકરીને ઓવનમાં નાંખી દીધી. આ ઘટના દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા ચિરાગ દિલ્લી ગામની છે. 
દીકરાની ઘેલછામાં હત્યા
ઘટનાની જાાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બાળકીના મૃતદેહનો કબ્જો લઇને પોસ્ટમાર્ટમ માાટે મોકલવામાં આવ્યો છે. ઘટનાની જે પ્રાથમિક વિગતો સામે આવી છે તે પ્રમાણે દીકરાની ઘેલછામાં ચિરાગ દિલ્લી ગામની એક મહિલાએ પોતાની દીકરીની હત્યા કરી છે. પહેલા દીકરીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી. ત્યારબાદ આરોપી મહિલાએ બાળકીની લાશને ઘરના ટેરેસ પર પડેલા એક ઓવનમાં નાંખી દીધી.
ઓવનમાંથી મૃતદેહ મળ્યો
પરિવારના લોકોએ જ્યારે બાળકી ગુમ થયાની સૂચના પોલિસને આપી, તો પોલીસે ઘરે આવીને શોધખોળ કરી. જે દરમિયાન ઓવનમાંથી બાળકીનો મૃતદોહ મળ્યો હતો. જેને અત્યારે પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ગમગીની ફેલાઇ છે. જે ક્રૃરતાપૂર્વક માાતાએ જ પોતાની દીકરીની હતયા કરી છે, તે સાંભળીને તમામ લોકોના રુંવાડા ઉભા થઇ ગયા છે. વર્તમાન સમયે પોલીસ મૃત બળકીના માતા અને પિતાની પૂછપરછ કરી રહ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ગુલશન કૌશિક તેના પરિવાર સાથે ચિરાગ દિલ્લી ગામમાં રહે છે. પરિવારમાં પત્ની ડિમ્પલ કૌશિક ઉપરાંત ચાર વર્ષનો પુત્ર અને બે મહિનાની પુત્રી અનન્યા કૌશિક હતી. ગુલશનની માતા અને ભાઈ પણ તેની સાથે રહે છે અને ઘરની નીચે કરિયાણાની દુકાન ચલાવે છે.
Tags :
babygirlChiragDilliDelhiGujaratFirstmotherkilldaughter
Next Article