પ્લે સ્ટોર પરથી ગાયબ થઈ ગઈ સૌથી લોકપ્રિય મોબાઈલ ગેમ BGMI, શું PUBGની જેમ બેન થઈ ગઈ ?
મોબાઈલ
ગેમર્સ આ સમાચારથી નિરાશ થઈ શકે છે. Google Play Store અને Apple
App Store પરથી
Battleground Mobile
India એટલે કે BGMI ગાયબ છે. એટલે કે હાલમાં એન્ડ્રોઇડ અને
iOS યુઝર્સ પોતાના સ્માર્ટફોનમાં તેને
ડાઉનલોડ કરી શકતા નથી. નોંધનીય છે કે ભારતમાં PUBG મોબાઈલ ઈન્ડિયા પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેને લોન્ચ કરવામાં આવ્યો
હતો.
ગૂગલ
પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી આ એપનું એક સાથે ગાયબ થવાથી અનેક સવાલો ઉભા થઈ
રહ્યા છે. શું કંપની કોઈ મોટું અપડેટ લાવશે કે પછી આ ગેમને પણ PUBG મોબાઈલની જેમ ભારતમાંથી પ્રતિબંધિત કરી
દેવામાં આવશે. જો કે તે હજુ પણ થર્ડ પાર્ટી એપીકે વેબસાઇટ પરથી એન્ડ્રોઇડમાં
ડાઉનલોડ કરી શકાય છે. પરંતુ તેને iPhoneમાં કોઈપણ રીતે ડાઉનલોડ કરી શકાતું નથી.
BGMI પણ એ જ કંપની હેઠળ આવે છે જે હેઠળ PUBG મોબાઈલ આવતો હતો. વાસ્તવમાં આ બંને
ગેમ્સ દક્ષિણ કોરિયાની કંપની ક્રાફ્ટન ઇન્કની છે. PUBG મોબાઈલના પ્રકાશક ચાઈનીઝ કંપની Tencent હોવાથી, ડેટા ગોપનીયતાને ટાંકીને સરકારે PUBG મોબાઈલ ઈન્ડિયા પર પ્રતિબંધ મૂક્યો
હતો.BGMI ભારતમાં લૉન્ચ થતાંની સાથે જ હિટ બની
ગઈ અને હાલમાં ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી મલ્ટિપ્લેયર બૅટલ મોબાઇલ ગેમ છે.
Google Play
Store પરથી Battleground Mobile India ના ગાયબ થવાથી, Twitter પર ગેમર્સ સમુદાય વિવિધ અટકળો લગાવી
રહ્યો છે. કેટલાક લોકો માને છે કે આ ભૂલથી થયું છે, જ્યારે કેટલાક એવું પણ કહી રહ્યા છે કે સરકાર હવે તેના પર પણ
પ્રતિબંધ લગાવી શકે છે. અમે
આ વિશે ક્રાફ્ટન ઇન્કને પૂછ્યું છે, પરંતુ હજી સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા અથવા કોઈ નિવેદન નથી. કંપનીનો
પ્રતિસાદ મળતાં જ અમે તમને અપડેટ કરીશું.