Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અઢી મિલિયનથી વધારે બાળકો ખોવાઇ ગયા, જે જોયું ખૂબ જ આઘાતજનક હતું

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા એ અભિનેત્રીમાંથી એક છે જે ક્યારેય પોતાના દેશ પર મુસીબત આવે તો પાછી પાની નથી કરતી. પણ આ વખતે પ્રિયંકાએ યુક્રેન શરણાર્થી માટે મદદ માંગી છે. પ્રિયંકાએ તાજેતરમાં તેના સેશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છો. જેમાં તે વર્લ્ડ લીડર પાસે યુક્રેનના શરણાર્થીઓમાટે મદદ માંગતી જોવા મળે છે.આ શેર કરેલ વીડિયોમાં પ્રિયંકા કહે છે કે -વિશ્વ નેતાઓ આ મારી તમને અપી
અઢી મિલિયનથી વધારે બાળકો ખોવાઇ ગયા  જે જોયું ખૂબ જ આઘાતજનક હતું
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા એ અભિનેત્રીમાંથી એક છે જે ક્યારેય પોતાના દેશ પર મુસીબત આવે તો પાછી પાની નથી કરતી. પણ આ વખતે પ્રિયંકાએ યુક્રેન શરણાર્થી માટે મદદ માંગી છે. પ્રિયંકાએ તાજેતરમાં તેના સેશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છો. જેમાં તે વર્લ્ડ લીડર પાસે યુક્રેનના શરણાર્થીઓમાટે મદદ માંગતી જોવા મળે છે.
આ શેર કરેલ વીડિયોમાં પ્રિયંકા કહે છે કે -વિશ્વ નેતાઓ આ મારી તમને અપીલ છે કે જે પણ એક્ટિવિસ્ટ અને વકીલ ઇસ્ટન યુરોપમાં યુક્રેનથી આવેલા શર્ણાર્થીઓને મદદ કરી રહ્યાં છે. તેઓને મદદ કરવા તેમે આગળ આવો. અમે યુક્રેનથી આવેલા શરણાર્થી માટે તમારી મદદ જોઇએ છે. 
પ્રિયંકાએ વધુમાં કહ્યું કે,' દરરોજ 2 મિલિયન લોકો પોતાના પડોશી દેશથી ડરીને ભાગી રહ્યાં છે, અને પોતાના માટે સુરક્ષિત જગ્યાં શોધે છે. યુક્રેનમાંથી 2.5 મિલિયન જેટલા બાળકો ખોવાઇ ગયાં છે, જે ખૂબ મોટો આંકડો છે, અને આ આંકડો સતત વધી રહ્યો છે. ખાસ કરીને નવયુવાન લોકો માટે આ એક મોટો ટ્રોમાનો સમય છે, તેઓ દરરોજ એવી વસ્તુઓ જુએ છે, જે હંમેશ માટે તેમના દિમાગમાં રહી જશે, અને તેઓ ક્યારેય પહેલા જેવું સામાન્ય જીવન નહીં જીવી શકે . તેઓએ અત્યાર સુધીમાં પોતાની આંખોથી જે જોયું તે ખૂબજ વધારે ભયાવહ છે.' 
બાળકો, ખાસ કરીને પૂર્વ યુરોપમાં, બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી ખરાબમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે આ બાળકોને તાત્કાલિક મદદ કરવાની જરૂર છે અને આ બાબત શક્ય તેટલા લોકો સુધી પહોંચાડવી જોઈએ. આ વીડિયોને શેર કરતા પ્રિયંકાએ લખ્યું, 'વિશ્વના નેતાઓ, અમારે જરૂર છે કે તમે વિશ્વભરના વિસ્થાપિત લોકો માટે ઊભા રહો જેથી  તેમને મદદ મળે. અમે દૂર ઊભા રહીને આ બધું જોઈ શકતા નથી, તેમાં ઘણો સમય લાગી રહ્યો છે.'
Advertisement

પ્રિયંકાએ આગળ કહે છે કે,' મારી જર્મની,યુકે,નોર્વે, ઓસ્ટ્રેલિયા અને બધાંજ વર્લ્ડ લીડરને અપીલ છે કે જ્યારે પણ તમે મળો તો આ વાત પર જરુર વિચાર કરો. મારી એ તમામ લોકોને પણ વિનંતી છે કે જે પણ લોકો આ વીડિયો જોઇ રહ્યાં છે. તે આને વધુ શેર કરે જેથી વધારે લોકોને મદદ મળી શકે. આપણે આવા સમયે એકબીજાંની મદદ કરવી જોઇએ. અક બીજાનો સાથ આપવો જોઇએ. આકદાચ અત્યાર સુધીની સૌથા મોટી ક્રાઇસિસ છે '. 
 
આ પહેલાં પણ પ્રિયંકાએ યુક્રેનની મદદ કરવાં ગ્લોબલ સિટિઝન સપોર્ટ કેમ્પિયન ચલાવ્યું હતું. જેમાં તેણે 'સ્ટેન્ડ અપ ફોર યુક્રેન મુવમેન્ટ' ચલાવી હતી. 
Tags :
Advertisement

.