Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખાનગી હોસ્પિટલના 800થી વધુ તબીબોની BUના વિરોધમાં રેલી

અમદાવાદમાં AMC સામે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન્સ (આહના)નો વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયો છે. સી. ફોર્મ સર્ટિફિકેટમાં પડતી તકલીફો સામે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વલ્લભ સદન ખાતે રેલી યોજી ખાનગી હોસ્પિટલના તબીબો વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા છે.   કોરોના સમયગાળામાં જે તબીબો દર્દીઓની સારવાર કરતા જોવા મળી રહ્યા હતા, તે આજે રસ્તા પર બેનરો સાથે વિરોધ પ્રદર્શન
06:05 AM Mar 22, 2022 IST | Vipul Pandya

અમદાવાદમાં AMC સામે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન્સ (આહના)નો વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયો છે. સી. ફોર્મ સર્ટિફિકેટમાં પડતી તકલીફો સામે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વલ્લભ સદન ખાતે રેલી યોજી ખાનગી હોસ્પિટલના તબીબો વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા છે.  

 

કોરોના સમયગાળામાં જે તબીબો દર્દીઓની સારવાર કરતા જોવા મળી રહ્યા હતા, તે આજે રસ્તા પર બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં આહના સાથે જોડાયેલા ખાનગી હોસ્પિટલના 800 તબીબો રેલીમાં જોડાયા છે. તેમની માંગ છે કે, AMC સી ફોર્મના નિયમો હળવા કરે. સવારની મેડિકલ ઓપીડી બંધ રાખી તબીબો અને મેડિકલ સ્ટાફે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા તબીબના જણાવ્યા અનુસાર, "આ મહિનાની અંતિમ તારીખે 500થી વધુ હોસ્પિટલના સી ફોર્મ રદ થઇ જશે. જેના કારણે 15 હજારથી વધુ તબીબો બેકાર થઇ જશે. અમારી એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે પણ હોસ્પિટલ છે તેના સી. ફોર્મ આપી દેવા જોઇએ. અત્યાર સુધી તેની માંગણી નહતી. અને અચાનક આવી માંગણી ઉભી કરી દેવામાં આવી છે. વળી અમને સરકાર સામે કોઇ વિરોધ નથી, અમારી માત્ર એટલી જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ તમામ હોસ્પિટલના સી. ફોર્મ રિન્યુ કરી આપે." વળી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા જે બિલ્ડિંગમાં BU ન હોય ત્યા જે તે સમયે અસ્તિત્વમાં હોય તે કાયદા પ્રમાણે નાના મોટા સ્ટ્રક્ચરમાં બદલાવ કરાવી BU આપવામાં મદદ કરવામાં આવે, તેવી માંગણી પણ તબીબોએ ઉઠાવી છે. 



Tags :
AhmedabadBannerBUdoctorsGujaratGujaratFirstPrivateHospitalRally
Next Article