ગોંડલમાં યોજાયેલ પોલીસ તંત્ર દ્વારા લોન મેળામાં 600 થી વધારે અરજીઓ આવી
ગોંડલ ખાતે રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક ઝાલા સહિતના પોલીસ તંત્ર દ્વારા ગોંડલ ખાતે વ્યાજ ખોરો વિરુદ્ધ માં જે સરકારનું મહા અભ્યાન ચાલી રહ્યું છે એ અંતર્ગત ગોંડલ ખાતે પોલીસ દ્વારા લોન મેળા નું આયોજન કરવામાં આવેલ હતું એ લોન મેળવવામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સાથે સાથે 600 થી વધારે પોલીસ ને અરજી મળેલી હોય એ તમામ અરજી
ગોંડલ ખાતે રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક ઝાલા સહિતના પોલીસ તંત્ર દ્વારા ગોંડલ ખાતે વ્યાજ ખોરો વિરુદ્ધ માં જે સરકારનું મહા અભ્યાન ચાલી રહ્યું છે એ અંતર્ગત ગોંડલ ખાતે પોલીસ દ્વારા લોન મેળા નું આયોજન કરવામાં આવેલ હતું એ લોન મેળવવામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સાથે સાથે 600 થી વધારે પોલીસ ને અરજી મળેલી હોય એ તમામ અરજીઓ ને તમામ પ્રકારની બેંકના પ્રતિનિધિઓને રજૂ કરવામાં આવેલી છે, એ તમામ અરજીઓ બેંકો વેરીફાઈ કરશે અને સરકારના તમામ જે સંસ્થાગત ઇન્સ્ટ્રુમેન્ટ છે એના મારફતે લોકોને લોનની સુવિધા કરવામાં આપશે.
સાથે સાથે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને લોન જોઈતી હોય તો તાત્કાલિક પોલીસનાં લોન મેળાનો સંપર્ક કરી શકે છે અને પોલીસ તમામ બેંકો અને કોપરેટીવ બેંકના સહકારથી જરૂરિયાત મંદો ને સસ્તા અને વ્યાજબી રેટ ઉપર લોનની સુવિધા કરાવશે.
અત્યાર સુધી રાજકોટ રેન્જમાં 200થી વધારે ફરિયાદ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી છે 270 થી વધારે આરોપીઓ ને પકડવામાં આવેલા છે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને પ્રજાજનો વિનંતી કરાઈ હતી કે જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે તે તાત્કાલિક પોલીસ નો કોન્ટેક્ટ કરે તો પોલીસ દ્વાર આરોપી ઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું અંત માં જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement