કોરોના વાયરસના પ્રકોપ બાદ થયું સંશોધન, ભારત સહિત દુનિયાના સમુદ્રોમાં 5500 કરતા વધારે વાયરસ મળ્યા
એક નવા અભ્યાસમાં દુનિયાભરના મહાસાગરોમાં વાયરસની 5500થી વધુ નવી પ્રજાતિઓ મળી આવી છે. કોરોના વાયરસથી મુસીબતમાં મુકાાયેલી દુનિયા માટે આ વધુ એક ખતરનાક સમાચાર છે. આશ્ચર્યની વાત એ છે કે આ તમામ વાયરસ કોરોના વાયરસ જેવા આરએનએ વાયરસ છે. આ વાયરસ ભારતના દરિયામાં પણ જોવા મળ્યા છે. ખાસ કરીને અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં આવા વાયરસ હોવાની પુષ્ટિ થઇ છે.ધ ઓહિયો સ્ટેટ યુનિવર્àª
એક નવા અભ્યાસમાં દુનિયાભરના મહાસાગરોમાં વાયરસની 5500થી વધુ નવી પ્રજાતિઓ મળી આવી છે. કોરોના વાયરસથી મુસીબતમાં મુકાાયેલી દુનિયા માટે આ વધુ એક ખતરનાક સમાચાર છે. આશ્ચર્યની વાત એ છે કે આ તમામ વાયરસ કોરોના વાયરસ જેવા આરએનએ વાયરસ છે. આ વાયરસ ભારતના દરિયામાં પણ જોવા મળ્યા છે. ખાસ કરીને અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં આવા વાયરસ હોવાની પુષ્ટિ થઇ છે.
ધ ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજીના પ્રોફેસર મેથ્યુ સુલિવાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમુદ્રમાંથી મળેલા વાયરસ ખૂબ જ અલગ છે. આ બધા નવા વર્ગના છે. તેમાંથી એક ટારાવિરિકોટા (Taraviricota) નામનો વાયરસ તમામ સમુદ્રમાં મળી આવ્યો છે. એટલે કે વિશ્વના દરેક મહાસાગરમાં તેની હાજરી નોંધવામાં આવી છે. જો કે ઇકોલોજીના દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોના મહામારીના કારણે અન્ય RNA વાયરસની શોધ અને અભ્યાસ માટે વિજ્ઞાનીઓને પ્રેરિત કર્યા છે.
મેથ્યુ સુલિવાને કહ્યું કે આ 5500 આરએનએ વાયરસ ખૂબ જ નાની સંખ્યા છે. હજુ દિશામાં વધારે સંશોધન કરવાનું છે. તયારબાદ કદાચ આપણને લાખો નવા વાયરસ મળશે. આ વાયરસ સંબંધિત એક અભ્યાસ તાજેતરમાં જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકોએ વાયરસની શોધ માટે વિશ્વના 121 મહાસાગરોના પાણીના 35 હજાર સેમ્પલ લીધા હતા. આ તમામ વૈજ્ઞાનિકો દરિયાઈ આબોહવા પરિવર્તનનો અભ્યાસ કરવા માટે તારા ઓશિયન્સ કન્સોર્ટિયમ નામના વૈશ્વિક પ્રોજેક્ટનો ભાગ છે.
વૈજ્ઞાનિકોએ દરિયાઈ પ્લાન્કટોન (Planktons)ના આનુવંશિક ક્રમનો અભ્યાસ કર્યો. આ આરએનએ વાયરસ તેમની અંદર મળી આવ્યા છે. તમામ RNA વાયરસમાં એક પ્રાચીન જનીન RdRp જોવા મળ્યું છે, પરંતુ તે અન્ય વાયરસ અને કોષોમાં જોવા મળતું નથી. વૈજ્ઞાનિકોએ 44 હજાર જનીનોનો ક્રમ બનાવ્યો, પરંતુ જાણવા મળ્યું છે કે RdRp જનીન અબજો વર્ષ જૂનું છે. તે એટલું જૂનું છે કે તેની ઉત્પત્તિ અને વંશાવલી શોધવામાં ઘણો સમય લાગશે.
મેથ્યુએ કહ્યું કે શોધાયેલ 5500 થી વધુ નવા આરએનએ વાયરસનું પાંચ પ્રજાાતિમાં વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટારાવિરિકોટા, પોમિવિરિકોટા, પેરાક્સેનોવિરિકોટા, વામોવિરિકોટા અને આર્ક્ટીવિરિકોટાનો સમાવેશ થાય છે. ટારાવિરિકોટા તમામ સમુદ્રમાં હાજર જોવા મળ્યો છે. જ્યારે આર્ક્ટીવિરિકોટા ઉત્તર ધ્રુવ પરના આર્કટિક સમુદ્રમાં જ જોવા મળ્યો હતો. હવે એ વાતનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કે પ્રાચીન જનીન RdRp પૃથ્વી પર કેવી રીતે આવ્યું, કેટલી વખત વિકસ્યું, તેનું કાર્ય શું છે, શું આ વાયરસ અને આ પ્રાચીન જનીન મનુષ્ય માટે ખતરો બની શકે છે?
Advertisement