Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબી પાસે ગાઢ ધુમ્મસના લીધે એક સાથે 30થી વધુ વાહનોનો અક્સ્માત

મોરબી (Morbi)માં ઠંડીનું જોર ઘટતા ધુમ્મસ વધી રહ્યું છે. મોરબીના હળવદ માળીયા હાઇવે પર એક સાથે ત્રીસ થી વધુ વાહનો એક બીજા સાથે અથવા ડીવાઈડર સાથે અથડાયા હતા. જેના કારણે  ટ્રાફિક જામ થતાં પોલીસ દ્વારા ક્લિયર કરાવવા કવાયત શરૂ કરાઇ હતી. પરોઢિયે ગાઢ ધુમ્મસના કારણે અક્સ્માતની હારમાળામોરબીના હળવદ માળીયા હાઇવે પર અણીયાળી નજીક આજે પરોઢિયે ગાઢ ધુમ્મસના કારણે અક્સ્માતની હારમાળા સર્જાઈ હતી અનà
06:13 AM Feb 07, 2023 IST | Vipul Pandya
મોરબી (Morbi)માં ઠંડીનું જોર ઘટતા ધુમ્મસ વધી રહ્યું છે. મોરબીના હળવદ માળીયા હાઇવે પર એક સાથે ત્રીસ થી વધુ વાહનો એક બીજા સાથે અથવા ડીવાઈડર સાથે અથડાયા હતા. જેના કારણે  ટ્રાફિક જામ થતાં પોલીસ દ્વારા ક્લિયર કરાવવા કવાયત શરૂ કરાઇ હતી.
 પરોઢિયે ગાઢ ધુમ્મસના કારણે અક્સ્માતની હારમાળા
મોરબીના હળવદ માળીયા હાઇવે પર અણીયાળી નજીક આજે પરોઢિયે ગાઢ ધુમ્મસના કારણે અક્સ્માતની હારમાળા સર્જાઈ હતી અને ત્રણ કાર, ટ્રાવેલ્સ મળી કુલ ત્રીસ જેટલા વાહનો એક બીજા સાથે અથવા તો ડીવાઈડર સાથે અથડાયા હતા અને અક્સ્માતનો ભોગ બન્યા છે. જો કે આ અકસ્માતનું મુખ્ય કારણ ધુમ્મસ માનવામાં આવી રહ્યું છે. હાલ સુધી કોઈના મોતની માહિતી સામે નથી આવી પરંતુ ઘટનાને લીધે મુખ્ય ધોરીમાર્ગ ગણાતા કચ્છ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ટ્રાફિક કલીયર કરાવવા પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી 
 ઘટનાની જાણ મોરબી એસપી રાહુલ ત્રિપાઠીને કરવામાં આવતા તેઓએ જાતે ઘટનાની ઝીણવપૂર્વક ની માહિતી મેળવી ટ્રાફિક કલીયર કરાવવા મોરબી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી ગઈ છે.
પોલીસે શરુ કરી તપાસ 
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજે ધુમ્મસનું વાતાવરણ રહ્યું હતું છેલ્લા બેદિવસથી ધુમ્મસના લીધે અક્સ્માતમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી નજીક હળવદ માળીયા હાઇવે પર એક સાથે ત્રીસ વાહનોને અક્સ્માત સર્જતા અચરજ સર્જાયું હતું.હાલ માળીયા પોલીસે બનાવની નોંધ કરી આગળની ઉંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો---સુરતમાં કાપડ એક્સપોર્ટ અને રિઅલ એસ્ટેટ સાથે જોડાયેલા જૂથ પર આવકવેરાના દરોડા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AccidentFogGujaratFirstmorbi
Next Article