Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

20 દિવસમાં 30 કરોડ ઝંડાનું નિર્માણ, આટલા કરોડનો થયો કારોબાર

દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વર્ષે સરકારે સ્વતંત્રતા દિવસની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરી, આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) અભિયાન હેઠળ દેશભરમાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત દેશવાસીઓને 13 થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ કરવામાં આવી હતી.હર ઘર ત્રિરંગા અભિયાનથી ત્રિરંગાના વેચાણ પર ખાસ્સી અસર પડી છે. ગત વર્ષોની તુલનાએ આ વર્ષે ત્રàª
20 દિવસમાં 30 કરોડ ઝંડાનું નિર્માણ  આટલા કરોડનો થયો કારોબાર
દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વર્ષે સરકારે સ્વતંત્રતા દિવસની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરી, આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) અભિયાન હેઠળ દેશભરમાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત દેશવાસીઓને 13 થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ કરવામાં આવી હતી.
હર ઘર ત્રિરંગા અભિયાનથી ત્રિરંગાના વેચાણ પર ખાસ્સી અસર પડી છે. ગત વર્ષોની તુલનાએ આ વર્ષે ત્રિરંગાનો વેપાર અનેક ગણો વધી ગયો છે. આ અભિયાન હેઠળ સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં 30 કરોડથી વધારે ત્રિરંગાનું વેચાણ થઈ ચુક્યું છે. આ અભિયાનથી સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગોને સારો ફાયદો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં 500 કરોડ રૂપિયાથી પણ વધારેનો કારોબાર થઈ ચુક્યો છે. વ્યાપક સ્તરે ત્રિરંગા નિર્માણથી 10 લાખથી વધારે લોકોને રોજગારી મળી. આ જાણકારી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ આપી છે.
CAITએ જાણકારી આપી છે કે, વડાપ્રધાન મોદીની આ પહેલથી આ વર્ષે 30 કરોડથી પણ વધારે ઝંડાનું વેચાણ થઈ ચુક્યું છે. જેમાં 500 કરોડ રૂપિયાથી વધારેનો વેપાર થયો છે. CAITના અધ્યક્ષ બીસી ભારતીય અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, હર ઘર ત્રિરંગા અભિયાને ભારતીય ઉદ્યમીઓની ક્ષમતાનું સામર્થ્ય બતાવ્યું છે. જેમણે લોકોની વચ્ચે ત્રિરંગાની અભૂતપૂર્વ માંગને પૂર્ણ કરતા લગભગ 20 દિવસના રેકોર્ડ સમયમાં જ 30 કરોડથી વધારે ઝંડાનું નિર્માણ કર્યું. સંસ્થાએ જણાવ્યું કે, છેલ્લા 15 દિવસોમાં તેમણે અને અન્ય ટ્રેડ સંગઠનોએ સમગ્ર દેશમાં 3 હજારથી વધારે ત્રિરંગા કાર્યક્રમ આયોજીત કરાવ્યા છે.
તેમણે જણાવ્યું કે, ગત વર્ષોમાં સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગાનું વેચાણ વાર્ષિક આશરે 150-200 કરોડ પુરતું સિમિત રહેતું હતું. પરંતુ હર ઘર ત્રિરંગા અભિયાને તેમાં અનેક ગણો વધારો કરી દીધો છે. આ અભિયાનની સફળતાનું પ્રમાણ ઘરે ઘરે જોવા મળ્યું છે અને લોકોએ ઘણાં ગર્વ સાથે પોતાના રાષ્ટ્ર ધ્વજને શાનથી લહેરાવ્યો છે. CAITએ જણાવ્યું કે, 2022માં ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયામાં સંશોધનથી ધ્વજની ઉપલબ્ધતા સરળ બની અને 10 લાખથી વધારે લોકોને રોજગારી મળી છે.
Advertisement
Tags :
Advertisement

.