જે બાળકની ડેડબોડી મે હોસ્પિટલમાં પહોંચાડી, તેની માતા મારી સામે રડતી હતી, તેને કંઈ રીતે કહું તમારો છોકરો હવે નથી રહ્યો.....
15 બાળકોને મોતના મુખમાંથી દેવા ભાઈએ બહાર કાઢ્યાચા વેચીને પેટિયું રળતા રિયલ હિરોએ સેવા ધર્મ બજાવ્યો મૃતદેહને હોસ્પિટલમાં પહોંચાડવાની માનવીય સેવા આપીમોરબી પુલ હોનારત (Morbi tragedy) આ સદીના લોકો ક્યારેય નહી ભૂલી શકે અને મોરબીવાસીઓ તો ક્યારેય ભુલશે નહી. એક તરફ દુર્ઘટના ઘટી તો બીજી તરફ સ્થાનિક લોકો માનતાનો ધર્મ અપનાવી બચાવકાર્યમાં લાગી ગયા હતા. આ લોકો છે મોરબી ઘટનાના રિઅલ હીરો અને તે પૈકી
- 15 બાળકોને મોતના મુખમાંથી દેવા ભાઈએ બહાર કાઢ્યા
- ચા વેચીને પેટિયું રળતા રિયલ હિરોએ સેવા ધર્મ બજાવ્યો
- મૃતદેહને હોસ્પિટલમાં પહોંચાડવાની માનવીય સેવા આપી
મોરબી પુલ હોનારત (Morbi tragedy) આ સદીના લોકો ક્યારેય નહી ભૂલી શકે અને મોરબીવાસીઓ તો ક્યારેય ભુલશે નહી. એક તરફ દુર્ઘટના ઘટી તો બીજી તરફ સ્થાનિક લોકો માનતાનો ધર્મ અપનાવી બચાવકાર્યમાં લાગી ગયા હતા. આ લોકો છે મોરબી ઘટનાના રિઅલ હીરો અને તે પૈકીના એક પુલ પાસે જ રવિવારી બજારમાં ચા વેચતા દેવા ભાઈએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી હતી. તેમણે ખડે પગે આખી રાત સેવા આપી હતી અને તેમણે ચીસાચીસ અને પુલની જાળી પર લટકેલા લોકો... આવું દ્રશ્ય મેં જીંદગીમાં ક્યારેય નથી જોયું.
મારી જીંદગીમાં આવું દ્રશ્ય જોયું નથી
હું ચા વેચું છું મારી સામે પુલનો એક ભાગ તુટ્યો ચીસાચીસ ઉઠી મેં મારી જીંદગીમાં આવું દ્રશ્ય જોયું નથી. કેટલાક છોકરા લઈ આવ્યો કેટલીક મહિલાને બચાવી, એક ગર્ભવતી મહિલા જોઈ જોઈને આંખમાં આસુ આવી જાય, એક છોકરાની ડેડબોડી લાવ્યો તેની માતા દિકરીને શોધવા માટે રડતી હતી હું તેને કંઈ રીતે કહું કે તમારો છોકરો હવે નથી રહ્યો. આખી રાત સેવા કરી હતી. 15 થી 20 લોકોને કાઢ્યા. માહોલ ખુબ ગંભીર હતું. હૃદયકંપી ઉઠે તેના પર કાબુ રાખવો પડે.
Advertisement