Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબીની નાની બાળકીએ વડાપ્રધાનને ભેટમાં શિવલીંગ આપી શું કહ્યું

મોરબી જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખની દિકરી રાગી કૈલા નામની બાળાએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રુબરુ મળીને મહિષાસુર મર્દિની સ્તોત્ર સંભળાવીને વડાપ્રધાનને ખુશ કરી દીધા હતા. રાગી કૈલાએ વડાપ્રધાનને શિવલીંગ પણ ભેટ આપ્યું હતું.રાજયના અલગ અલગ જીલ્લાના 17 પદાધીકારીઓ તાજેતરમાં દિલ્હીની મુલાકાતે ગયા હતા,જેમાં મોરબી જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ જાનકીબેન કૈલા અને તેમના પતિ જીગ્નેશ
મોરબીની નાની બાળકીએ વડાપ્રધાનને ભેટમાં શિવલીંગ આપી શું કહ્યું
મોરબી જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખની દિકરી રાગી કૈલા નામની બાળાએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રુબરુ મળીને મહિષાસુર મર્દિની સ્તોત્ર સંભળાવીને વડાપ્રધાનને ખુશ કરી દીધા હતા. રાગી કૈલાએ વડાપ્રધાનને શિવલીંગ પણ ભેટ આપ્યું હતું.
રાજયના અલગ અલગ જીલ્લાના 17 પદાધીકારીઓ તાજેતરમાં દિલ્હીની મુલાકાતે ગયા હતા,જેમાં મોરબી જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ જાનકીબેન કૈલા અને તેમના પતિ જીગ્નેશ કૈલાના પરિવારનો પણ સમાવેશ થાય છે. જાનકીબેન કૈલા અને જીગ્નેશ કૈલાની નાની પુત્રી રાગી કૈલા પણ તેમના આ પ્રવાસમાં સાથે હતી. જીલ્લા પંચાયતના સભ્યોને તેમના જીલ્લામાં વિકાસના કેવા કામો થાય છે અને કેવું કામ ચાલી રહ્યું છે તેની જાણકારી મેળવવા વડાપ્રધાન સાથે બેઠક યોજાઇ હતી. દરમિયાન જાનકીબેન અને જીગ્નેશભાઇ પુત્રી રાગી સાથે વડાપ્રધાનને મળ્યા હતા રુબરુ મુલાકાતમાં નાની દિકરી રાગીએ વડાપ્રધાનને પોતાના સ્વમુખે મહિષાસુર મર્દિની સ્તોત્ર સંભળાવ્યું હતું ,જે સાંભળીને વડાપ્રધાન ખુશ થઇ ગયા હતા અને બાળકીના માથે હાથ ફેરવી તેનું અભિવાદન કર્યું હતું. બાળકી રાગીએ વડાપ્રધાનને સાથે લાવેલું શિવલિંગ પણ ભેટમાં  આપ્યું હતું. 
બાળકી રાગીએ વડાપ્રધાનને શિવલિંગ ભેટમાં આપીને કહ્યું હતું કે તમે તમારા ખીસ્સામાં આ શિવલીંગ રાખજો અને ફરી વાર જયારે  હું તમને મળું ત્યારે આ શિવલીંગ મને બતાવજો. વડાપ્રધાને બાળકી સાથે ઘણી વાતચીત કરી હતી અને તેના માતા પિતાને પણ નાની વયમાં બાળકમાં રહેલા સંસ્કારો વિશે અભિનંદન પાઠવ્યા હતા. બાળકીએ વડાપ્રધાનને સ્તોત્ર સંભળાવ્યું ત્યારે ત્યાં હાજર રહેલી દરેક વ્યકતી દંગ થઇ ગઇ હતી. 
Advertisement
Tags :
Advertisement

.