Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટ રેન્જ આઇજી દ્વારા મોરબી સિરામિક યુનિટની મુલાકાત લેવાઈ

મોરબી સિરામિક ઉદ્યોગ પર હાલમાં મંદીના માહોલના કારણે માઠી  અસર જોવા મળી છે. એક તરફ મંદી અને બીજી તરફ ભારે દંડના કારણે ઘણા યુનીટ બંધ થઇ ગયા છે. જેને લઈ થોડા સમય પહેલા મોરબી સિરામિક ઉધોગના પ્રશ્નો લઇને સિરામીક એસોશિએશન દ્વારા મુખ્યપ્રધાનની સાથે મુલાકાત કરવામાં આવી હતી  મોરબી સિરામિક ઉધોગની 2200 કરોડથી વધુની રકમ છેતરપીંડી સહિતના કારણોસર હાલ ફસાયેલી છે જે પરત આવતી નથી.રાજકોટ રેન્જ આઈજ
01:56 PM Feb 15, 2023 IST | Vipul Pandya
મોરબી સિરામિક ઉદ્યોગ પર હાલમાં મંદીના માહોલના કારણે માઠી  અસર જોવા મળી છે. એક તરફ મંદી અને બીજી તરફ ભારે દંડના કારણે ઘણા યુનીટ બંધ થઇ ગયા છે. જેને લઈ થોડા સમય પહેલા મોરબી સિરામિક ઉધોગના પ્રશ્નો લઇને સિરામીક એસોશિએશન દ્વારા મુખ્યપ્રધાનની સાથે મુલાકાત કરવામાં આવી હતી  મોરબી સિરામિક ઉધોગની 2200 કરોડથી વધુની રકમ છેતરપીંડી સહિતના કારણોસર હાલ ફસાયેલી છે જે પરત આવતી નથી.

રાજકોટ રેન્જ આઈજી દ્વારા સૌથી મોટા સિરામિક પ્લાન્ટની મુલાકાત 
આં ઉપરાંત મોરબી સિરામિક ઉધોગમાં થતા ફ્રોડને લઈને રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા મોરબીના સૌથી મોટાં પ્લાન્ટ ની ગણત્રીમાં આવતા  ઇબિઝા સિરામિક ની ખાસ મુલાકાત લીધી હતી જેમાં સિરામિક યુનિટ નાં માલિક જીગ્નેશ કૈલા તેમજ અન્ય ભાગીદારો હાજર રહ્યા હતા અને જીગ્નેશ કૈલા એ મોરબી સિરામિક યુનિટો માં બનતી ટાઇલ્સ કઈ રીતે દેશ વિદેશ સુધી પહોંચે અને અને ટાઇલ્સ કાઈ રીતે બનાવવામાં આવે છે તેની પણ ઉંડાણપૂર્વક માહિતી આપી હતી જેમાં રેન્જ આઇજી અશોક કુમાર યાદવ પણ રસ દાખવી સમગ્ર માહિતી મેળવી હતી સાથે પણ મુલાકાત કરી હતી. જે બાદ આજે રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા સિરામિક યુનિટની મુલાકાત લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ મોરબી જિલ્લાની ખાસ મુલાકાત પર છે ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગ ને સ્પર્શતા તમામ પ્રશ્નો અને પોલીસ વેપારીઓની મદદ માટે હમેશાં તત્પર છે તેવો વિશ્વાસ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ  મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CeramicGujaratFirstmorbiRajkotRangeIGUnitVisited
Next Article