Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંકીપોક્સે વધારી વિશ્વમાં ચિંતા, 23 દેશોમાં ફેલાઈ આ બીમારી

દુનિયા હજુ કોરોના (Corona) મહામારીથી પૂરી રીતે બહાર આવી પણ નથી ત્યારે મંકીપોક્સ વાયરસે (Monkeypox Virus) ચિંતામાં વધારો કર્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, મંકીપોક્સ વાયરસ 23 દેશોમાં ફેલાયો છે અને આ દેશોમાં લગભગ 257 કેસની પુષ્ટિ થઈ છે. આ સિવાય 120થી વધુ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. મંકીપોક્સના કેસો એવા દેશોમાં પણ જોવા મળ્યા છે જ્યાં આ પહેલાં ક્યારેય આ વાયરસનું સાંભળવામાં આવ્યું નથી. એક નિવેદનમાં, વૈશ્વિ
મંકીપોક્સે વધારી વિશ્વમાં ચિંતા  23 દેશોમાં ફેલાઈ આ બીમારી
દુનિયા હજુ કોરોના (Corona) મહામારીથી પૂરી રીતે બહાર આવી પણ નથી ત્યારે મંકીપોક્સ વાયરસે (Monkeypox Virus) ચિંતામાં વધારો કર્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, મંકીપોક્સ વાયરસ 23 દેશોમાં ફેલાયો છે અને આ દેશોમાં લગભગ 257 કેસની પુષ્ટિ થઈ છે. 
આ સિવાય 120થી વધુ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. મંકીપોક્સના કેસો એવા દેશોમાં પણ જોવા મળ્યા છે જ્યાં આ પહેલાં ક્યારેય આ વાયરસનું સાંભળવામાં આવ્યું નથી. એક નિવેદનમાં, વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે, મંકીપોક્સની અચાનક હાજરી ઘણા દેશોમાં એકસાથે દેખવા મળી રહી છે, જ્યાં આ રોગ સામાન્ય રીતે જોવા પણ મળતો નહતો, તે તાજેતરની વધતી ઘટનાઓ સૂચવે છે. WHO એ પણ ચેતવણી આપી હતી કે, મંકીપોક્સ રોગ હવે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય માટે "મધ્યમ જોખમ" બની રહ્યો છે.
આરોગ્ય એજન્સીએ જણાવ્યું હતું કે, "જો આ વાયરસ પોતાને માનવ રોગકારક તરીકે સ્થાપિત કરવાની તકનો ઉપયોગ કરે છે અને ગંભીર બીમારીના ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોમાં ફેલાય છે, જેમ કે નાના બાળકો અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓ, ત્યારે જાહેર આરોગ્યનું જોખમ વધારે હોઈ શકે છે." 26 મે સુધીમાં, 23 સભ્ય દેશોમાંથી કુલ 257 પુષ્ટિ થયેલા કેસો અને 120 શંકાસ્પદ કેસ નોંધાયા છે જે વાયરસ માટે સ્થાનિક નથી. WHOએ કહ્યું કે, હજુ સુધી કોઈ મૃત્યુની જાણ નથી થઈ.  
ઉલ્લેખનીય છે કે, મંકીપોક્સ વાયરસ કે જેણે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે વધુ એક નવી બીમારીએ કેરળમાં હાહાકાર મચાવ્યો છે. કેરળમાં ટોમેટો ફ્લૂ (Tomato Flu) પછી વેસ્ટ નાઈલ વાયરસ ફેલાઈ ગયો છે. કેરળમાં વેસ્ટ નાઇલ ફીવરથી 47 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ વાયરસથી ત્રણ વર્ષ પછી કેરળમાં કોઈ મૃત્યુ થયું છે. અગાઉ 2019માં 6 વર્ષના બાળકનું પણ આ તાવથી મોત થયું હતું.
Advertisement
Tags :
Advertisement

.