Mom to be આલિયા ભટ્ટનો ઉત્સાહ તો જુવો શું લખ્યું શરારા પર?
હાલમાં જ નીતૂ કપૂરની પુત્રવહૂ બની ચૂકેલી આલિયા ભટ્ટ (Alia Bhatt) હાલ પોપ્યુલારિટીના મામલે દિપિકા-કેટરિના પર ભારે પડી રહી છે. રણબીર કપૂર સાથે લગ્ન (Alia Bhatt-Ranbir Kapoor Wedding) બાદ આ કપલ સતત ચર્ચામાં રહ્યું. તેમ પણ જ્યારે લગ્નના ત્રીજાં જ મહિને પોતાની પ્રેગ્નન્સીના ન્યૂઝ આપીને આલિયાએ તમામ લાઇમલાઇટને પોતાના તરફ કરી દીધી છે.હાલમાં જ ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં આવી ચૂકેલા આલિયા ભટ્ટ અને રણબીર à
Advertisement

હાલમાં જ નીતૂ કપૂરની પુત્રવહૂ બની ચૂકેલી આલિયા ભટ્ટ (Alia Bhatt) હાલ પોપ્યુલારિટીના મામલે દિપિકા-કેટરિના પર ભારે પડી રહી છે. રણબીર કપૂર સાથે લગ્ન (Alia Bhatt-Ranbir Kapoor Wedding) બાદ આ કપલ સતત ચર્ચામાં રહ્યું. તેમ પણ જ્યારે લગ્નના ત્રીજાં જ મહિને પોતાની પ્રેગ્નન્સીના ન્યૂઝ આપીને આલિયાએ તમામ લાઇમલાઇટને પોતાના તરફ કરી દીધી છે.
હાલમાં જ ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં આવી ચૂકેલા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક મંચ પર જોવા મળી રહ્યા હતા. આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરણ જોહર, મૌની રોય શુક્રવારે હૈદરાબાદ ગયા હતા.ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે આખી સ્ટારકાસ્ટ ત્યાં પહોંચી હતી.નાગાર્જુન આ ફિલ્મનો એક ભાગ છે.
જો કે, અહીં સૌથી વધુ આકર્ષણનું બિંદુ આલિયા ભટ્ટ હતી.માતા બનેલી આલિયા ભટ્ટે આ દરમિયાન પિંક કલરનો સૂટ પહેર્યો હતો, જેની પાછળ બેબી ઓન બોર્ડ લખેલું હતું .
Advertisement
આલિયાના આ સુંદર ગુલાબી સૂટના વખાણ કરીએ તેટલા ઓછા છે. આ સૂટ એટલા માટે પણ ખાસ હતો કારણ કે તેની પાછળની બાજુએ 'બેબી ઓન બોર્ડ' (Alia bhatt wears pink suit text Baby On Board) લખેલું હતું, જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આલિયાએ ફરીને ફેન્સને આ ટેગલાઈન બતાવી. ચાહકોને આલિયાની આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી હતી. જોકે ઘણા આવે પણ ચાહકો હતા જેઓને આલિયાની આ શૈલી પસંદ ન આવી. તે જ સમયે, રણબીર કપૂરે પ્રમોશન દરમિયાન ચાહકોને પ્રભાવિત કરવા માટે તેલુગુ ભાષામાં ભાષણ પણ આપ્યું હતું.
Advertisement