Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મમ્મીએ મારી ચોકલેટ ચોરી છે, મને મારે છે તેને જેલમાં પૂરી દો... 2 વર્ષના બાળકની પોલીસને ફરિયાદ

પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદો આવતી હોય તે ખૂબ જ સ્વાભાવિક છે. પરંતુ જ્યારે 2 વર્ષનો બાળક ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે તો? જીહા, આવું જ કઇંક મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં જોવા મળ્યું છે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક ખૂબજ હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના દેડતલાઈમાં એક બાળક તેની માતા વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ સ્àª
02:53 AM Oct 18, 2022 IST | Vipul Pandya
પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદો આવતી હોય તે ખૂબ જ સ્વાભાવિક છે. પરંતુ જ્યારે 2 વર્ષનો બાળક ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે તો? જીહા, આવું જ કઇંક મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં જોવા મળ્યું છે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક ખૂબજ હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના દેડતલાઈમાં એક બાળક તેની માતા વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બાળકે માત્ર તેની માતા વિરુદ્ધ ચોરીની ફરિયાદ જ નથી નોંધાવી પરંતુ મારપીટની પણ ફરિયાદ કરી છે. બાળકની માસૂમિયત જોઇને પોલીસ સ્ટેશનમાં હાજર દરેક લોકો હસી પડ્યા.
માસૂમની માસૂમિયત
પોતાની જ માતાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલા માસૂમનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વિચિત્ર કિસ્સો મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં 2 વર્ષના માસૂમ બાળકને તેની માતાએ માર માર્યો હતો. જેનાથી નારાજ થઈને માસૂમ બાળક પોલીસ સ્ટેશન પહોંચ્યો અને માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આ કેસનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયોને કોમેન્ટ સાથે શેર પણ કરી રહ્યા છે. આ મામલો બુરહાનપુરના ખાકનાર પોલીસ સ્ટેશન વિસ્તારના દેડતલાઈ ગામનો છે. 2 વર્ષનો સદ્દામ તેની માતાના ઠપકથી ગુસ્સે થઈને ફરિયાદ કરવા તેના જ ઘરની નજીક દેડતલાઈ પોલીસ ચોકી પહોંચ્યો હતો. આ જોઈને પોલીસકર્મીઓ દંગ રહી ગયા હતા. વળી આ માસૂમ બાળકની માસૂમિયત જોઇને પોલીસકર્મી પોતાનું હસવું પણ રોકી ન શક્યા.
મારે કાજલ નથી લગાવી તો પણ તે લગાવે છે : બાળક
બાળક પોતાની ફરિયાદ લઈને ચોકી પહોંચ્યું અને ફરિયાદ લખવાની જીદ કરી હતી. તેનો વિડીયો ઘણો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે બાળક પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મીને ફરિયાદ કરી રહ્યો છે અને મહિલા પોલીસકર્મી તેની ફરિયાદ લખી રહી છે. મહત્વનું છે કે, બુરહાનપુરના દેડતલાઈ ગામનો 2 વર્ષનો માસૂમ બાળક રવિવારે તેના પિતા સાથે તેની માતા વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બાળકના પિતાએ જણાવ્યું કે, રવિવારે બપોરે બાળકની માતા તેને સ્નાન કરાવીને કાજલ લગાવી રહી હતી. તેનો દીકરો તેને કાજલ લગાવવાથી પરેશાન કરતો હતો. જેના કારણે બાળકીની માતાએ તેના ગાલ પર પ્રેમથી થપ્પડ મારી હતી. જે બાદ બાળક રડવા લાગ્યો હતો.
બાળકે પિતાને કહ્યું- પોલીસ પાસે ચલો... અમ્મીને જેલમાં મોકલવી પડશે
રડતા રડતા બાળકે તેના પિતાને કહ્યું કે તે અમ્મીની પોલીસમાં ફરિયાદ કરશે. બાળકને રડતા અટકાવવા પિતાએ ખોટી સંમતિ આપી. જે બાદ બાળક શાંત થયો. પણ માસૂમના પિતાને શું ખબર કે બાળક તેની વાતને આટલી ગંભીરતાથી લેશે. શાંત થયા પછી, તેણે તેના પિતાને કહ્યું કે, પોલીસ પાસે ચલો... અમ્મીને જેલમાં મોકલવી પડશે. બાળકની વાત સાંભળીને પતિ-પત્ની હસી પડ્યા.
સબ-ઇન્સ્પેક્ટર પ્રિયંકા નાયકે નોંધી ફરિયાદ
વારંવાર સમજાવવા છતાં પણ તેણે પોલીસ સ્ટેશન જવાની જીદ ન છોડી ત્યારે તેના પિતા તેને પોલીસ સ્ટેશનમાં લઇ ગયા. અહીં તેમણે પોલીસકર્મીને ફરિયાદ કરી. અહીં કામ કરતા સબ-ઇન્સ્પેક્ટર પ્રિયંકા નાયકે તેમની વાત માનીને ફરિયાદ લખી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ પર ખૂબ ચાલી રહ્યો છે. 
આ પણ વાંચો - પિતાએ દીકરીને બચાવવા પોતાનો જીવ દાવે લગાવી દીધો, જુઓ Video
Tags :
ChildComplainsChocolatesGujaratFirstMadhyaPradeshMomMomstolepoliceSocialmediaViralVideo
Next Article