Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોહમ્મદ ઝુબેરને મોટો ફટકો, જામીન અરજી ફગાવી, કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે Alt Newsના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબેરને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ઝુબેરની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. ઝુબેરની જામીન અરજીનો વિરોધ કરતા દિલ્હી પોલીસના IFSO યુનિટે દલીલ કરી હતી કે તેને ફંડિંગ અંગે ઘણા દેશોમાંથી પુરાવા મળ્યા છે, જેની ચકાસણી કરવી પડશે. વધુ પૂછપરછ કરવી પડશે, તેથી તેને જેલમાં મોકલવામાં આવ્યો છે. જો
મોહમ્મદ ઝુબેરને મોટો ફટકો  જામીન અરજી ફગાવી  કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

દિલ્હીની પટિયાલા હાઉસ
કોર્ટે
Alt Newsના કો-ફાઉન્ડર મોહમ્મદ
ઝુબેરને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ઝુબેરની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને
14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. ઝુબેરની જામીન અરજીનો
વિરોધ કરતા
દિલ્હી પોલીસના IFSO યુનિટે દલીલ કરી હતી કે તેને ફંડિંગ અંગે ઘણા દેશોમાંથી
પુરાવા મળ્યા છે
, જેની ચકાસણી કરવી પડશે. વધુ પૂછપરછ કરવી પડશે, તેથી તેને જેલમાં મોકલવામાં આવ્યો છે. જો જરૂર પડે તો પોલીસ ફરીથી
ઝુબેરની કસ્ટડી માટે અરજી કરી શકે છે.

Advertisement


ઝુબેરના વકીલે પોલીસ પર
ઓર્ડર લીક કરવાનો આરોપ લગાવ્યો

Advertisement

જો કે, મોહમ્મદ ઝુબેરના વકીલ સૌતિક બેનર્જીએ જણાવ્યું હતું કે લંચ સુધી
દલીલો ચાલી હતી અને ન્યાયાધીશે આ મામલો નિર્ણય માટે અનામત રાખ્યો હતો. લંચ પછી જજ
હજુ આવ્યા નથી. ડીસીપી કેપીએસ મલ્હોત્રાએ મીડિયા સમક્ષ લીક કર્યું છે કે અમારી
જામીન અરજી ફગાવી દેવામાં આવી છે અને
14 દિવસની ન્યાયિક કસ્ટડી
આપવામાં આવી છે તે જોઈને આઘાત લાગ્યો છે.
વકીલે કહ્યું કે આ અત્યંત
નિંદનીય છે. આજે આપણા દેશમાં કાયદાના શાસનની સ્થિતિ એવી છે કે જ્યુડિશિયલ
મેજિસ્ટ્રેટ બેસીને આદેશ આપે તે પહેલાં જ પોલીસે મીડિયાને આદેશ લીક કરી દીધો છે.
કેપીએસ મલ્હોત્રાને કેવી રીતે ખબર પડે કે ઓર્ડર શું છે
? તેને આત્મનિરીક્ષણની જરૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટ ચાર
વાગ્યે આદેશ સંભળાવશે.


Advertisement

દિલ્હી પોલીસે કોર્ટમાં
દાવો કર્યો હતો કે ઝુબૈરને પાકિસ્તાન અને સીરિયામાંથી ફંડિંગ મળ્યું હતું

Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે 27 જૂને 2018માં ટ્વિટર પર વાંધાજનક
પોસ્ટ લખવા બદલ ધરપકડ કરી હતી. શનિવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને
પોલીસે આ કેસમાં તેની
14 દિવસની ન્યાયિક કસ્ટડીની
માંગણી કરી હતી. શનિવારે તેની ચાર દિવસની પોલીસ કસ્ટડી પૂરી થઈ.


ઝુબૈર સામે શરૂઆતમાં ભારતીય
દંડ સંહિતાની કલમ
153 (હુલ્લડો કરાવવાના ઈરાદા
સાથે ઈરાદાપૂર્વક ઉશ્કેરણી) અને
295 (કોઈ પણ વર્ગના ધર્મનું
અપમાન કરવાના ઈરાદાથી પૂજા સ્થળને નુકસાન પહોંચાડવું અથવા અપવિત્ર બનાવવું) હેઠળ
ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં તેની સામે
295A (ધાર્મિક લાગણીઓને ઠેસ
પહોંચાડવાના હેતુથી ઇરાદાપૂર્વકનું અને દૂષિત કૃત્ય) હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો
હતો.

Tags :
Advertisement

.