મોહમ્મદ ઝુબેરને 'સર્વોચ્ચ' અદાલતની રાહત, વચગાળાના જામીન આગામી આદેશ સુધી ચાલુ રહેશે
Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેના વચગાળાના જામીન આગળના આદેશ સુધી લંબાવ્યા છે. ઝુબેરની અરજી પર હવે આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરે થશે. Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેના વચગાળાના જામીન આગળના આદેશ સુધી લંબાવ્યા છે. ઝુબેરની અરજી પર હવે 7 સપ્ટેમ્બરે સુનાવણી થશે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ઝુબેરની અરજી પ
07:02 AM Jul 12, 2022 IST
|
Vipul Pandya
Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેના વચગાળાના જામીન આગળના આદેશ સુધી લંબાવ્યા છે. ઝુબેરની અરજી પર હવે આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરે થશે. Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેના વચગાળાના જામીન આગળના આદેશ સુધી લંબાવ્યા છે. ઝુબેરની અરજી પર હવે 7 સપ્ટેમ્બરે સુનાવણી થશે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ઝુબેરની અરજી પર જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. ઝુબૈરને આ રાહત માત્ર સીતાપુર કેસમાં જ મળી છે. જો કે , બાકીની કાર્યવાહી નીચલી અદાલતોમાં જે ચાલે છે તે યથાવત રહેશે, તેથી આ નિર્ણયને પગલે લખીમપુર અને દિલ્હીના કેસમાં કોઈ ફરક પડશે નહીં.
ઝુબૈર વિરુદ્ધ ગયા વર્ષે નવેમ્બરમાં ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અદાલત 13 જુલાઈએ ઝુબેરની જામીન અરજી પર સુનાવણી કરી છે. ઝુબૈર હાલમાં દિલ્હીમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ઝુબેરની દિલ્હી પોલીસે 27 જૂને તેના એક ટ્વિટ દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરી હતી.
7 જુલાઈના રોજ સીતાપુરની ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટે ઝુબેરને 14 જુલાઈ સુધી યુપી પોલીસની કસ્ટડીમાં મોકલી દીધો હતો. ટ્વિટર પર પોસ્ટ દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ખૈરાબાદ પોલીસ સ્ટેશનમાં ઝુબૈર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆર બાદ પોલીસ આરોપીને દિલ્હી પોલીસ સીતાપુર લાવી હતી.
આ પહેલા 4 જુલાઈના રોજ, દિલ્હી પોલીસે મોહમ્મદ ઝુબેરને સીતાપુરના ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં દિલ્હી પોલીસ ઝુબેરને દિલ્હી પરત લઈ ગઈ હતી.
Next Article