મોદીજીની મેટ્રો આવી રે જો અમદાવાદી, જુઓ વડાપ્રધાને વીડિયો શેર કર્યો
આજે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું. હવે વડાપ્રધાન મોદીએ અમદાવાદ મેટ્રોનો ગરબો પણ તેમના સોશિય મીડિયા પર શેર કર્યો છે. ત્યાર બાદ તેમણે થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાà
12:04 PM Sep 30, 2022 IST
|
Vipul Pandya
આજે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું. હવે વડાપ્રધાન મોદીએ અમદાવાદ મેટ્રોનો ગરબો પણ તેમના સોશિય મીડિયા પર શેર કર્યો છે. ત્યાર બાદ તેમણે થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-1ના રૂટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે.
મોદીજી મેટ્રો આવી રે જો અમદાવાદી આ ગીત ભાઇભાઇ ફેમ સિંગર અરવિંદ વેગડા દ્વારા ગવાયું તેમજ પર્ફોર્મ કરાયું છે. સાથે જ આ ગીત ચિરાગ ત્રિપાઠીએ લખ્યું છે અને સંગીત જાણીતા ગુજરાતી સંગીતકાર મૌલિક મહેતાએ આપ્યું છે.
વંદે ભારત એક્સપ્રેસમાં બેસીને જ કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતાં પીએમ
સાથે જ આજે આજે તેઓ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસમાં બેસીને જ કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. ભાજપ હંમેશાં ડબલ એન્જિન સરકાર ખકી ખરા અર્થમાં વડાપ્રધાન મોદીની ડબલ એન્જિન સરકારનો મેટ્રો વિકાસ જોવા મળી રહ્યો છે. આજે જ્યારે વડાપ્રધાનશ્રીએ એઈસી ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધીને કહ્યું હતું કે અરે, મારા અમદાવાદીઓ... મારે આજે અમદાવાદને સો સો સલામ કરવી છે.
Next Article