Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોદીજી અબ્બાસને પૂછો કે નૂપુર શર્માએ પયગંબર વિશે જે કહ્યું તે સાચું છે કે ખોટું: ઓવૈસી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા હીરાબેન મોદીના 100મા જન્મદિવસ પર એક બ્લોગ લખ્યો હતો. જેમાં તેમણે તેમના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો. હવે અબ્બાસને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ અબ્બાસનું નામ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યા છે.મને અબ્બાસનું એડ્રેસ આપો...અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે મોદીજી અબ્બાસને પૂછો કે નૂપુર શર્માએ પયગંબર àª
મોદીજી અબ્બાસને પૂછો કે નૂપુર શર્માએ પયગંબર વિશે જે કહ્યું તે સાચું છે કે ખોટું  ઓવૈસી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા હીરાબેન મોદીના 100મા જન્મદિવસ પર એક બ્લોગ લખ્યો હતો. જેમાં તેમણે તેમના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો. હવે અબ્બાસને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ અબ્બાસનું નામ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યા છે.
મને અબ્બાસનું એડ્રેસ આપો...
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે મોદીજી અબ્બાસને પૂછો કે નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે જે કહ્યું તે સાચું છે કે ખોટું. મને ખબર પડી છે કે મોદીજીએ તેમના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે મને ખબર નથી કે અબ્બાસ છે કે નહીં. જો અબ્બાસ હોય તો તેને બોલાવો અથવા મને તેનું એડ્રેસ આપો, હું તેના ઘરે જઇને પુછી આવું. 
ઔવેસીએ કહ્યું કે અબ્બાસને મારા અને ઉલેમાના ભાષણો સાંભળવા દો અને તેમને પૂછો કે અમે સાચું કહી રહ્યા છે કે નહીં. ઓવૈસીએ અબ્બાસના બહાને પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. અસદુદ્દીન ઓવૈસીના આ નિવેદનનો વીડિયો તેમની પાર્ટી AIMIM તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યો છે.
પીએમએ બ્લોગમાં અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલા તેમની માતાના 100મા જન્મદિવસ પર એક બ્લોગ લખ્યો હતો. પોતાના બ્લોગમાં બાળપણની યાદોને શેર કરતા પીએમ મોદીએ મુસ્લિમ સમુદાયમાંથી આવતા તેમના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો. પોતાના બ્લોગમાં અબ્બાસનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારા ઘરથી થોડે દૂર એક ગામમાં તેમના પિતાના એક નજીકના મુસ્લિમ મિત્ર રહેતા હતા જેનું અકાળે અવસાન થયું હતું.
અબ્બાસના પિતાના મોત બાદ નરેન્દ્ર મોદીના પિતા તેને પોતાના ઘરે લઈ આવ્યા. નરેન્દ્ર મોદીએ લખ્યું કે અબ્બાસ અમારા ઘરે ભણતો. માતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તે અમારી જેમ અબ્બાસનું ધ્યાન રાખતી હતી. ઈદ પર અબ્બાસ માટે માતા તેની પસંદગીની વાનગીઓ બનાવતી હતી. નરેન્દ્ર મોદીના આ બ્લોગ પછી જ અબ્બાસનું નામ અચાનક ચર્ચામાં આવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.