Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોદી, શાહ અને ભાગવત એક સાથે ગુજરાતમાં, સંયોગ કે પછી આયોજન ?

ગુજરાતાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતના બીજા જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને RSSના વડા મોહન ભાગવત પણ ગુજરાત પ્રવાસે છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે આ એક સંયોગ છે કે પછી આયોજન કરીને જાણીજોઈને કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે ? પીએમ મોદીના આગમન સાથે અમદાàª
મોદી  શાહ અને ભાગવત એક
સાથે ગુજરાતમાં  સંયોગ કે પછી આયોજન

ગુજરાતાં
આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે ઉત્તર પ્રદેશ સહિત
4 રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતના
બીજા જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તો સાથે કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહ અને
RSSના વડા
મોહન ભાગવત પણ ગુજરાત પ્રવાસે છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે આ એક સંયોગ છે કે
પછી આયોજન કરીને જાણીજોઈને કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે
?

Advertisement


પીએમ
મોદીના આગમન સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર કમલમ સુધી
10 કિમનો ભવ્ય રોડ સો યોજવામાં
આવ્યો હતો. આ બાદ ગાંધીનગર કામલમ ખાતે પીએમ મોદી આગામી વિધાનસભા ચૂંટણીને લઈ
સાંસદો અને ધારાસભ્યો અને ભાજપના નેતાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પછી પીએમ મોદી
GMDC સેન્ટર ખાતે સરપંચ સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ રાજભવનમાં
રાજકીય બેઠકો કરશે.
12 માર્ચે
પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિ.ના કોન્વોકેશન અને લોકાર્પણ કાર્યક્રમમાં
જોડાશે. આ પછી પીએમ મોદી બપોરે રાજભવનમાં રોકાશે. ત્યારબાદ સાંજે સરદાર પટેલ
સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ
2022ને ખુલ્લો મુકાશે. આ પછી રાત્રે પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે.

Advertisement


ગાંધીનગર
રાજભવન ખાતે પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે. આ બેઠકમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે અમિત શાહ આજે સાંજે
4 વાગ્યે
અમદાવાદ પહોંચશે અને સાંજે
5 વાગ્યે
બેઠકમાં હાજરી આપશે.
આ સિવાય અમિત શાહ 12 માર્ચે રક્ષા શક્તિ
યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત અમદાવાદના કોચરબ આશ્રમની પણ
મુલાકાત લશે. જ્યાં તેઓ સાયકલ રેલીને પ્રસ્થાન અપાવશે અને સાંજે દિલ્હી જવા રવાના
થશે.

Advertisement

 

નોંધનીય
છે કે
, અમદાવાદમાં
રાષ્ટ્રીય સ્વયંસેક સંઘની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં શતાબ્દી વર્ષની ઉજવણીના
કાર્યક્રમો અંગે રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે. પીરાણા ખાતે આવેલા નિષ્કલંકી
નારાયણ તીર્થધામ ખાતે સંઘની
11થી 13 માર્ચ
ત્રી-દિવસીય રાષ્ટ્રીય પ્રતિનિધિની બેઠક મળી રહી છે.
આ બેઠકમાં હાલ દેશભરમાં 55 હાજર સ્થાનો ઉપર સંઘની
પ્રવૃત્તિ ચાલી રહી છે. જે અવનાર બે વર્ષમાં
1 લાખ સુધી કેવી રીતે પહોંચાડી
શકાય તે અંગે વિચાર-વિમર્શ કરાશે. આ સિવાય કેવા પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો સાથે
લોકો વચ્ચે થઈ શકાય તે અંગે અંતિમ સ્વરૂપ અપાશે. 
સમગ્ર
ભારત દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં નાના લઘુ ઉદ્યોગોને કેવી રીતે વેગવંતુ બનાવવા
માટેના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. સંઘના સ્વયંસેવકો આવનાર દિવસોમાં
ગ્રામ્ય સ્તરે નાના નાના ઉદ્યોગોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ કામ કરશે.

 

Tags :
Advertisement

.