વસ્તી ગણતરીને લઈને અમિત શાહે કરી જાહેરાત, કહ્યું – હવે દેશમાં ઈ-જનગણના થશે
ગુવાહાટીના અમીગાંવ પહોંચેલા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અહીં વસ્તી ગણતરી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. ગૃહ
મંત્રાલયે વસ્તી ગણતરીને વધુ વૈજ્ઞાનિક બનાવવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉમેરો
કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આગામી વસ્તી ગણતરી
ઈ-સેન્સસ હશે. જે અંતર્ગત સંપૂર્ણ વસ્તી ગણતરી થઈ શકશે. જે 100% સાચી હશે.આ દરમિયાન ગૃહમંત્રીએ કહ્યું કે જન્મ
પછી વસ્તી ગણતરીના રજિસ્ટરમાં વિગતો
ઉમેરવામાં આવશે અને 18 વર્ષની ઉંમર પછી નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે અને મૃત્યુ પછી નામ કાઢી નાખવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે
નામ/સરનામું બદલવાનું સરળ બનશે અને આ ઈ જણગણનામાં તમામ લોકો જોડાશે.
ગૃહમંત્રીની જાહેરાત મુજબ જન્મ અને
મૃત્યુ રજીસ્ટરને વસ્તી ગણતરી સાથે જોડવામાં આવશે. 2024 સુધીમાં દરેક જન્મ અને મૃત્યુની નોંધણી કરવામાં આવશે. એટલે કે દેશની વસ્તી ગણતરી આપોઆપ અપડેટ થઈ જશે.તેમણે વધુમાં કહ્યું
કે આગામી ઈ-સેન્સસ આગામી 25 વર્ષની નીતિઓને આકાર આપશે.
અમિત શાહે કહ્યું કે જ્યારે સોફ્ટવેર
લોન્ચ થશે ત્યારે હું અને મારો પરિવાર સૌથી પહેલા તમામ વિગતો ઓનલાઈન ભરીશું. અમિત
શાહે કહ્યું કે નીતિ ઘડતરમાં વસ્તી ગણતરીની મહત્વની ભૂમિકા હોય છે. માત્ર વસ્તી
ગણતરી જ કહી શકે છે કે વિકાસની સ્થિતિ શું છે. આ સિવાય પહાડો, શહેરો અને ગામડાઓમાં લોકોની જીવનશૈલી કેવી છે તેના વિશે પણ સચોટ
જાણકારી મળશે જેના પગલે તમામ સ્તરે વિકાસ કરી શકાશે.