Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

5G સ્માર્ટફોનને લઈને મોદી સરકારનો નવો નિયમ, ટેક કંપનીઓની મુશ્કેલી વધી

મોદી સરકાર એક નવો નિયમ લઈને આવી રહી છે. આવી સ્થિતિમાં, 1 જાન્યુઆરી, 2025 થી દરેક સ્માર્ટફોનમાં સ્વદેશી નેવિગેશન એપ્લિકેશન NavIC ઇન-બિલ્ટ કરવી ફરજિયાત થશે આવી સ્થિતિમાં 1 ડિસેમ્બર, 2025થી NavIC એપ વિના સ્માર્ટફોનનું વેચાણ થશે નહીં. સરકારના આ નવા નિર્ણયથી મોટી ટેક કંપનીઓ Apple, Samsung અને Xiaomiની ચિંતા વધી છે અને તે માટે ટેક કંપનીઓએ સરકાર સાથે બેઠક કરી હતી.સરકાર અને ફોન નિર્માતા કંપનીઓની બેઠકભારત સરકાર નથà«
5g સ્માર્ટફોનને લઈને મોદી સરકારનો નવો નિયમ  ટેક  કંપનીઓની મુશ્કેલી વધી
મોદી સરકાર એક નવો નિયમ લઈને આવી રહી છે. આવી સ્થિતિમાં, 1 જાન્યુઆરી, 2025 થી દરેક સ્માર્ટફોનમાં સ્વદેશી નેવિગેશન એપ્લિકેશન NavIC ઇન-બિલ્ટ કરવી ફરજિયાત થશે આવી સ્થિતિમાં 1 ડિસેમ્બર, 2025થી NavIC એપ વિના સ્માર્ટફોનનું વેચાણ થશે નહીં. સરકારના આ નવા નિર્ણયથી મોટી ટેક કંપનીઓ Apple, Samsung અને Xiaomiની ચિંતા વધી છે અને તે માટે ટેક કંપનીઓએ સરકાર સાથે બેઠક કરી હતી.
સરકાર અને ફોન નિર્માતા કંપનીઓની બેઠક
ભારત સરકાર નથી ઈચ્છતી કે ભારતમાં વેચાતા કોઈ પણ સ્માર્ટ ફોનમાં અમેરીકન નેવિગેશન સિસ્ટમનો (American Navigation System) ઉપયોગ કરવામાં આવે. તેથી સરકાર સરકાર ભારતમાં વેચાતા તમામ સ્માર્ટફોનમાં NavIC એપ્લિકેશન  ઇનબિલ્ટ કરવા માટેનું દબાણ કરી રહી છે. જોકે બીજી તરફ સ્માર્ટફોન બનાવતી કંપનીઓનું કહેવું છે કે નવા નિયમ મુજબ સ્માર્ટફોન બનાવવા માટે હાર્ડવેર બદલવા પડશે. આ બાબતે સંશોધનની જરૂર પડશે અને સાથે-સાથે તેના ટેસ્ટીંગનું ક્લિયરન્સ પણ લેવું પડશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે 2 સપ્ટેમ્બરે અગ્રણી સ્માર્ટફોન નિર્માતા, DoT અને ISRO સાથે બેઠક યોજી છે. આમાં, સરકારે તમામ 5G ફોનમાં ઈનબિલ્ટ navIC કરવાનું કહ્યું છે. એવો અંદાજ છે કે આગામી 2 વર્ષમાં 80 ટકા નવા સ્માર્ટફોન 5G હશે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા Mediatek દ્વારા કહેવામાં આવ્યું હતું કે NavIC તેમના તમામ 5G ચિપસેટમાં સપોર્ટ કરશે.
એક અહેવાલ પ્રમાણે ભારત સરકાર NavIC નેવિગેશન સિસ્ટમ ટેક કંપનીઓને તેમના ફોનમાં ઈનબિલ્ટ કરવા માટેનો આગ્રહ કરી રહી છે પણ સેમસંગ, એપલ અને શાઓમી આ સાથે સહમત નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે ટેક કંપનીઓએ સરકારને જણાવ્યું હતું કે જો તેમના ઉપકરણોમાં  NavIC ઈનબિલ્ટ કરાશે તો તેમનો પ્રોડક્શન ખર્ચ વધી જશે અને  NavICને અમલમાં મુકવા અમુક વધારે ટેસ્ટિંગની જરૂર પડશે જે કરી શકાય તેમ નથી. સેમસંગ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ્સે સરકારી અધિકારીઓને કહ્યું હતું કે NavICને એકીકૃત કરવા માટે તેમને હાર્ડવેરમાં ફેરફાર સાથે નવા પ્રોસેસરની જરૂર પડશે. કંપનીઓને તેમના ફોનમાં NavIC લાગુ કરવામાં ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે. જ્યારે બીજી તરફ સરકાર ઈચ્છે છે કે, ટેક કંપનીઓ 2023 સુધીમાં NavICને ઈનબિલ્ટ કરે.
અમેરિકાની GPS સમગ્ર વિશ્વમાં પ્રચલિત
વડાપ્રધાનશ્રી મોદીના નિર્દેશો પર દેશમાં પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ એટલા માટે છે કારણ કે ચીન, જાપાન, યુરોપિયન યુનિયન અને રશિયા તેમની પોતાની વૈશ્વિક અને પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં અમેરિકાની નેવિગેશન સિસ્ટમ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)નો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યો છે.
5G સ્માર્ટફોન લેતા પહેલા NavIC છે કે નહી તે ચકાસો
રશિયા પાસે GLONASS છે, ચીન પાસે BeiDou છે, યુરોપિયન યુનિયન પાસે Galileo છે જ્યારે ભારત પાસે NavIC છે. જો તમે આશ્ચર્ય પામી રહ્યા હોવ કે આ શું છે તો આ નેવિગેશન સિસ્ટમ્સ છે — GPS ની લાઈનો પર આધારિત — જે આ દેશોની માલિકીની છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારત સરકાર સ્માર્ટફોન કંપનીઓને તેમના ઉપકરણોમાં NavIC સામેલ કરવા દબાણ કરી રહી છે. તેથી જો તમે 5G ફોન લેવાનું વિચારી રહ્યાં હોય તો ફિચર્સની સાથે-સાથે તેમાં સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NavIC છે કે કેમ તે પણ ચકાસી લેવી ફાયદાનો સોદો છે કારણ કે જો સરકાર નેવિગેશન સિસ્ટમ NavIC સ્માર્ટફોનમાં ફરજીયાત કરશે તો તમારો ગમે તેવો મોંઘો ફોન નકામો બની જશે. હાલમાં, સ્નેપડ્રેગન મોબાઇલ પ્લેટફોર્મ 720G, 662 અને 460 જેવા કેટલાક ચિપસેટ્સ NavIC ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.
મંત્રાલય દ્વારા સ્પષ્ટતા
મીડિયા રિપોર્ટ્સમાં દરેક સ્માર્ટફોનમાં સ્વદેશી નેવીગેશન સિસ્ટમ NavIC ફરજિયાદ કરવાના અહેવાલ વહેતા થયાં બાદ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા ટ્વીટ કરી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સરકાર અને મોબાઈલ નિર્માતા કંપનીઓની મીટિંગને લઈને કરવામાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મોબાઈલ કંપનીઓને મહિનાઓની અંદર સ્માર્ટફોનને NavIC સાથે ઈનબિલ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે, હજુ કોઈ ટાઈમલાઈન નક્કી નથી કરવામાં આવી. બેઠક માત્ર સલાહકારી અને પરામર્શક હતી અને આ મુદ્દો હજુ તમામ હિતધારકો સાથે ચર્ચા હેઠળ છે.
Advertisement

શું છે NavIC?
રશિયા પાસે GLONASS છે, ચીન પાસે BeiDou છે, યુરોપિયન યુનિયન પાસે Galileo છે જ્યારે ભારત પાસે NavIC (NAVigation with Indian Constellation) નેવિગેશન સિસ્ટમ્સ છે. જે GPSની લાઈનો પર આધારિત જે આ દેશોની માલિકીની છે.
NavIC એ ભારતીય નક્ષત્ર સાથે નેવિગેશન માટે વપરાય છે. તે GPS જેવું જ છે પરંતુ સ્થાનિક નેવિગેશનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. NavIC સૌપ્રથમ 2006 માં અસ્તિત્વમાં આવ્યું હતું પરંતુ વાસ્તવમાં 2018 માં કામગીરી શરૂ કરી હતી.
NavIC એ ભારતીય ક્ષેત્ર પર એક સ્વતંત્ર પ્રાદેશિક સિસ્ટમ છે અને દેશની અંદર સ્થિતિ સેવા પ્રદાન કરવા માટે અન્ય સિસ્ટમો પર નિર્ભર નથી. NavIC, ભારત સરકારના જણાવ્યા મુજબ, "મુખ્યત્વે નેવિગેશન સેવાની જરૂરિયાતો માટે, ખાસ કરીને વ્યૂહાત્મક ક્ષેત્ર માટે વિદેશી ઉપગ્રહ સિસ્ટમો પરની નિર્ભરતાને દૂર કરવા માટે ભારત માટે સ્વતંત્ર નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રાખવાના ઉદ્દેશ્ય સાથે કલ્પના અને નિર્માણ કરવામાં આવી હતી."
Tags :
Advertisement

.