Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોદી સરકારે 8 વર્ષમાં ગરીબોના જીવનધોરણને ઊંચું લાવવા ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

અમિત શાહે આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુડાના 200 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું . કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા તથા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ આયોજીત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ  સાથે જ ખાતમુહૂર્ત તથા આવાસોના ડ્રોનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ગુજરાતમાં નાગરિકોએ ક્યારેય સરકાર પાàª
મોદી સરકારે 8 વર્ષમાં ગરીબોના જીવનધોરણને ઊંચું લાવવા ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
અમિત શાહે આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુડાના 200 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું . કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા તથા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ આયોજીત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ  સાથે જ ખાતમુહૂર્ત તથા આવાસોના ડ્રોનો કાર્યક્રમ પણ યોજાયો હતો. 

ગુજરાતમાં નાગરિકોએ ક્યારેય સરકાર પાસે માગવું નથી પડ્યું
આ પ્રસંગે  કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાતમાં નાગરિકોએ ક્યારેય સરકાર પાસે માગવું નથી પડ્યું મોદીજી વખતથી પરંપરા છે કે સરકાર સામેથી નાગરિકોને સુવિધા આપે છે. આ સરકાર પાર્ટી સંગઠન અને સરકારના સામંજસ્યનું પરિણામ છે. સંગઠનની ક્ષમતાના આધારે જ દેશમાં વિકાસ થયો છે. સરકારી યોજનાઓને સંગઠન લોકો સુધી લઈ જાય છે. કોંગ્રેસ પર તીખા પ્રહાર કરતાં કહ્યું કે ઇન્દિરા ગાંધી બોલતા થાક્યા કે ગરીબી હટાવી પણ કોઈ ફરક ન પડ્યો, મોદીજીએ ઘરે ઘરે લાઇટ અને ગેસ પહોંચાડ્યાં છે. મોદીજીએ 8 વર્ષમાં ગરીબોનું જીવનધોરણ ઊંચું લાવવા યોજનાઓ મૂકી છે. આ યોજનાઓ થકી સર્વ સમાવેશી અને સર્વને સ્પર્શતો વિકાસ કરવા સરકાર કટિબદ્ધ રહી છે. 
ગુજરાત મોડલની શરૂઆત મોદીજીએ કરી હતી
ગુજરાતના વિકાસ સંદર્ભે કેન્દ્રીય મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે , ગુજરાત મોડલની શરૂઆત મોદીજીએ ગુજરાતથી કરી હતી. જેમાં 7 વિધાનસભા માં 8624 કરોડના કામ અત્યારસુધીમાં કરાયા છે. તો સાથે જ  આજે કુલ 274 કરોડના કામ આજે લોકઅર્પિત થયા છે. ગુજરાત સરકારે મોદીજીની યોજનાઓને છેવાડાંના માનવી સુધી પહોંચાડી છે. સાથે જ તેમણે નાગરિકોને વિશ્વાસ અપાવ્યો હતો કે  ગાંધીનગરના મતદારોએ ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી સીધા ભાજપ કાર્યાલય પર ફરિયાદ આપી દો, નિવેડો આવી જશે. 
ગાંધીનગર મનપા નિર્મિત 193.12 કરોડના પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.સાથે જ ગાંધીનગરમાં 3 બગીચાઓનું લોકાર્પણ, ગુડા નિર્મિત રૂ.81.44 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ગુડા નિર્મિત 134 આવાસોના ડ્રોનું આયોજન પણ કરાયું હતું 
 
Advertisement
Tags :
Advertisement

.