ગ્રીન હાઈડ્રોજન મિશનને કેબિનેટે આપી મંજુરી, જાણો શું છે ગ્રીન હાઈડ્રોજન
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગત 15 ઓગસ્ટ 2021ના રોજ નેશનલ હાઈડ્રોજન મિશનની (National Hydrogen Mission) જાહેરાત કરી હતી. જે પછી આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે 4 જાન્યુઆરીએ કેબિનેટ બેઠક મળી જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.ગ્લોબલ હબ બનશે ભારતકેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રીશ્રી અનુરાગ ઠાકુરે (Anurah Thakur) વિગતો આપતા જણાવ્યું કે, નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને કેન્દ્રીય મંત્રીà
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગત 15 ઓગસ્ટ 2021ના રોજ નેશનલ હાઈડ્રોજન મિશનની (National Hydrogen Mission) જાહેરાત કરી હતી. જે પછી આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે 4 જાન્યુઆરીએ કેબિનેટ બેઠક મળી જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.
ગ્લોબલ હબ બનશે ભારત
કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રીશ્રી અનુરાગ ઠાકુરે (Anurah Thakur) વિગતો આપતા જણાવ્યું કે, નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને કેન્દ્રીય મંત્રીમંડળે મંજુરી આપી સાથે જ તેમણે જાણકારી આપી કે ભારત ગ્રીન હાઈડ્રોજનનું ગ્લોબલ હબ બનશે અને પ્રતિવર્ષ 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે.
તેમણે જણાવ્યું કે, 60-100 ગીગાવોટની ઈલેક્ટ્રોલાઈઝર ક્ષમતાને તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઈઝરની મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન હાઈડ્રોઝનના (Green hydrogen) ઉત્પાદન પર 17,490 કરોડ પ્રોત્સાહન રાશિ આપવામાં આવશે. ગ્રીન હાઈડ્રોઝનના હબને વિકસિત કરવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
લક્ષ્ય
તેમણે જણાવ્યું કે, નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન (National Green Hydrogen Mission) માટે 19,744 કરોડ રૂપિયાની મંજુરી આજે આપવામાં આવી છે. આ મિશનથી 8 લાખ કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે અને તેનાથી 6 લાખ નોકરીઓ ઉભી થશે. આ મિશન હેઠળ સરકાર ભારતને ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવા માંગે છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, વર્ષ 2030 સુધીમાં 50 લાખ ગ્રીન હાઈડ્રોજન બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે.
શું છે ગ્રીન હાઈડ્રોજન
ગ્રીન હાઈડ્રોજન એનર્જી બનાવવા માટે પાણીમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજનને અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઈલેક્ટ્રોલાઈઝરનો ઉપયોગ થાય છે. ઈલેક્ટ્રોલાઈઝર રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ કરે છે. ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ, કેમિકલ, આયરન સહિત અનેક જગ્યાએ કરી શકાય છે. ગ્રીન હાઈડ્રોજન એનર્જીનો સૌથી શુદ્ધ સોર્સ છે જેનાથી પ્રદુષણ થતું નથી.
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ગ્રીન હાઈડ્રોજન હબનો વિકાસ કરવામાં આવશે. તેનાથી ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન અને ઉપભોક્તાને એક સ્થળે લવાશે જેથી ટ્રાન્સપોર્ટેશન પણ ના વધે. વર્ષ 2047 સુધી દેશને એનર્જી ઈન્ડિપેન્ડેન્ટ બનાવવાનો લક્ષ્ય આપણે મેળવીએ તે ખુબ જરૂરી પગલું છે.
ભવિષ્યનું મુખ્ય ઈંધણ હાઈડ્રોજન
સરકાર હાઈડ્રોજન અને અમોનિયાને ભવિષ્યના મુખ્ય ઈંધણ તરીકે માની રહી છે. આ ભવિષ્યમાં ફોસિલ ફ્યૂલનું સ્થાન લેશે. નવી પોલીસીમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રીન હાઈડ્રોજન બનાવનારા મેન્યુફેક્ચરર્સ પાવર એક્સચેન્જથી રિન્યૂએબલ પાવર ખરીદી શકે છે. મેન્યૂફેક્ચરર્સ પોતાનો પણ રિન્યૂએબલ એનર્જી (Renewable Energy) પ્લાન્ટ લગાવી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement