ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હીમાં હવે માત્ર એક જ મેયર હશે, ત્રણ કોર્પોરેશનને એક કરવાના MCD બિલને મોદી કેબિનેટે આપી મંજૂરી

મોદી કેબિનેટે દિલ્હીના ત્રણ કોર્પોરેશનને એક કરવાના બિલ (MCD એકીકરણ બિલ)ને મંજૂરી આપી દીધી છે. હવે આ બિલ આ સપ્તાહે સંસદમાં લાવવામાં આવી શકે છે. સંસદમાં પાસ થયા બાદ દિલ્હીમાં ત્રણને બદલે એક જ મેયર રહેશે. આ સિવાય ઉત્તર, દક્ષિણ અને પૂર્વને બદલે એક જ કોર્પોરેશન રહેશે. તમને જણાવી દઈએ કે MCD ચૂંટણીની તારીખો માર્ચમાં જ જાહેર થવાની હતી, પરંતુ અમુક કારણોસર હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી
10:14 AM Mar 22, 2022 IST | Vipul Pandya

મોદી કેબિનેટે દિલ્હીના ત્રણ
કોર્પોરેશનને એક કરવાના બિલ (
MCD એકીકરણ બિલ)ને મંજૂરી આપી દીધી છે. હવે આ બિલ આ સપ્તાહે સંસદમાં
લાવવામાં આવી શકે છે. સંસદમાં પાસ થયા બાદ દિલ્હીમાં ત્રણને બદલે એક જ મેયર રહેશે.
આ સિવાય ઉત્તર
, દક્ષિણ અને પૂર્વને બદલે એક જ
કોર્પોરેશન રહેશે.
તમને જણાવી દઈએ કે MCD ચૂંટણીની તારીખો માર્ચમાં જ જાહેર
થવાની હતી
, પરંતુ અમુક કારણોસર હજુ સુધી તેની
જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે ચૂંટણી પંચે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ત્રણેય
MCDને એક કરી શકે છે.


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 18 મે પહેલા ચૂંટણી યોજાવાની છે અને
રાજ્ય ચૂંટણી પંચને પણ તારીખો જાહેર કરવા માટે એક મહિનાનો સમય જોઈએ છે. આવી
સ્થિતિમાં સંસદ તારીખોને ધ્યાનમાં રાખીને કોઈપણ નિર્ણય લેશે. તેથી
16 એપ્રિલ પહેલા સંસદે નિર્ણય લેવો
પડશે. આમ આદમી પાર્ટી (
AAP)
પણ દિલ્હીમાં MCD ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં ગઈ
છે.
AAPએ વિનંતી કરી છે કે MCDની ચૂંટણી સમયસર યોજવી જોઈએ. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં
કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવા અને બીજેપી ચૂંટણીમાંથી ભાગી જવાના આક્ષેપો કર્યા
છે. આ આરોપ પર બીજેપીના પ્રદેશ મહાસચિવ કુલજીત ચહલે કહ્યું હતું કે
4 વિધાનસભા ચૂંટણીમાં જે પાર્ટીએ જામીન
જપ્ત કર્યા હતા તે ઓવર કોન્ફિડન્સમાં છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે
દાવો કર્યો છે કે જો એમસીડીની ચૂંટણી હવે થશે તો ભાજપ માત્ર
50 સીટો પર જ જીતી શકશે.


એવા અહેવાલ છે કે કોર્પોરેશનમાં
દિલ્હી સરકારની દખલગીરી ઘટાડવા માટે મેયર-ઈન-કાઉન્સિલ સિસ્ટમ અપનાવવામાં આવી શકે
છે
, જેમાં મેયર અને તેમના કાઉન્સિલરો
શહેરના લોકો દ્વારા સીધા જ ચૂંટવામાં આવશે. જો આમ થશે તો તેઓ સીએમ કરતા વધુ પ્રભાવશાળી
માનવામાં આવશે
, કારણ કે સીએમ માત્ર એક જ
વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. સાથે જ મેયર અને કાઉન્સિલરોનો કાર્યકાળ
લંબાવવાની પણ વિચારણા ચાલી રહી છે.

Tags :
approvesMCDbillGujaratFirstmergethreecorporationsModiCabinet
Next Article