Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યની હોસ્પિટલોમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલ

વિશ્વમાં વધી રહેલા કોરોનાના કેસોના પગલે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં આરોગ્યની સુવિધાઓની સમિક્ષા માટે આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. દેશભરની હોસ્પિટલોમાં આ આયોજન થયું ત્યારે ગુજરાતની હોસ્પિટલોમાં પણ આજે મોકડ્રીલનું આયોજન કરાયું હતું.સંજય જોષી, અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 108 નાં માધ્યમથી ડમી દર્દી લાવવામાં આવ્યા હતા. દર્દી આવે એટલે તાત્કાલિક આપવામાં આવતà
11:09 AM Dec 27, 2022 IST | Vipul Pandya
વિશ્વમાં વધી રહેલા કોરોનાના કેસોના પગલે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં આરોગ્યની સુવિધાઓની સમિક્ષા માટે આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. દેશભરની હોસ્પિટલોમાં આ આયોજન થયું ત્યારે ગુજરાતની હોસ્પિટલોમાં પણ આજે મોકડ્રીલનું આયોજન કરાયું હતું.
સંજય જોષી, અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 108 નાં માધ્યમથી ડમી દર્દી લાવવામાં આવ્યા હતા. દર્દી આવે એટલે તાત્કાલિક આપવામાં આવતી તમામ સારવાર આબેહૂબ ઊભી કરવામાં આવી હતી. દર્દીને એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર પર લઈ ટ્રાયેઝ એરિયામાં લાવી ICU સપોર્ટ આપવા અંગેની મોકડ્રીલ કરાઈ હતી. હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં 80 બેડ અને દવા, વેન્ટિલેટર ઓક્સિજનની પૂરતી સુવિધા સાથે કોરોનાના કેસ આવે તો પહોંચી વળવા માટે સિવિલ તંત્ર સજ્જ હોવાનો હાજર ધારાસભ્ય દર્શના વાઘેલાએ દાવો કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ કેસ નથી લોકોએ ડરવાની જરૂર નથી. પરંતુ સચેત રહેવા ગાઈડલાઇન્સ નું પાલન કરવા અપીલ કરી હતી.
કિરાંગી પરીખ, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તમામ મોટી હોસ્પિટલ આજે હેલ્થ વિભાગ અને કોર્પોરેશન તંત્ર દ્વારા મોકડ્રિલ કરવામાં આવી. SVP હોસ્પિટલ ખાતે ઓકસીજન બેડ, ICU બેડની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ મુશ્કેલી ના પડે તેની તૈયારીઓની સમીક્ષા કરાઈ છે. ડોકટરો અને હોસ્પિટલ સ્ટાફ સાથે પણ ચર્ચા કરી છે. ગઈ વખતે જે મુશ્કેલી પડી તે આ વખતે ન પડે તે પ્રમાણે તૈયારીઓ કરી છે. જેમાં સોલા સિવિલ ખાતે પણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓક્સિજન પ્લાન્ટની સ્થિતિની પણ ચકાસણી કરવામાં આવી. કલેકટર દ્વારા 3 ઓક્સિજન ઉત્પાદન કરતા પ્લાન્ટ ની સમીક્ષા કરવામાં આવી. સોલા સિવિલમાં 56 બેડ જેમાંથી 16 ICU બેડ તૈયાર કરવામાં આવ્યા.
કૌશિક છાયા, ભુજ : જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ શંકાસ્પદ દર્દી જ્યારે હોસ્પિટલ પરિસરમાં પહોંચે ત્યારે કેવી રીતે તબક્કાવાર તેમને હોસ્પિટલના સ્ટાફ દ્વારા અટેન્ડ કરવામાં આવશે તેની જાણકારી ડમી દર્દી દ્વારા ઉપસ્થિત સૌને આપવામાં આવી હતી. આ માટે હોસ્પિટલ પરિસરમાં ફ્લૂ ઓપિડી સ્ક્રીનિંગ એરિયા ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં કોવિડના શંકાસ્પદ દર્દીની તપાસ કરવામાં આવશે. થર્મલ ગન અને ઓક્સિજન લેવલની તપાસ બાદ જો જરૂર હોય તો દર્દીને કોવિડ ટેસ્ટ માટેના વિભાગમાં રિફર કરવામાં આવશે. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ પણ ઊભો કરાયો છે.
યશદીપ ગઢવી, આણંદ : આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી સંબંધીત યોજાયેલ મોકડ્રીલ મુજબ હોસ્પિટલ ખાતે 500 લીટર પર મિનિટ કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી 30 બેડને એક સાથે ઓક્સિજન પુરો પાડી શકાય છે. આ પ્લાન્ટ દિવસ દરમિયાન 0.5 ક્યુબિક ટન ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. આ મોકડ્રીલમાં હોસ્પિટલના દરેક બેડ સુધી ઓક્સિજન પહોંચી રહ્યો છે કે કેમ તેની ચકાસણી સાથે ઓક્સિજન લિકેજ ન થાય તેની પણ ખાતરીપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.
દિનેશ મકવાણા, ભરૂચ : ભારતમાં કોરોનાના વધતા જતા જોખમ વચ્ચે આજે દેશભરનાં કોવિડ હેલ્થ સેન્ટરો પર મોકડ્રિલ શરૂ કરવામાં આવી હતી ત્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પણ ભરૂચ સિવિયલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને કોરોનાના જોખમને ધ્યાને લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે હાલ પૂરતા 50 બેડ તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ ઑક્સીજન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા,મેડિકલ ઓફિસર અભિનવ શર્મા,સિવિલ હોસ્પિટલના હેડ ડો.પરાગ પંડ્યા, મેડિકલ સુપ્રિટેન્ડન્ટઆર.કે.બંસલ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીઓ બાબતે સૂચના આપી હતી.
કિશન ચૌહાણ, પોરબંદર : પોરબંદર જિલ્લામાં કોરોનાને ધ્યાને લઈ ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ અંર્તગત ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ,  હોસ્પિટલની અંદર સ્થાપિત ઓક્સિજન લિક્વિડ મેડિકલ ટાંકી અને ઓક્સિજન વિતરણ નેટવર્કની તપાસ કરવા માટે પરિસરની અંદર મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. તેમજ  દર્દીઓ માટે  ઉપલબ્ધ બેડ,  ઓક્સિજન સિલિંડર, જરૂરી દવાઓ અને લોજીસ્ટીકની ઉપલબ્ધી, પી.પી.ઈ. કીટની સહિતની જરૂરી વસ્તુઓની ઉપલબ્ધી જેવી બાબતો આવરી લઈ તમામ પાસાની ચકાસણી કરવામાં આવી હતી.

વિશ્વાસ ભોજાણી, ગોંડલ : ગોંડલ સિવિલ હોસ્પિટલ માં કોવિડ ૧૯ સ્પેશિયલ બેડ - 54, ઓક્સિજન કોન્સનટ્રેટર્સ 17, જમ્બો સિલિન્ડર ડી ટાઈપ -20, નાના સિલિન્ડર બી ટાઈપ - 37, PSA ઓક્સિજન પ્લાન્ટ - 500 LMPનો PM-cares અંતર્ગત ચાલુ હાલતમાં કાર્યરત છે. બીજો PSA CSR અંતર્ગત નો ઓક્સિજન પ્લાન્ટ 250 LMP બંધ હાલતમાં છે. આ ઉપરાંત વેન્ટિલેટર સંખ્યા - 10 એડલ્ટ 1- ની ઓનેટલ PSA પ્લાન્ટ - 02 કોન્સનટ્રેટર ની મોકડ્રિલ યોજી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે ટેસ્ટિંગ માટે RTPCR લેબ કાર્યરત છે રોજના 500 ટેસ્ટની કેપેસિટી ધરાવે છે. હોસ્પિટલમાં સાથેસાથે દવા, સેનિટાઈઝરનો જથ્થો પૂરતા પ્રમાણમાં જોવા મળ્યો હતો અને વેકસીનેશન સેન્ટર પણ કાર્યરત છે. ગોંડલ તાલુકામાં આવેલ PHC તથા CHC ખાતે પણ ઓક્સિજન કોન્સનટ્રેટર્સ કુલ - 69 તથા સિલિન્ડર 114 જેટલા ઉપલબ્ધ છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
આ પણ વાંચો - કોરોનાની નાકની રસી અંદાજે 1 હજાર રુપિયામાં મળશે, જાણો તમામ માહિતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCovid-19GujaratGujaratFirstHealthFacilitiesMockdrillReview
Next Article