Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિધાનસભા સ્પીકરની ચૂંટણી, બે દિવસીય વિશેષ સત્ર આજથી શરૂ

મહારાષ્ટ્ર ચૂંટણીના સ્પીકર ચૂંટણીમાં બીજેપી માટે ઉમેદવાર રાહુલ નાર્વેકર જીત્યા છે. ચૂંટણી સ્પીકરની પસંદગીમાં જીત માટે 145 વોટ જોઈએ. રાહુલ નાર્વેકર હવે સુધી 164વોટ મળ્યાં જીતવા માટે જરૂરી 145 થી 19 મત વધુ છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી આ પછી સીએમ શિંદેએ બહુમત સાબિત કરવો પડશે. સાથે જ મહારાષ્ટ્ર
વિધાનસભા સ્પીકરની ચૂંટણી  બે દિવસીય વિશેષ સત્ર આજથી શરૂ
મહારાષ્ટ્ર ચૂંટણીના સ્પીકર ચૂંટણીમાં બીજેપી માટે ઉમેદવાર રાહુલ નાર્વેકર જીત્યા છે. ચૂંટણી સ્પીકરની પસંદગીમાં જીત માટે 145 વોટ જોઈએ. રાહુલ નાર્વેકર હવે સુધી 164વોટ મળ્યાં જીતવા માટે જરૂરી 145 થી 19 મત વધુ છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી આ પછી સીએમ શિંદેએ બહુમત સાબિત કરવો પડશે. સાથે જ મહારાષ્ટ્ર વિધાનસભા માટે આજે સ્પીકરની ચૂંટણી થઇ રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં નવા સ્પીકરની પસંદગી માટે ઓપન વોટિંગ થયું હતું. તમામ ધારાસભ્યોને એક પછી એક તેમના વોટ પૂછવામાં આવ્યાં. તમામ ધારાસભ્યો પોતાનો અભિપ્રાય આપ્યા છે અને તેઓ કોના પક્ષમાં છે તે જણાવ્યું હતું. ભાજપના સભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભામાં નવા સ્પીકરની પસંદગી માટે મતદાન કર્યું છે. શિવસેનાના બળવાખોર જૂથ સહિતઠાકરે છાવણીના ધારાસભ્યો મતદાન કર્યું હતું. ભાજપ ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકર હતાં.

વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેનું સમર્થન કરી રહેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો 12મા દિવસે શનિવારે સાંજે ગોવાથી મુંબઈ પરત ફર્યા હતા. રાજ્ય વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર રવિવારથી શરૂ થયું છે. આ દરમિયાન, વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીની સાથે, ગૃહમાં નવી સરકારનો ફ્લોર ટેસ્ટ પણ થશે. 21મી જૂને ધારાસભ્યો શિવસેના સામે બળવો કરીને સુરત ગયા હતા. તે પછી તે ગુવાહાટી અને પછી ગોવા હતાં. સૂત્રોએ જણાવ્યું કે ગોવાના 39 બળવાખોર શિવસેના ધારાસભ્યો સહિત કુલ 50 ધારાસભ્યો શનિવારે રાત્રે લગભગ 8 વાગ્યે મુંબઈ પહોંચ્યા હતા. આ ધારાસભ્યોને દક્ષિણ મુંબઈની એક હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 
Advertisement


ધારાસભ્યો રવિવારે વિશેષ સત્રમાં ભાગ લીધો
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યો ખાસ પાઘડી પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા. એકનાથ શિંદે જૂથના તમામ ધારાસભ્યો પણ વિધાનસભા પહોંચ્યા છે, જ્યાં આજે પ્રથમ વખત ઠાકરે જૂથના ધારાસભ્યો સામસામે હતા.

શરદ પવારે કહ્યું- શિવસેનાના દાવેદાર મુદ્દે લડાઈ બાકી 
એનસીપીના વડા શરદ પવારે દાવો કર્યો હતો કે ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ સામે અવિશ્વાસની દરખાસ્ત પેન્ડિંગ હોવા છતાં પણ તેઓ એક્સ-ઓફિસિયો સ્પીકર તરીકે તેમની ફરજ બજાવી શકે છે. વિધાનસભાના અધ્યક્ષનું પદ ગત વર્ષથી ખાલી છે. પવારે પુણેમાં પત્રકારોને જણાવ્યું હતું કે શિવસેનાનો પક્ષ જે નિર્ણય પર પક્ષનો "વાસ્તવિક" દાવેદાર હશે તેના પર લાંબી કાનૂની લડાઈ લડવી પડશે. અગાઉ શિવસેનાના ધારાસભ્ય અને પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી રાજન સાલ્વીએ શનિવારે મહા વિકાસ અઘાડી (MVA)ના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કર્યું હતું.
Eknath Shinde, Devendra Fadnavis, Maharashtra Politics
Advertisement
Tags :
Advertisement

.