Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેન્સર સામે સતત લડતી છબી મિત્તલે એકવાર ફરી પોતાની જાતને રેડિયોથેરાપી માટે તૈયાર કરી

ટીવી અભિનેત્રી છવી મિત્તલે હાલમાં જ બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરાવી છે. કેન્સર જેવી ઘાતક બીમારી સીમે જંગ લડતી છબીના આત્મ વિશ્વાસના લાકો વખાણ કરી રહ્યાં છે. કેન્સર પછી, છવી મિત્તલ પોતાને રેડિયોથેરાપી માટે તૈયાર કરી રહી છે. જો કે સતત બીમારીના કારણે તે નર્વસ અને ડર પણ ફીલ કરી રહી છે. હવે અભિનેત્રીએ કહ્યું છે કે તે પોતાને રેડિયોથેરાપી માટે તૈયાર કરી રહી છે.છવી મિત્તલે હાલમાં જ બ્રેસ્ટ à
07:22 AM May 20, 2022 IST | Vipul Pandya
ટીવી અભિનેત્રી છવી મિત્તલે હાલમાં જ બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરાવી છે. કેન્સર જેવી ઘાતક બીમારી સીમે જંગ લડતી છબીના આત્મ વિશ્વાસના લાકો વખાણ કરી રહ્યાં છે. કેન્સર પછી, છવી મિત્તલ પોતાને રેડિયોથેરાપી માટે તૈયાર કરી રહી છે. જો કે સતત બીમારીના કારણે તે નર્વસ અને ડર પણ ફીલ કરી રહી છે. 
હવે અભિનેત્રીએ કહ્યું છે કે તે પોતાને રેડિયોથેરાપી માટે તૈયાર કરી રહી છે.છવી મિત્તલે હાલમાં જ બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરાવી છે અને ત્યારથી અભિનેત્રી સતત ચર્ચામાં છે. છવી અવારનવાર તેના દર્દ અને પરિવારના સમર્થન વિશે વાત કરે છે. બ્રેસ્ટ સર્જરી દરમિયાન છવી સતત તેના ચાહકો સાથે જોડાયેલી હતી અને તેમને દરેક અપડેટ આપતી હતી. છબીની હિંમતની બધા જ પ્રશંસા કરી રહ્યા છે. હાલમાં અભિનેત્રીએ કહ્યું છે કે તે પોતાની જાતને રેડિયોથેરાપી માટે તૈયાર કરી રહી છે અને તેની રોગપ્રતિકારક શક્તિ એક અઠવાડિયું છે. અભિનેત્રીએ લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ચાહકોને આ વાત કહી છે. 

છવી મિત્તલની નવી પોસ્ટ
છવી મિત્તલે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાનો ક્યૂટ ફોટો શેર કરતા એક લાંબી પોસ્ટ લખી છે. અભિનેત્રીએ લખ્યું, ' હમણાં કેટલાક દિવસો એવા પસાર થઈ રહ્યા છે જ્યાં હું મારી જાતને ખૂબ જ ઉત્સાહિત અનુભવી રહી છું. તો કેટલાક એવા દિવસો પણ છે, જ્યાં મને મોત  જેવું લાગે છે. આ સમયે મારી રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણપણે ઓછી છે અને જો હું ઠંડુ પાણી પીઉં તો મને ગળામાં દુખાવો થવા લાગે છે.  જો હું AC માં બેસું છું ત્યારે મને શરદી થાય છે. હું જાણું છું કે કંઈક સારું નથી, ક્યારેક મને જીમમાં જવાનું પણ ગમતું નથી. 

રેડિયોથેરાપી માટે ખૂબ નર્વસ
છવી મિત્તલ આગળ લખે છે, 'આજે હું મારી જાતને રેડિયોથેરાપી માટે તૈયાર કરી રહી છું. હું જૂઠું નહીં બોલું પણ હું ખૂબ જ નર્વસ ફીલ કરું છું. પણ તેમ છતાં ગમે તે રીતે હું મારી  જાતને તૈયાર કરી રહ્યી છું. હું ખૂબ જ નર્વસ છું કારણ કે મારી રેડિયોથેરાપી આવતા સોમવારથી શરૂ થશે. કેન્સર યોદ્ધાઓ ગમે તે હોય, ખાસ કરીને જેઓ કીમોથેરાપી લઈ રહ્યા છે, તે સરળ નથી. પરંતુ તે આપણા જીવનનો અંત પણ નથી. આપણે બધા સાથે મળીને આ લડાઇ જીતી લઇશું .'આ પોસ્ટ બાદ છવીએ તેના પુત્ર અરહમ સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. તેણે લખ્યું છે કે તેના નાના દીકરાએ તેને ફરી મસ્તીથી જીવતા શીખવ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા અભિનેત્રીએ કહ્યું હતું કે તેણે તેના 3 વર્ષના પુત્ર અરહમને કહ્યું છે કે તેની માતાને વાાગ્યું છે તો તેનો દીકરો તેને પીડામાં જોઈને ખૂબ ડરી ગયો હતો.
Tags :
cancersurvivorChhaviMittalEntertainmentNewsGujaratFirst
Next Article