Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નેપાળની તારા એરલાઈન્સનું પ્લેન ક્રેશ, ચાર ભારતીયો સહિત 22 મુસાફરો હતા સવાર

નેપાળમાં ગુમ થયેલા પ્લેન વિશે એવા અહેવાલો છે કે તે ક્રેશ થયું છે. આ પ્લેન મુસ્તાંગના લાર્જુંગમાં ક્રેશ થયેલી હાલતમાં જોવા મળ્યું છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી કે તેઓએ ત્યાં જોરદાર જ્વાળાઓ જોઈ. નેપાળની તારા એરનો રવિવારે સવારે એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ પ્લેનમાં ક્રૂ સહિત કુલ 22 લોકો સવાર હતા. આ ફ્લાઈટ પોખરાથી જોમસોમ જઈ રહી હતી.ખરાબ હવામાનને કા
07:54 AM May 29, 2022 IST | Vipul Pandya
નેપાળમાં ગુમ થયેલા પ્લેન વિશે એવા અહેવાલો છે કે તે ક્રેશ થયું છે. આ પ્લેન મુસ્તાંગના લાર્જુંગમાં ક્રેશ થયેલી હાલતમાં જોવા મળ્યું છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી કે તેઓએ ત્યાં જોરદાર જ્વાળાઓ જોઈ. નેપાળની તારા એરનો રવિવારે સવારે એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ પ્લેનમાં ક્રૂ સહિત કુલ 22 લોકો સવાર હતા. આ ફ્લાઈટ પોખરાથી જોમસોમ જઈ રહી હતી.
ખરાબ હવામાનને કારણે બચાવ માટે મોકલવામાં આવેલ હેલિકોપ્ટર પોખરા પરત આવ્યું હતું. સેનાનું હેલિકોપ્ટર પણ અકસ્માતના સંભવિત સ્થળે પહોંચી શક્યું ન હતું.  નેપાળ આર્મી અને નેપાળ પોલીસની વિશેષ ટીમો અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી છે.
હોટલાઈન નંબર જાહેર 
નેપાળમાં ભારતીય દૂતાવાસ નેપાળના અધિકારીઓના સંપર્કમાં છે. અકસ્માતની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. નેપાળ સરકારના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. સમગ્ર ઘટના પર ભારતની નજર છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે આ અકસ્માત અંગે ઈમરજન્સી હોટલાઈન નંબર જાહેર કર્યો છે. મુસાફરના પરિવારના સભ્યો નેપાળના એરક્રાફ્ટ વિશે ચાલુ રાખવા માટે 977-9851107021 પર કૉલ કરી માહિતી મેળવી શકે છે. 
11 વાગ્યા પછી તૂટયો હતો સંપર્ક 
 પોખરાથી જોમસોમ જઈ રહેલી તારા એરલાઈન્સની 9 NAET પ્લેનનો એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સંપર્ક તૂટી ગયો છે. આ પ્લેન આજે સવારે 9:55 વાગ્યે પોખરાથી ટેકઓફ થયું હતું રાત્રે 10.20 વાગે લેન્ડ થવાનું હતું. પરંતુ 11 વાગ્યા બાદ હજુ સુધી આ પ્લેનનો સંપર્ક થયો નથી. ગુમ થયેલા પ્લેનમાં 4 ભારતીય, 3 જાપાની અને બાકીના નેપાળના નાગરિકો હતા. ડબલ એન્જિનવાળા પ્લેનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો હતા. નેપાળમાં મોટી પ્લેન દુર્ઘટના થવાની ભીતિ છે. 
મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ  કહ્યું  કે, પ્લેનને મુસ્તાંગ જિલ્લામાં જોમસોમના આકાશ પર જોવામાં આવ્યું હતું અને પછી તેને ધૌલાગિરી પર્વત તરફ વાળવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો. જિલ્લા પોલીસ કાર્યાલય મુસ્તાંગના ડીએસપી રામ કુમાર દાનીએ કહ્યું કે અમે સર્ચ ઓપરેશન માટે આ વિસ્તારમાં હેલિકોપ્ટર તૈનાત કરી રહ્યા છીએ. તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ કહ્યું કે, કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઈલટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મી થાપા ફ્લાઈટમાં સવાર હતા.

સત્તાવાર પુષ્ટિ
જોમસોમ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસરે કહ્યું કે તેણે જોમસોમના ઘાસામાં જોરદાર અવાજ સાંભળ્યો. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી., જ્યાં આ પ્લેનનો છેલ્લે સંપર્ક કરવામાં આવ્યો હતો તે  વિસ્તારમાં એક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. 
પોખરા એરપોર્ટના વડા બિક્રમ રાજ ગૌતમે પુષ્ટિ કરી છે કે પ્લેનનો ATC સાથે તૂટી ગયો છે.  એક અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્લેન એક વખત ધૌલાગિરી હિમાલયથી પરત ફર્યું હતું અને ત્યારથી તે સંપર્કમાં નથી આવ્યું. પ્લેનની શોધ માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. નેપાળી સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે જણાવ્યું કે નેપાળી સેનાનું એક Mi-17 હેલિકોપ્ટર મુસ્તાંગ માટે રવાના થયું છે. આ હેલિકોપ્ટર ગુમ થયેલા પ્લેનની શોધ કરશે.
Tags :
9NAETATCGujaratFirstIndiaindianJapanMissingplaneNepalTaraAirlines
Next Article