Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મંત્રી કુંવરજી બાવળીયા એક્શનમાં, જળ વ્યવસ્થાપન મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક

- મંત્રી કુંવરજી બાવળીયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક - સિંચાઇ યોજનાઓ, ચેક ડેમો, કેનાલોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ -  પાણીની ચોરી રોકવા માટે પણ જરૂરી પગલા લેવા સૂચના આપી ગુજરાત રાજ્યમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ બાદ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો પદભાર સંભાળતા જ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ તુરંત એક્શન મોડમાં આવી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જળ વ્યàª
09:59 AM Dec 24, 2022 IST | Vipul Pandya
- મંત્રી કુંવરજી બાવળીયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક 
- સિંચાઇ યોજનાઓ, ચેક ડેમો, કેનાલોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ 
-  પાણીની ચોરી રોકવા માટે પણ જરૂરી પગલા લેવા સૂચના આપી 
ગુજરાત રાજ્યમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ બાદ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો પદભાર સંભાળતા જ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ તુરંત એક્શન મોડમાં આવી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જળ વ્યવસ્થાપન , વિવિધ સિંચાઇ યોજનાઓની સમીક્ષાર્થે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે  બેઠક યોજી હતી. 
રાજકોટ ખાતે આયોજિત આ બેઠકમાં મંત્રીશ્રીએ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, જામખંભાળિયા, પોરબંદર સહિતના વિવિધ જિલ્લાઓમાં નાની મોટી સિંચાઈ યોજનાઓ, નિર્માણાધિન ચેક ડેમો અને કેનાલોમાં હાલ ચાલી રહેલ કામગીરી  ઝડપથી પૂર્ણ થાય તેમ જ ગુણવત્તા સભર કામગીરી થાય તે માટે ખાસ તાકીદ કરી હતી. 
આ ઉપરાંત મંત્રીશ્રીએ વિવિધ કેનાલની કામગીરી, ડી શીલ્ટીન્ગ અને ચેકડેમોની મરામત, મિકેનિકલ વર્ક સહિતની કામગીરીની જાણકારી અધિકારીઓ પાસેથી મેળવી હતી. મંત્રીશ્રી કુવરજીભાઈએ કેનાલ તેમજ અન્ય સરકારી જળ સ્ત્રોત પર કોઈ પણ પ્રકારની પાણી ચોરી ન થાય તેમ જ તેની યોગ્ય જાળવણી થાય તે માટે પણ અધિકારીઓને યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન "સૌની" યોજનાની વિવિધ લીંકોના કામો હાલ પ્રગતિ હેઠળ છે, તેના સંદર્ભે પણ મંત્રીશ્રીએ અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. 
સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં ક્ષાર અંકુશ વર્તુળના અધિક્ષક ઇજનેર શ્રી એચ.સી ચૌધરી તેમજ રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર શ્રી કે. એચ. મહેતાએ સિંચાઈ યોજના કામગીરી સંદર્ભે વિવિધ ટેકનિકલ પ્રશ્નોની ચર્ચા મંત્રીશ્રી સાથે કરી હતી. આ તકે રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર શ્રી પરમાર તેમજ વિવિધ જિલ્લાઓમાંથી કાર્યપાલક ઇજનેરશ્રીઓએ તેમના જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિનો ચિતાર પૂરો પાડ્યો હતો..
આ પણ વાંચોઃ  રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે માં આશાપુરાના મંદિરના દર્શન કર્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ActionGujaratFirstKunwarjiBavliaMeetingMinisterOfficialswaterManagement
Next Article