10 જાન્યુઆરીથી શરુ થશે મિની IPLSA20લીગ, જાણો સંપૂર્ણ શેડયૂલ
વર્ષ 2023ની શરુઆતથી ક્રિકેટના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટી-20 સીરીઝમાં ભારતીય ટીમની વિજયી શરુઆત સાથે જ હવે ક્રિકેટના ચાહકોને નજીકના ભવિષ્યમાં 2 મિની આઈપીએલના આનંદ માણવાની તક મળશે. 13 જાન્યુઆરીથી દુબઈ લીગની શરુઆત થવા જઈ રહી છે. જેમાં 6માંથી 5 ટીમના માલિકો ભારતીય છે. પણ તે પહેલા કાલથી એટલે કે 10 જાન્યુઆરીથી સાઉથ આફ્રિકામાં મિની આઈપીએલની શરુઆ થશે. સાઉથ આફ્રિકામાં 10 જાન્યુઆરીથ
વર્ષ 2023ની શરુઆતથી ક્રિકેટના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટી-20 સીરીઝમાં ભારતીય ટીમની વિજયી શરુઆત સાથે જ હવે ક્રિકેટના ચાહકોને નજીકના ભવિષ્યમાં 2 મિની આઈપીએલના આનંદ માણવાની તક મળશે. 13 જાન્યુઆરીથી દુબઈ લીગની શરુઆત થવા જઈ રહી છે. જેમાં 6માંથી 5 ટીમના માલિકો ભારતીય છે. પણ તે પહેલા કાલથી એટલે કે 10 જાન્યુઆરીથી સાઉથ આફ્રિકામાં મિની આઈપીએલની શરુઆ થશે. સાઉથ આફ્રિકામાં 10 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચે સાઉથ આફ્રીકાના નવી ટી-20 ક્રિકેટ લીગ SA20ની ધમાકેદાર શરુઆત થશે. 4 અઠવાડિયા સુધી રમાનાર આ લીગમાં 6 ટીમો વચ્ચે 33 મેચ રમાશે.
આ લીગમાં 102 દેશી અને વિદેશી ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. તમામ 6 ટીમો રાઉન્ડ-રોબિન સ્ટેજમાં 2 વાર એકબીજા સામે ટકરાશે. આ રાઉન્ડના અંતે 2 સેમીફાઈનલ મેચ રમાશે અને 11 ફેબ્રુઆરીના રોજ ફાઈનલ મેચ રમાશે.
SA20 ક્રિકેટ લીગનું શેડયુલ
મઆઈ કેપ ટાઉન, પાર્લ રૉયલ્સ ટીમ, ડરબન સુપરજાંયટ્સ, જૉબબર્ગ સુપર કિંગ્સ, પ્રિટોરિયા કેપિટલ, સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ જેવી 6 ટીમો વચ્ચે આ લીગ રમાશે. આ તમામ 6 ટીમોની ફ્રેન્ચાઈઝી એજ ફ્રેન્ચાઈઝી છે જે આઈપીએલમાં પણ ક્રિકેટ ટીમો ધરાવે છે. તમામ 6 ટીમોનો કેપ્ટન હાલમાં ટ્રોફી સાથેના ફોટોશૂટ માટે ભેગા થયા હતા. તેના ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા.
આ લીગમાં આઈપીએલના દિગ્ગજ ખેલાડીઓ પણ જોવા મળશે. આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સેમ કરન, ઈંગ્લેન્ડને ટી-20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન જોસ બટલર, અફઘાનિસ્તાનના યુવા બોલર રાશિદ ખાન અને લાંબા સમયથી મેદાની બહાર રહેનાર જોફ્રા આર્ચર પણ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. આઈપીએલની જેમ આ લીગમાં પણ 4 વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા પડશે.
ક્યા જોવા મળશે આ મિની આઈપીએલ ?
ભારતમાં SA20 લીગની તમામ મેચનું પ્રસારણ Sports18 ચેનલ પર જોવા મળશે. તેની સાથે સાથે આ લીગ જિયો સિનેમાના એપ અને વેબસાઈટ પર લાઈવ જોવા મળશે.
ડર્બન સુપરજાયન્ટ્સ (ફ્રેન્ચાઈઝી – લખનઉ સુપરજાયન્ટ્સ)
ક્વિન્ટન ડી કોક (કેપ્ટન), અકિલા દનંજયા, ક્રિશ્ચિયન જોન્કર, દિલશાન મદુશંકા, ડ્વેન પ્રિટોરિયસ, હાર્ડસ વિલ્જોન, હેનરિક ક્લાસેન, જેસન હોલ્ડર, જોહ્ન્સન ચાર્લ્સ, જુનિયર ડાલા, કીમો પોલ, કેશવ મહારાજ, કાયલ મેયર્સ, મેથ્યુ બ્રેટ્ઝકે, રેનલીન, રેનલ ટોપલી, સિમોન હાર્મર, વિયાન મુલ્ડર
મુખ્ય કોચ- લાન્સ ક્લુઝનર
જોબર્ગ સુપર કિંગ્સ (ફ્રેન્ચાઈઝી – ચેન્નાઈ સુપર કિંગ્સ)
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), એરોન ફાંગિસો, અલઝારી જોસેફ, ડોનાવોન ફરેરા, જ્યોર્જ ગાર્ટન, ગેરાલ્ડ કોએત્ઝી, હેરી બ્રૂક, જેનમેન મલાન, કાયલ વેરેન, લુઈસ ડુ પ્લોય, લુઈસ ગ્રેગરી, લિઝાદ વિલિયમ્સ, મહેશ થેક્ષના, માલુસી સિબોટો, નાનડ સિબોટો, નીલ બ્રાન્ડ, રીઝા હેન્ડ્રીક્સ, રોમારિયો શેફર્ડ
મુખ્ય કોચ- સ્ટીફન ફ્લેમિંગ
MI કેપ ટાઉન (ફ્રેન્ચાઈઝી – મુંબઈ ઈન્ડિયન્સ)
રાશિદ ખાન (કેપ્ટન), બ્યુરાન હેન્ડ્રીક્સ, ડેલાનો પોટગીટર, ડેવાલ્ડ બ્રેવિસ, ડ્વેન જેન્સન, જ્યોર્જ લિન્ડે, ગ્રાન્ટ રોલોફસેન, જોફ્રા આર્ચર, કાગીસો રબાડા, લિયામ લિવિંગસ્ટોન, ઓડિયન સ્મિથ, ઓલી સ્ટોન, રાસી વાન ડેર ડ્યુસેન, રેયાન સેમ્યુરન, વકાર સલામખૈલ, વેસ્લી માર્શલ, ઝિયાદ અબ્રાહમ
મુખ્ય કોચ- સિમોન કેટિચ
પાર્લ રોયલ્સ ટીમ (ફ્રેન્ચાઈઝી – રાજસ્થાન રોયલ્સ)
ડેવિડ મિલર (કેપ્ટન), એન્ડીલે ફેહલુકવાયો, બ્યોર્ન ફોર્ટ્યુન, કોડી જોસેફ, કોર્બીન બોશ, ડેન વિલાસ, ઇઓન મોર્ગન, ઇવાન જોન્સ, ફેરિસ્કો એડમ્સ, ઇમરાન માનક, જેસન રોય, જોસ બટલર, લુંગીસાની એનગીડી, મિશેલ વાન બુરેન, ઓબેડ મેકકોય, રેમન સાયમન્ડ્સ, તબરેઝ શમ્સી, વિહાન લુબ્બે
પ્રિટોરિયા કેપિટલ (ફ્રેન્ચાઈઝી – દિલ્હી કેપિટલ્સ)
વેઈન પાર્નેલ (કેપ્ટન), આદિલ રશીદ, એનરિક નોર્ટજે, કેમેરોન ડેલપોર્ટ, ડેરીન ડુપાવિલોન, એથન બોશ, જીમી નીશમ, જોશ લિટલ, કુસલ મેન્ડિસ, માર્કો મેરાઈસ, મિગુએલ પ્રિટોરિયસ, ફિલ સોલ્ટ, રિલે રોસોઉ, સેનુરન મુથુસામી, શેન. સીન વોન બર્ગ, થ્યુનિસ ડી બ્રુયન, વિલિયમ જેક.
મુખ્ય કોચ – ગ્રેહામ ફોર્ડ
સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ (ફ્રેન્ચાઈઝી – સનરાઇઝર્સ હૈદરાબાદ)
એઇડન માર્કરામ (કેપ્ટન) એડમ રોસિંગ્ટન, આયા ગકમાને, બ્રાઇડન કાર્સ, જેમ્સ ફુલર, જોન-જોન સ્મટ્સ, જોર્ડન કોક્સ, જોર્ડન હરમન, જુનેદ દાઉદ, માર્કો જેન્સેન, માર્ક્સ એકરમેન, મેસન ક્રેન, ઓટનિલ બાર્ટમેન, રોલોફ વાન ડર મેરવે, સરેલ ઇર્વી, સિસાન્ડા મગાલા, ટોમ એબેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement