Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબી જિલ્લામાં 6 મહિનામાં 2.35 કરોડની ખનીજ ચોરી ઝડપાઇ

મોરબી જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીનું દૂષણ વકર્યુ છે. કાયદેસરની લીઝમાં પણ નિયમોનો ઉલાળીયો કરીને ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. ખનીજ સંપત્તિનો બેસુમાર ખજાનો ધરાવતા મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા છ મહિનામાં સપાટો બોલાવી ગેરકાયદે ખનીજ ચોરી કરવા બદલ કુલ 81 કેસ કરી 2.35 કરોડની વસુલાત કરવાની સાથે પર્યાવરણને નુકસાન ન પહોંચાડવા બદલ 17 લાખના દંડની વà
12:30 PM Oct 07, 2022 IST | Vipul Pandya
મોરબી જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીનું દૂષણ વકર્યુ છે. કાયદેસરની લીઝમાં પણ નિયમોનો ઉલાળીયો કરીને ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. ખનીજ સંપત્તિનો બેસુમાર ખજાનો ધરાવતા મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા છ મહિનામાં સપાટો બોલાવી ગેરકાયદે ખનીજ ચોરી કરવા બદલ કુલ 81 કેસ કરી 2.35 કરોડની વસુલાત કરવાની સાથે પર્યાવરણને નુકસાન ન પહોંચાડવા બદલ 17 લાખના દંડની વસુલાત કરી છે.
મોરબી જિલ્લાના ખનીજ ચોરીનું દુષણ ડામવા ખાણ ખનીજ વિભાગ ભૂસ્તર શાસ્ત્રી સી.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેકટર રવિ કણસાગરા, ગોપાલ ચંદારાણા, મિતેષ ગોજીયા, ગોપાલભાઈ દ્વારા એપ્રિલ 2022થી લઈ ચાલુ ઓક્ટોબર માસ દરમિયાન બિન અધિકૃત ખનીજ વહનના 81 કેસ, સંગ્રહના 9 કેસ અને ખનનના 12 કિસ્સામાં કુલ રૂપિયા 2,35, 26,000 ( બે કરોડ પાંત્રીસ લાખ છવ્વીસ હજાર)નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ખાણ ખનીજ વિભાગ દ્વારા આજ સમયગાળા દરમિયાન ગેરકાયદે ખનન પ્રવૃત્તિ કરી પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ 17,06, 347 રૂપિયાનો દંડ ફટકારી વસુલાત કરવામાં આવી હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું છે.
Tags :
GujaratFirstmineraltheft
Next Article