Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મીકા સિંહ આજે તેનો જન્મદિવસ નહીં ઉજવે, જાણો શું છે કારણ

જાણીતા બોલિવુડ ગાયક મીકા સિંહનો આજે 45મો જન્મદિવસ છે. 10 જૂન 1977ના રોજ જન્મેલા મિકા આજકાલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. દર વર્ષે પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવતા મીકા સિંહ આ વર્ષે તેમના જન્મદિવસ પર કોઈ ભવ્ય ઉજવણી કે પાર્ટીનું આયોજન કરશે નહીં. ગાયક ટૂંક સમયમાં તેના રિયાલિટી શો 'સ્વયંવરઃ મિકા દી વોટી' દ્વારા નેશનલ ટીવી પર તેની દુલ્હન શોધતો જોવા મળશે.  આ દરમિયાન હવે સિંગરના જન્મદિવસ સાà
મીકા સિંહ આજે તેનો જન્મદિવસ નહીં ઉજવે  જાણો શું છે કારણ

જાણીતા બોલિવુડ ગાયક મીકા સિંહનો આજે 45મો જન્મદિવસ છે. 10 જૂન 1977ના રોજ જન્મેલા મિકા આજકાલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. દર વર્ષે પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવતા મીકા સિંહ આ વર્ષે તેમના જન્મદિવસ પર કોઈ ભવ્ય ઉજવણી કે પાર્ટીનું આયોજન કરશે નહીં. ગાયક ટૂંક સમયમાં તેના રિયાલિટી શો 'સ્વયંવરઃ મિકા દી વોટી' દ્વારા નેશનલ ટીવી પર તેની દુલ્હન શોધતો જોવા મળશે.

Advertisement

આ દરમિયાન હવે સિંગરના જન્મદિવસ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવ્યા છે. ખરેખર, ગાયક આ વર્ષે તેનો જન્મદિવસ ઉજવશે નહીં. તેમણે ફેમસ સિંગર કેકે અને સિદ્ધુ મુસેવાલાના તાજેતરના અવસાનના શોકમાં આ નિર્ણય લીધો છે. દર વર્ષે પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવતા મીકા સિંહ આ વર્ષે તેમના જન્મદિવસ પર કોઈ ભવ્ય ઉજવણી કે પાર્ટીનું આયોજન કરશે નહીં. 
હકીકતમાં, તાજેતરમાં જ અભિનેતાએ જાહેરાત કરી હતી કે આ વર્ષે દિવંગત ગાયકોના સન્માન અને શોક માટે તરીકે કોઈપણ પ્રકારની પાર્ટી નહીં કરે. આ સંદર્ભે મીડિયા સાથે વાત કરતા મિકાએ મુસેવાલાની હત્યાને સમાજ પર એક ધબ્બો અને સંગીત જગત માટે અન્યાય ગણાવ્યો હતો. તેમણે આ ઘટનાની આકરી ટીકી કરી હતી. તેમના આ નિવેદન બાદ તંત્ર દ્વારા તેમની સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી હતી. 
જાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગયા મહિનાની 29 તારીખે પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૂસેવાલાએ ઘણા ગીતો ગાયા હતાં તેમણે તેમના ગીત 'સો હાઈ'થી લોકોમાં લોકપ્રિયતા મેળવી હતી. સિદ્ધુ મુસેવાલાને 'ગેમ', વોર્નિંગ શોટ્સ, લિજેન્ડ, ટોચન જેવા ગીતો માટે હંમેશા યાદ કરવામાં આવશે. 
જોકે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સિદ્ધુના આવસાનના બે દિવસ પછી એટલે કે 31 મેના રોજ, બોલિવૂડના પ્રખ્યાત ગાયક કેકેએ  પણ અચાનક દુનિયાને અલવિદા કહ્યું. કેકે ઉર્ફે કૃષ્ણકુમાર કુન્નાથ દક્ષિણ કોલકાતાના નઝરૂલ મંચમાં પરફોર્મ કરવા આવ્યા હતા. અહીં લાઈવ પર્ફોર્મન્સ બાદ અચાનક તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં રિપોર્ટમાં જાણવા મળ્યું કે સિંગરનું મોત હાર્ટમાં બ્લોકેજને કારણે થયું હતું. 
સિંગર મીકા સિંહની વાત કરીએ તો પંજાબી સિંગર ટૂંક સમયમાં ટીવી પર પોતાનો સ્વયંવરનું યોજાશે. મિકા દી વોટી નામનો આ રિયાલિટી શો 19 જૂનથી ટીવી પર પ્રસારિત થશે. આ શોમાં દેશભરમાંથી 12 છોકરીઓ ભાગ લેશે, જેમાંથી મિકા તેના હમસફરને પસંદ કરશે. આ શોમાં પ્રખ્યાત સિંગર શાન હોસ્ટ કરતો જોવા મળશે.
Advertisement
Tags :
Advertisement

.