Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભચાઉ શહેર નજીક આવેલી લેબર કોલોનીમાં પરપ્રાંતિય શ્રમજીવીનું મોત થતા મર્ડરની આશંકા

ભચાઉ શહેર નજીક આવેલી  લેબર કોલોનીમાં પરપ્રાંતિય શ્રમજીવીનું મોત થતા મર્ડરની આશંકા વ્યકત કરવામાં આવી છે. જેને પગલે તપાસ માટે પોલીસ ટુકડી દોડી ગઈ હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ લાલસન પ્લાયવુડ ફેકટરીની લેબર કોલોનીમાં આ બનાવ બન્યો હતો.હત્યાની આશંકાકોઈ બાબતે કામદારો વચ્ચે થયેલા ઝઘડામાં આવેશમાં આવી જઈને કરાયેલા હુમલામાં એક કામદારનું મોત થયું છે. હતભાગી બિહાર રાજ્યનો હોવાનું અનà
11:50 AM Jan 03, 2023 IST | Vipul Pandya
ભચાઉ શહેર નજીક આવેલી  લેબર કોલોનીમાં પરપ્રાંતિય શ્રમજીવીનું મોત થતા મર્ડરની આશંકા વ્યકત કરવામાં આવી છે. જેને પગલે તપાસ માટે પોલીસ ટુકડી દોડી ગઈ હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ લાલસન પ્લાયવુડ ફેકટરીની લેબર કોલોનીમાં આ બનાવ બન્યો હતો.
હત્યાની આશંકા
કોઈ બાબતે કામદારો વચ્ચે થયેલા ઝઘડામાં આવેશમાં આવી જઈને કરાયેલા હુમલામાં એક કામદારનું મોત થયું છે. હતભાગી બિહાર રાજ્યનો હોવાનું અને અહીં મજુરી કામ અર્થે આવેલો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર કામદાર આલમમાં સોપો પડી ગયો હતો.
તપાસ શરૂ
બનાવની જાણ થતા ભચાઉ પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બાબતે PI ઝેડ. એન. ધાસુરાએ જણાવ્યું હતું કે, લેબર કોલોનીમાં બિહારના કામદારનું મોત થયું છે. કેવા સંજોગોમાં મોત થયું તે દિશામાં પુછપરછનો દોર ચાલી રહ્યો હોવાથી વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું.
આ પણ વાંચો - ચાઇનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું, બે હજારથી વધુ ચાઇનીઝ દોરીના ટેલરો કબજે કર્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhachaucityCrimeCrimeNewsDeathGujaratFirstKutchMigrantLaborerMurderpolice
Next Article