Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કપરો સમય

મોડલિંગ કરતી અનન્યાએ ડાયરેક્ટરના કહ્યા મુજબ સુંદર પૉઝ આપ્યો. 'આમ નહીં, સહેજ વાંકા વળી છેડો સરકાવી દો. સેક્સી લુક આપો.' સાંભળી પતિના શબ્દો તેના કાનમાં ગુંજ્યા, 'મર્યાદા જાળવીને કામ કરવાની હોય તો જ...' બીજા કાનમાં તેના જ શબ્દોએ ટકોર કરી, 'કૉરૉનામાં ધંધાપાણી ઠપ્પ છે. ઘરખર્ચ કેમ કરીને કાઢીશું? આ કપરો સમય પસાર થઈ જાય પછી...' ટટ્ટાર રાખેલી ગરદનને નીચી નમાવવી કે નહીં? અનન્યા વિચારતી હતી તેવામાàª
કપરો સમય
મોડલિંગ કરતી અનન્યાએ ડાયરેક્ટરના કહ્યા મુજબ સુંદર પૉઝ આપ્યો. 
"આમ નહીં, સહેજ વાંકા વળી છેડો સરકાવી દો. સેક્સી લુક આપો." સાંભળી પતિના શબ્દો તેના કાનમાં ગુંજ્યા, "મર્યાદા જાળવીને કામ કરવાની હોય તો જ..." 
બીજા કાનમાં તેના જ શબ્દોએ ટકોર કરી, "કૉરૉનામાં ધંધાપાણી ઠપ્પ છે. ઘરખર્ચ કેમ કરીને કાઢીશું? આ કપરો સમય પસાર થઈ જાય પછી..." 
ટટ્ટાર રાખેલી ગરદનને નીચી નમાવવી કે નહીં? અનન્યા વિચારતી હતી તેવામાં બૂમ પડી, "ડોન્ટ વેસ્ટ ટાઇમ."
- સુષમા શેઠ.
Advertisement
Tags :
Advertisement

.