Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MG મોટર લાવશે સસ્તી ઇલેક્ટ્રિક કાર, શું Tata Tiago EV સ્પર્ધા કરશે?

ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric vehicle)સેગમેન્ટમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. જેના કારણે ઓટોમેકર્સ માર્કેટમાં ગ્રાહકો માટે એક પછી એક તેમના નવા વાહનો લોન્ચ કરી રહ્યા છે. થોડા સમય પહેલા ટાટા મોટર્સે તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tata Tiago EV બજારમાં આવી  ગઈ છે ત્યારે હવે MG મોટર પણ ટૂંક સમયમાં તેની સસ્તી ઇલેક્ટ્રિક કાર રૂ. 15 લાખથી ઓછી કિંમતે લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.એમજી મોટર ઈન્ડિયા (MG Motor India)ની àª
mg મોટર લાવશે સસ્તી ઇલેક્ટ્રિક કાર  શું tata tiago ev સ્પર્ધા કરશે
Advertisement
ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric vehicle)સેગમેન્ટમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. જેના કારણે ઓટોમેકર્સ માર્કેટમાં ગ્રાહકો માટે એક પછી એક તેમના નવા વાહનો લોન્ચ કરી રહ્યા છે. થોડા સમય પહેલા ટાટા મોટર્સે તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tata Tiago EV બજારમાં આવી  ગઈ છે ત્યારે હવે MG મોટર પણ ટૂંક સમયમાં તેની સસ્તી ઇલેક્ટ્રિક કાર રૂ. 15 લાખથી ઓછી કિંમતે લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
એમજી મોટર ઈન્ડિયા (MG Motor India)ની કિંમતો સ્પર્ધાત્મક રાખવા માટે કંપની સ્થાનિક સ્તરે પ્રોડક્ટ માટે બેટરીનો સોર્સ કરશે. કંપનીને આ આવનારા ઈલેક્ટ્રિક વાહનથી આશા છે કે આ EV કાર આવતા વર્ષે વેચાણની દ્રષ્ટિએ ધમાકેદાર દેખાવ કરશે. ભારત માટે જો આપણે ટેક્નોલોજીનું લોકશાહીકરણ કરવા માગીએ છીએ, તો આ માટે અમને ઓછા ખર્ચે ઉકેલની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે કંપની આગામી વર્ષે 2023 (એપ્રિલ-જૂન 2023) ના બીજા ક્વાર્ટરમાં તેની બીજી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે.
આવતા વર્ષે આવનાર MG મોટર ઇન્ડિયા શું  છે ખાસિયત 
આવતા વર્ષે આવનાર MG મોટર ઇન્ડિયાની આ બીજી ઇલેક્ટ્રિક કારની કિંમત 11 લાખથી 15 લાખ રૂપિયાની વચ્ચે જણાવવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે MG મોટરની સ્થાનિક રીતે ઉત્પાદિત ZS EV ગુજરાતના હાલોલમાં ઓફર સાથે ઉપલબ્ધ છે.
EVSમાં ટાટા મોટર્સ સૌથી આગળ છે
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ટાટા મોટર્સ સ્થાનિક રીતે EVsમાં 80% થી વધુ હિસ્સા સાથે બજારમાં આગળ છે. જણાવી દઈએ કે ટાટા મોટર્સના ત્રણ મોડલ ટિયાગો, ટિગોર અને નેક્સોન માર્કેટમાં ઉપલબ્ધ છે.
ઉત્પાદન વધારવા માટે કામ ચાલી રહ્યું છે

રાજીવ ચાબાએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે કંપની ZS EVનું ઉત્પાદન 300-350 થી વધારીને 500 યુનિટ પ્રતિ માસ કરવા માટે કામ કરી રહી છે. આટલું જ નહીં, કંપની જાન્યુઆરી 2023 સુધીમાં MG હેક્ટરના યુનિટને વધારીને 4000 પ્રતિ મહિને કરવાનો લક્ષ્યાંક બનાવી રહી છે, તમને જણાવી દઈએ કે હાલમાં આ કારના 2000 યુનિટ પ્રતિ મહિને બનાવવામાં આવે છે.
Tags :
Advertisement

Trending News

.

×