Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેટ્રો ટ્રેનનો મોટેરા સ્ટેશન થી વાસણા APMC સુધીનો રૂટ શરૂ, ફેઝ-1ના બન્ને કોરીડોર થયા કાર્યરત

મેટ્રો સિટી અમદાવાદ(ahmedabad)ને મળી વધુ એક મેટ્રો ટ્રેનની ભેટ. 30 સપ્ટેમ્બરે પીએમ મોદી( PM MODI)ના હસ્તે મેટ્રોના ફેઝવનને લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારે હવે મેટ્રોના ફેઝ-2ની શરૂઆત કરવામાં આવી. વેજલપુર એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી. જેને લઇને હવે શહેરીજનોનો ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે તેમજ નોકરિયાત વર્ગો માટે મેટ્રો ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે. આ મà«
મેટ્રો ટ્રેનનો મોટેરા સ્ટેશન થી વાસણા apmc સુધીનો રૂટ શરૂ  ફેઝ 1ના બન્ને કોરીડોર થયા કાર્યરત
મેટ્રો સિટી અમદાવાદ(ahmedabad)ને મળી વધુ એક મેટ્રો ટ્રેનની ભેટ. 30 સપ્ટેમ્બરે પીએમ મોદી( PM MODI)ના હસ્તે મેટ્રોના ફેઝવનને લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારે હવે મેટ્રોના ફેઝ-2ની શરૂઆત કરવામાં આવી. વેજલપુર એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી. જેને લઇને હવે શહેરીજનોનો ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે તેમજ નોકરિયાત વર્ગો માટે મેટ્રો ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે. આ મેટ્રો સ્ટેશન વિશે વધુ વાત કરીએ તો વેજલપુર APMCથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 15 જેટલા સ્ટેશનો છે. 18.89 કિલોમીટર લાંબો રૂટ છે. જેમાં જૂની હોઇકોર્ટ મેટ્રો સ્ટેશન મુખ્ય છે અહીંથી તમે સ્ટેશન ઇન્ટરચેન્જ કરી શકશો. 
મેટ્રો ટ્રેનની શરૂઆત થઇ જતા હવે તમામ લોકો ટ્રેનમાં બેસવા થનગની રહ્યા છે. જો કે થલતેજથી વસ્ત્રાલ સુધીના રૂટની શરૂઆત કરવામાં આવી જેમાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે.મેટ્રો ટ્રેનના ફેઝ 2 ક્યાંથી ક્યાં સુધીનો છે તે વિશે વાત કરીએ તો   મોટેરા સ્ટેડિયમ, સાબરમતી, વાડજ, ઉસ્માનપુરા ત્યાંથી જૂની હાઇકોર્ટ, પાલડી, જીવરાજપાર્ક અને ત્યાંથી વેજલપુર એપીએમસી સ્ટેશન કવર કરવામાં આવ્યા છે. 
 ત્યારે મેટ્રોમાં મુસાફરી કરતા પહેલા શું ધ્યાન રાખશો તે વિશે વાત કરીએ તો મેટ્રો ટ્રેનમાં 25 કિલોથી વઘારે વજન લઇ જઇ શકાશે નહી. પાલતુ પ્રાણીઓને પણ મેટ્રોમાં લઇ જઇ શકાશે નહી. સ્ટેશનના પેઇડ એરિયામાં ટિકિટ વગર થશે 50થી 200 રૂપિયાનો દંડ. 3 ફૂટથી ઓછી હાઇટવાળા બાળકોને ટિકિટ નહી લેવી પડે. પાસ સિસ્ટમ અંગે હજી કોઇ નિર્ણય લેવાયો નથી. વિદ્યાર્થી, દિવ્યાંગો અને વૃદ્ધો માટે કન્સેશનનો અંગે હજી કોઇ નિર્ણય કરાયો નથી. હાલમાં ટિકિટ ઓનલાઇન લેવાની પણ કોઇ વ્યવસ્થા અંગે જાણકારી નથી. સ્ટેશન પરથી જ ટિકિટ લેવાની રહેશે.  એડવાન્સ રિઝર્વેશનની કોઇ વ્યવસ્થા કરાઇ નથી. વળી ટ્રેનમાં કોઇ ફેરિયાને પ્રવેશની મંજૂરી નથી. પ્રત્યેક સ્ટેશન પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. 
Advertisement
Tags :
Advertisement

.