Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાલ્ટિક સાગરમાં થયો ભયાનક બ્લાસ્ટ, ખતરનાક ગેસ લીક થવાથી થશે આ નુકસાન

વિશ્વના ઘણા મોટા દેશોએ ગેસ માટે સમુદ્રમાં ગેસ પાઇપલાઇન પણ નાંખી છે. પરંતુ આ વચ્ચે એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે કે, બાલ્ટિક સમુદ્રમાં (Baltic Sea) પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે તેની અંદરની નેચરલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ નોર્ડ સ્ટ્રીમ ફાટી ગઈ છે. જેના કારણે ખતરનાક મિથેન ગેસ (Methane Leak) મોટા પાયે લીક થઈ રહ્યો છે. જેની તસવીરો પણ સામે આવી છે.મિથેન લીકની સૌથી મોટી ઘટનાઇન્ટરનેશનલ મીડિà
બાલ્ટિક સાગરમાં થયો ભયાનક બ્લાસ્ટ  ખતરનાક ગેસ લીક થવાથી થશે આ નુકસાન
વિશ્વના ઘણા મોટા દેશોએ ગેસ માટે સમુદ્રમાં ગેસ પાઇપલાઇન પણ નાંખી છે. પરંતુ આ વચ્ચે એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે કે, બાલ્ટિક સમુદ્રમાં (Baltic Sea) પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે તેની અંદરની નેચરલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ નોર્ડ સ્ટ્રીમ ફાટી ગઈ છે. જેના કારણે ખતરનાક મિથેન ગેસ (Methane Leak) મોટા પાયે લીક થઈ રહ્યો છે. જેની તસવીરો પણ સામે આવી છે.
મિથેન લીકની સૌથી મોટી ઘટના
ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિથેન ગેસ (Methane Leak) લીકની આ ઘટના અત્યાર સુધીની સૌથી મોટી છે. દર કલાકે ત્યાંથી લગભગ 23 હજાર કિલોગ્રામ મિથેન નીકળી રહ્યું છે જે દુનિયામાં દર કલાકે બળતા કોલસા સમાન છે. આ બનાવનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં આ ઘટનાની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે. આ ઘટના આકાશમાંથી દેખાઈ રહી છે.
સમૃદ્રની ઈકોસિસ્ટમ પર પડશે
યુનાઈટેડ નેશન્સ (UN) એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામનું માનવું છે કે આ વિસ્ફોટ અનેક TNT બોમ્બ બ્લાસ્ટ સમાન છે. જેની બાલ્ટિક સમુદ્રની ઇકોસિસ્ટમ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. જો તેને જલ્દી રોકવામાં નહીં આવે તો આસપાસના વિસ્તારના દરિયાઈ જીવોને ભારે નુકસાન થશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ખૂબ જ જલદ મિથેન ત્યાંથી બહાર આવી રહ્યું છે.
અંતરિક્ષમાંથી પણ નજર
મિથેન કાર્બન ડાયોક્સાઇડ કરતાં ઓછા સમય માટે પર્યાવરણમાં રહે છે પરંતુ વધુ નુકસાન કરે છે. દુનિયાભરમાં મીથેન પર નજર રાખતી સેટેલાઈટ GHGSat અનુસાર અહીંથી લગભગ 23 હજાર કિલોગ્રામ મિથેન દર કલાકે નિકળે છે.
પાઈપલાઈનને નુકસાન કોણે કર્યું?
નોર્ડ સ્ટ્રીમ પાઈપલાઈન દ્વારા રશિયાથી (Russia) યુરોપમાં કુદરતી ગેસ પૂરો પાડવામાં આવે છે. જ્યારે બંન્ને દેશોને પુછવામાં આવ્યું કે આ નુકસાન કેવી રીતે થયું તો રશિયા પાસેથી કોઈ જવાબ મળ્યો નથી. યૂરોપિયન સંઘ (EU)  પણ સાચો જવાબ આપી શક્યું નથી. બંન્નેએ કહ્યું કે, આ નુંકસાન તોડફોડ કરનારાના કારણે થયું છે. પરંતુ સાચુ કારણ કોઈને ખબર પડી નથી. યૂરોપ અને અમેરીકાએ યૂક્રેન પર હુમલો કરવા માટે રશિયા પર અનેક પ્રતિબંધ લગાવ્યા છે. બની શકે કે તેનાથી નારાજ ક્રેમલિને યૂરોપને ઈંધણ સપ્લાઈમાં વિક્ષેપ પાડવા આ કૃત્ય કર્યું હોય.
Advertisement
Tags :
Advertisement

.