Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફૂટબોલની દુનિયાને અલવિદા કહેશે મેસ્સી, ફાઈનલ મેચ હશે અંતિમ

ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)ની સેમીફાઈનલમાં ક્રોએશિયા સામે જીત મેળવનાર આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલ ખેલાડી લિંયોનેલ મેસ્સી (Lionel Messi)એ નિવૃત્તિની જાહેરાત કરી છે. આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીએ કહ્યું કે, ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ આર્જેન્ટિના માટે તેની છેલ્લી મેચ હશે.મેસ્સીના વર્લ્ડ કપના આંકડાઓગેમ: 25ગોલ: 11આસિસ્ટ્સ: 8કુલ કેટલી મિનિટ રમી: 2,194મેસ્સીના દરેક વર્લ્ડ કપમાં ગોલ2006: 12010: 02014: 42018: 12022: ૫200
ફૂટબોલની દુનિયાને અલવિદા કહેશે મેસ્સી  ફાઈનલ મેચ હશે અંતિમ
ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)ની સેમીફાઈનલમાં ક્રોએશિયા સામે જીત મેળવનાર આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલ ખેલાડી લિંયોનેલ મેસ્સી (Lionel Messi)એ નિવૃત્તિની જાહેરાત કરી છે. આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીએ કહ્યું કે, ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ આર્જેન્ટિના માટે તેની છેલ્લી મેચ હશે.
મેસ્સીના વર્લ્ડ કપના આંકડાઓ
ગેમ: 25
ગોલ: 11
આસિસ્ટ્સ: 8
કુલ કેટલી મિનિટ રમી: 2,194
મેસ્સીના દરેક વર્લ્ડ કપમાં ગોલ
2006: 1
2010: 0
2014: 4
2018: 1
2022: ૫
2005માં પહેલી ઈન્ટરનેશનલ મેચ રમી હતી
મેસ્સી પોતાનો 5મો વર્લ્ડ કપ રમે છે. તેણે 2005માં આર્જેન્ટિના તરફથી ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 171 મેચમાં 96 ગોલ ફટાકાર્યા છે. તેણે વર્લ્ડ કપમાં 25 મેચમાં 11 ગોલ માર્યા છે.
નૈપકિન પેપર પર સાઇન કર્યો હતો પ્રથમ કોન્ટ્રાક્ટ
મેસ્સીએ અલગૈઓ કોન્ટ્રાક્ટ નૅપિકિન પેપર પર સાઇન કર્યો હતો. તે 2000માં 13 વર્ષોમાં બાર્સેલોના સાથે જોડાયો હતો. પેપર નહિ પણ એક નૈપક ઉપર કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. બાર્સેલોના ક્લબ મેસ્સીની સારવારનો બડો જ ખર્ચો એક શર્તે દેવા માટે તૈયારી તૈયાર કરી હતી. તેમની શરત હતી કે મેસ્સી યુરોપમાં જ આવીને વસી જાય. આ પછીના અધિકારીઓ આ પરિવારો યુરોપમાં ગયા હતા.
લોકોએ તેની સ્કિલ્સ જોઈને ખુશ થઈને તેને પૈસા આપતા
6 વર્ષની ઉંમરે મેસ્સી ફૂટબોલ લઈને રસ્તા ઉપર 15-20 મિનિટ સુધી સતત જગલિંગ કરતો હતો. ત્યારે તે બોલ તેના પગ ઉપરથી પડતો જ નહોતો. આટલી નાની ઉંમરે તે બાળકને જોઈને લોકો તેને ઈનામના રૂપમાં પૈસા આપતા હતા. લોકો તેને ભવિષ્યનો ફૂટબોલર પણ કહેતા હતા.
મેસ્સીની સારવાર માટે દર મહિને એક હજાર ડોલરનો ખર્ચ થતો હતો
મેસ્સી જ્યારે 10 વર્ષનો હતો, ત્યારે તેવને ખબર પડી હતી કે તેને 'ગ્રોથ હોર્મોન ડેફિસિયન્સી' છે. આના કારણે શરીરનો વિકાસ છે તે ઘટી જાય છે. આ બિમારીની સારવાર માટે દર મહિને 1000 ડોલરનો ખર્ચ ઉઠાવવા પરિવાર માટે અઘરું હતું. ત્યારે નેવલ્સ ઓલ્ડ બોય ક્લબે બાર્સેલોના ક્લાબને આ અંગે જાણકારી આપી હતી. બાર્સેલોના પહેલેથી જ મેસ્સીની ગેમથી પ્રભાવિત હતા. અને તેને પોતાની ટીમમાં સામેલ કરવા માગતા હતા.
ગોલ્ડન બુટની રેસમાં 
મેસીએ આ વર્લ્ડકપમા ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ જ વર્લ્ડકપમાં તેના 5 ગોલ થઈ ગયા છે અને આ સાથે જ તેણે ફ્રાંસનાં કીલીયન્ એમબાપ્પેની બરાબરી કરી દીધી છે. હવે ગોલ્ડન બુટની રેસમાં આ બંને ખેલાડીઓ આવી ગયા છે.
સૌથી મોટી ઉંમરે વર્લ્ડકપમાં પાંચ ગોલ
આ વર્લ્ડકપમાં પાંચ ગોલ કરીને મેસીએ એક નવો જ રેકોર્ડ બનાવી દીધો છે. કોઈ એક જ વર્લ્ડકપમાં પાંચ ગોલ ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ફૂટબોલર તે બની ગયો છે.
વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ ફટકારનાર આર્જેન્ટીનાનો ફૂટબોલર 
મેસી વર્લ્ડકપમાં 11 ગોલ ફટકારનાર આર્જેન્ટીનાંનો એકમાત્ર ખેલાડી બની ગયો હતો. આર્જેન્ટિના તરફથી આ સૌથી વધુ  વર્લ્ડકપ ગોલ છે. અગાઉ આર્જેન્ટિના તરફથી સૌથી વધારે વર્લ્ડકપ ગોલ ફટકારવાનો રેકોર્ડ ગેબ્રિયલ બતીસ્તુતાનાં નામે નોંધાયો હતો. જે હવે મેસીએ તોડી નાખ્યો છે અને ત્રીજા ક્રમે લીજેન્ડ મેરેડોના છે જેણે વર્લ્ડકપમાં 8 ગોલ ફટકાર્યા  છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.