Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોનાલ્ડોને પાછળ છોડી મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર Likes ના મામલે વધુ એક રેકોર્ડ બનાવ્યો

સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી (Lionel Messi) એ આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) જીતવામાં મદદ કરીને મેદાન પરના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. જોકે, હવે તે મેદાનની બહાર પણ ઘણા રેકોર્ડ બનાવી રહ્યો છે. મહત્વનું છે કે, સોમવારે વર્લ્ડ કપ જીત્યા બાદ મેસ્સીએ સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ટ્રોફી સાથે એક પોસ્ટ કરી હતી. આના પર 52 મિલિયન (5 કરોડ) થી વધુ લાઈક્સ (Likes) આવી ચૂકી છે. રોનાલ્ડોથી આગળ નીકળ્ય
રોનાલ્ડોને પાછળ છોડી મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર likes ના મામલે વધુ એક રેકોર્ડ બનાવ્યો
સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી (Lionel Messi) એ આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) જીતવામાં મદદ કરીને મેદાન પરના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. જોકે, હવે તે મેદાનની બહાર પણ ઘણા રેકોર્ડ બનાવી રહ્યો છે. મહત્વનું છે કે, સોમવારે વર્લ્ડ કપ જીત્યા બાદ મેસ્સીએ સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ટ્રોફી સાથે એક પોસ્ટ કરી હતી. આના પર 52 મિલિયન (5 કરોડ) થી વધુ લાઈક્સ (Likes) આવી ચૂકી છે. 
રોનાલ્ડોથી આગળ નીકળ્યો મેસ્સી
તે એક જ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર સૌથી વધુ લાઈક્સ સાથે સ્પોર્ટ્સપર્સન બની ગયો છે. આ મામલામાં મેસ્સીએ પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) નો રેકોર્ડ તોડ્યો છે. રોનાલ્ડોએ વર્લ્ડ કપની શરૂઆત પહેલા મેસ્સી સાથે ચેસ રમતા તેની તસવીર પોસ્ટ કરી હતી. તેના પર 42 મિલિયન (4 કરોડ) થી વધુ લાઈક્સ આવી ચૂકી છે. ત્યારબાદ તેણે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. જોકે, મેસ્સી તેનાથી પણ આગળ નીકળી ગયો છે.
રોનાલ્ડોની આ પોસ્ટ પર 42 મિલિયનથી વધુ લાઈક્સ હતા
સમગ્ર વિશ્વના ચેમ્પિયન્સ, મેસ્સીએ આ પોસ્ટમાં લખ્યું- મેં કેટલી વાર આ સપનું જોયું હતું. હું વિશ્વાસ કરી શકતો નથી. મારા પરિવારનો, મને ટેકો આપનાર અને અમારા પર વિશ્વાસ કરનારા દરેકનો ખૂબ ખૂબ આભાર. અમે ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યારે આર્જેન્ટિનાના લોકો સાથે મળીને લડીએ છીએ અને એક થઈને લડીએ છીએ, ત્યારે અમે જે લક્ષ્ય જોયું છે તે હાંસલ કરી લીધું છે. યોગ્યતા આ જૂથની છે, જે વ્યક્તિઓથી ઉપર છે. આ સપનું જે અમારું અને તમામ આર્જેન્ટિનીયનોનું હતું, તેણે અમને લડવાની તાકાત આપી. ચાલો આર્જેન્ટિના જઈએ!!!!! અમે બહુ જલ્દી એકબીજાને મળવાના છીએ. 
મેસ્સીનો આ પાંચમો વર્લ્ડ કપ હતો
મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ રવિવારે ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસને પેનલ્ટી પર 4-2થી હરાવ્યું. આ પહેલા ફૂલ ટાઇમમાં સ્કોર 2-2 અને વધારાના સમયમાં 3-3થી બરાબર રહ્યો હતો. મેસ્સીએ ફાઇનલમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે બે ગોલ કર્યા હતા. મેસ્સીએ આ વર્લ્ડ કપમાં કુલ સાત ગોલ કર્યા છે. આનાથી વર્લ્ડ કપમાં તેના કુલ ગોલની સંખ્યા 13 થઈ ગઈ છે. તે વર્લ્ડ કપમાં આર્જેન્ટિના માટે ટોપ ગોલ સ્કોરર પણ બન્યો હતો. ફાઇનલમાં મેદાન પર ઉતરતાની સાથે જ મેસ્સીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. તે વિશ્વ કપમાં સૌથી વધુ મેચો (26) સાથેનો ખેલાડી પણ બન્યો હતો. મેસ્સીનો આ પાંચમો વર્લ્ડ કપ હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.