મેસ્સીની આર્જેન્ટિના હવે ફાયનલમાં, સેમિફાયનલમાં ક્રોએશિયાને હરાવ્યું
આર્જેન્ટિના (Argentina) એ શાનદાર પ્રદર્શન કરીને FIFA વર્લ્ડ કપ (FIFA World Cup) 2022ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. લિયોનેલ મેસ્સી (Lionel Messi)ની ટીમ આર્જેન્ટિનાએ મંગળવારે (13 ડિસેમ્બર) મોડી રાત્રે લુસેલ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં છેલ્લી વખતના રનર અપ ક્રોએશિયાને 3-0થી હરાવ્યું. હવે 18 ડિસેમ્બરે યોજાનારી ફાઈનલ મેચમાં આર્જેન્ટીનાનો સામનો ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલના વિજેતàª
03:19 AM Dec 14, 2022 IST
|
Vipul Pandya
આર્જેન્ટિના (Argentina) એ શાનદાર પ્રદર્શન કરીને FIFA વર્લ્ડ કપ (FIFA World Cup) 2022ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. લિયોનેલ મેસ્સી (Lionel Messi)ની ટીમ આર્જેન્ટિનાએ મંગળવારે (13 ડિસેમ્બર) મોડી રાત્રે લુસેલ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં છેલ્લી વખતના રનર અપ ક્રોએશિયાને 3-0થી હરાવ્યું. હવે 18 ડિસેમ્બરે યોજાનારી ફાઈનલ મેચમાં આર્જેન્ટીનાનો સામનો ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલના વિજેતા સાથે થશે.
આર્જેન્ટિના ત્રીજી વખત ટાઇટલ જીતવા આતુર
આ જીત સાથે જ્યાં આર્જેન્ટિના હવે ત્રીજી વખત ટાઈટલ જીતવાથી એક ડગલું દૂર છે, ત્યાં લુકા મોડ્રિકની કેપ્ટન્સીમાં ક્રોએશિયાની પ્રથમ વખત ટાઈટલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે. મેચમાં આર્જેન્ટિનાની ટીમની જીતના હીરો બે ખેલાડીઓ હતા. એક હતો કેપ્ટન લિયોનેલ મેસ્સી અને બીજો 22 વર્ષનો યુવા ખેલાડી જુલિયન અલ્વારેઝ. મેસ્સી અને અલ્વારેઝે સાથે મળીને એવી રમત દેખાડી કે વિરોધી ટીમ દંગ રહી ગઈ. 35 વર્ષીય લિયોનેલ મેસીએ એક અને જુલિયન અલ્વારેઝે બે ગોલ કર્યા હતા.
લિયોનેલ મેસ્સી બ્રિગેડ સફળ
મિડફિલ્ડમાં ક્રોએશિયન ટીમના વર્ચસ્વને ખતમ કરવા માટે આર્જેન્ટિનાની ટીમ આ સેમિફાઇનલ મેચમાં 4-4-2 ફોર્મેશન સાથે ઉતરી હતી. લિયોનેલ મેસ્સી બ્રિગેડ પણ અમુક અંશે સફળ રહી હતી. આખી મેચમાં ક્રોએશિયાની ટીમ બોલ પોઝિશનના સંદર્ભમાં ચોક્કસપણે આગળ હતી, પરંતુ આર્જેન્ટિના ગોલ કરવામાં આગળ હતી અને પહેલા હાફમાં બે ગોલ અને બીજા હાફમાં એક ગોલ કરીને તેણે ક્રોએશિયાની ટીમની યોજના બગાડી નાખી હતી.
Next Article