Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત અને જર્મની વચ્ચે ટેક્નિકલ સ્કીલ મુદ્દે સમજૂતી કરાર કરવામાં આવ્યા

મોદી સરકારના સ્કીલ ઇન્ડિયા મિશનને સાકાર કરવા માટે ગુજરાત અગ્રેસર ભૂમિકામાં કામ કરી રહ્યું છે જેના ભાગરૂપે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા BBZઆર્ન્સબર્ગ જર્મની વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતાં.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અમદાવાદમાં 'કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી' માં નવા કોર્ષ વિકસાવવા પર કામ કરી રહ્યું છે, જે રાજ્યમાં કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય
10:34 AM Jun 28, 2022 IST | Vipul Pandya
મોદી સરકારના સ્કીલ ઇન્ડિયા મિશનને સાકાર કરવા માટે ગુજરાત અગ્રેસર ભૂમિકામાં કામ કરી રહ્યું છે જેના ભાગરૂપે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા BBZઆર્ન્સબર્ગ જર્મની વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતાં.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અમદાવાદમાં "કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી" માં નવા કોર્ષ વિકસાવવા પર કામ કરી રહ્યું છે, જે રાજ્યમાં કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય આધારિત શિક્ષણને સરળ બનાવવા  મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાત એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (GATI) એ આ સ્કિલ યુનિવર્સિટીના મુખ્ય વર્ટિકલ્સ પૈકીનું એક છે જેનો હેતુ ગુજરાતના કૌશલ્ય વિકાસ ઇકોસિસ્ટમને આધુનિક અને અપગ્રેડ કરવાના માર્ગને વેગ આપવાનો છે. 
આ પ્રોજેક્ટ GIZ ઇન્ટરનેશનલ સર્વિસિસ, જર્મની દ્વારા અમલ કરવામા આવેલ છે. અને અગ્ર સચિવશ્રી ડૉ. અંજુ શર્માની આગેવાની હેઠળ 6 વરિષ્ઠ અધિકારીઓનું જૂથ કૌશલ્યમાં સરકારી એજન્સીઓ, ઉદ્યોગો અને ચેમ્બર્સના સહયોગ તથા અભ્યાસ કમ એક્સપોઝર મિશનમાં ભાગ લેવા હાલમાં જર્મનીમાં છે. 
ગુજરાતના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને BBZ આર્ન્સબર્ગ, જર્મનીએ ટેકનિકલ, વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ સંસ્થાઓમાં ગુણવત્તાના સ્તરને વધારવા માટે 23મી જૂને MOU પર હસ્તાક્ષર કરીને પરસ્પર સહકાર આપવા સંમતિ બતાવી છે. આ કરારના કારણે ગુજરાતની સંસ્થાઓની કામગીરી વિકસાવવામાં અને વધુ સારી નોકરીઓનું સર્જન કરવામાં પણ ફાયદો થશે. 
સાથે જ  બંને દેશના વિદ્યાર્થીઓ માટે  પણ રોજગારની સારી તકો ઉપલ્બધ કરાવાશે. આ સમજૂતી કરારનો સીધો લાભ  જર્મની અને ભારતના વિદ્યાર્થીઓને થશે. સાથે જ આ કાર્યક્રમથી બંન્ને દેશના વિદ્યાર્થીઓ અને તજજ્ઞો વચ્ચે જ્ઞાન તેમજ કૌશલ્યનું આદાનપ્રદાન, વિચારોનું આદાનપ્રદાન થશે. આ પ્રોજેક્ટમાં અભ્યાસક્રમ વિકસાવવા અને પરીક્ષાની પદ્ધતિ જેવી બાબતો પર પણ આવરી લેવામાં આવી છે. આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવશ્રી ડૉ. અંજુ શર્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજર હતા સાથે જ ભારતની ત્રણ આઇટીઆઇ સંસ્થાના આચાર્ય પણ જોડાયા હતા.
આ તકે અગ્ર સચિવ ડૉ. શર્માએ જણાવ્યું હતું કે "જર્મનીમાં ખૂબ જ અસરકારક રીતે કામ કરતી Dual System of Vocational Training પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ MOU ગુજરાતમાં ઉદ્યોગોના સહયોગથી તાલીમમાં નિપુણતા અને શ્રેષ્ઠ પ્રેક્ટિસમાં મદદ મળશે" .
આ મિશન જર્મનીમાં ટ્રેનરની તાલીમ, આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર અને અન્ય એક્સચેન્જો માટે પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ સાથે વધુ જોડાણો વિકસાવશે.
Tags :
EductionGermenyGujaratFirstIndiaITMoUTechnical
Next Article